હનુમાનના રોલે જેમને બનાવ્યા અમર, શું હતી દારા સિંહની છેલ્લી ઈચ્છા?

રામાયણમાં હનુમાનનું પાત્ર ભજવનારા દારા સિંહની છેલ્લી ઈચ્છા જાણીને તમે ચકિત થઇ જશો

લોકડાઉનના વચ્ચે રામાયણનો રિટેલિકાસ્ટ થયું હતું. તે સમયે પણ રામાયણને તેટલી જ પસંદ કરવામાં આવી જેટલી પહેલા કરવામાં આવી હતી. રામાયણે ટીઆરપી રેટિંગમાં બધા રિકોર્ડ તોડી દીધા છે, શોમાં અરુણ ગોવિલ રામના રોલમાં હતા. ત્યાં દારા સિંહએ હનુમાનનો રોલ ભજવ્યો હતો. હનુમાનના રૂપમાં દારા સિંહને ખુબ પસંદ કરવામાં આવ્યા હતા. હવે દારા સિંહ આપણા વચ્ચે રહ્યા નહિ પરંતુ તેમનો રોલ અમર છે.

તેમના દીકરા વિંદુ દારા સિંહે એક ઇન્ટરવ્યૂમાં પોતાના પિતાની છેલ્લી ઈચ્છા જણાવી હતી. બોલિવૂડ લાઈફના ખબર મુજબ, વિંદુ દારા સિંહએ જણાવ્યું કે તેમના પિતાની છેલ્લી ઈચ્છા રામાયણને ફરીથી જોવાની હતી.

વિંદુએ જણાવ્યું, ‘મારા પિતા પોતાના છેલ્લા સમયમાં રામાયણને એક વખત ફરી જોવાની ઈચ્છા જણાવી હતી. તેમણે જણાવ્યું હતું હું એક વખત ફરી રામાયણ જોવા માંગુ છું. રામાયણ જોવું તેમની છેલ્લી ઈચ્છા હતી. તે જયારે રામાયણ જોવા બેસતા હતા, તો એક વખતમાં પાંચ એપિસોડ્સ જોઈ લેતા હતા.

3 વખત હનુમાનનો રોલ ભજવી ચુક્યા છે દારા સિંહ

વિંદુએ આગળ જણાવ્યું : ‘મેરા પિતા પોતાની એક્ટિંગ કરિયરમાં ત્રણ વખત હનુમાનનો રોલ ભજવ્યો હતો. વર્ષ 1976 માં રિલીઝ થયેલ ફિલ્મ જય બજરંગ બલીમાં સૌથી પહેલા હનુમાનજીનો રોલ ભજવ્યો હતો. તેના પછી તેમણે રામાનંદ સાગરની રામાયણમાં હનુમાન બન્યા. ત્રીજી વખત બીઆર ચોપડાનો ટીવી શો મહાભારતમાં હનુમાનનો રોલમાં પણ હતા. મારા પિતા પછી ઘણા બધાએ હનુમાનનો રોલ ભજવ્યો. પરંતુ જેવો રોલ તેમણે કર્યો તેવો કોઈ પણ કરી શક્યું નથી.’

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.