ગરુડને થઈ હતી શ્રીરામજીના ભગવાન હોવાની શંકા, ત્યારે કાકભુશુંડિએ તેમને સંભળાવી હતી આ વાત

શ્રીરામજી ભગવાન હોવાની શંકા થવા પર ગરુડને તેમનો જવાબ કાકભુશડિએ આપ્યો, જાણો કોણ છે કાકભૂસંડી. રાવણે માતા સીતાનું હરણ દગાથી કરી લીધું હતું. ત્યાર પછી તેની પત્ની સીતાને રાવણની કેદ માંથી છોડાવવા માટે રામજીએ પોતાના ભાઈ લક્ષ્મણની સાથે રાવણે સામે યુ ધ કર્યું હતું. આ યુ ધમાં સુગ્રીવની વાનર સેનાએ રામજીને સાથ આપ્યો હતો અને રામજી તરફથી આ યુ ધ લડ્યું હતું.

આ યુ ધ ત્રેતાયુગમાં થયું હતું. આ યુ ધ દરમિયાન રાવણના દીકરા મેઘનાદે રામ અને લક્ષ્મણને નાગપાશથી બંદી બનાવી લીધા હતા. રામ અને લક્ષ્મણને નાગપાશ માંથી મુક્ત કરાવવા માટે કોઈની પણ પાસે કોઈ ઉપાય જ ન હતો. ત્યારે દેવર્ષિ નારદે ગરુડ દેવને કહ્યું કે તે શ્રીરામ-લક્ષમણને નાગપાશથી મુક્ત કરાવવા કોઈ ઉકેલ કાઢે. દેવર્ષિ નારદના આદેશથી ગરુડ દેવે રામ અને લક્ષ્મણજીને નાગપાશ માંથી મુક્ત કરાવ્યા.

રામજીના ભગવાન હોવા ઉપર થઇ શંકા : રામજી વિષ્ણુના અવતાર હતા અને તે પોતાનું રક્ષણ નાગપાશથી ન કરી શક્યા. જેના કારણે જ ગરુડ દેવના મનમાં રામજીને લઈને ઘણા પ્રકારના પ્રશ્ન ઉભા થવા લાગ્યા. તો તે વિચારમાં પડી ગયા કે આ તો ભગવાનના સ્વરૂપ માનવામાં આવે છે, પરંતુ તે પોતાનું રક્ષણ નાગપાશથી ન કરી શક્યા. તેવામાં તે ભગવાન છે કે નહિ.

પોતાની આ દુવિધાને દુર કરવા માટે ગરુડ દેવે નારદમુનીને આ પ્રશ્ન કર્યો. રામજીએ ભગવાન હોવાના પ્રશ્ન સાંભળી નારદમુની હસતા હસતા ગરુડ દેવને કહ્યું કે તેમની પાસે એ પ્રશ્નનો જવાબ નથી. એટલા માટે તે તેનો જવાબ મેળવવા માટે બ્રહ્માજી પાસે જાય.

ગરુડ દેવ નારદમુનીની વાત માનીને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજી પાસે જઈને ગરુડ દેવે તેમને પૂછ્યું કે શું રામજી ભગવાન છે? આ પ્રશ્ન સાંભળીને બ્રહ્માજીએ તેને કહ્યું કે તમે શિવજી પાસે જાવ, તે તમને તેનો જવાબ આપી શકે છે. ગરુડ દેવ તરત શિવજી પાસે ગયા. તેમણે શિવજીને એ પ્રશ્ન કર્યો. શિવજીએ ગરુડ દેવને કાકભૂશુંડી પાસે મોકલી દીધા.

કાકભૂશુંડીએ સંભળાવી રામકથા : કાકભૂશુંડી પાસે ગરુડ દેવે રામજીના ભગવાન હોવા ઉપર પ્રશ્ન કર્યો. ત્યારે કાકભૂશુંડીએ તેને પૂરી રામકથા સંભળાવી અને કહ્યું કે શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ છે અને તે દરેક કામ પોતાના અવતારની મર્યાદામાં રહીને જ કરે છે. તે વાત સાંભળીને ગરુડ દેવનો સંદેહ દુર થઇ ગયો અને તેમને સમજાઈ ગયું કે રામજીએ ભગવાનના નર સ્વરૂપમાં અવતાર લીધો છે. એટલા માટે તટે દરેક કામને પોતાના અવતારની મર્યાદામાં રહીને જ કરે છે.

કોણ છે કાકભૂશુંડી : કાકભૂશુંડીના લોભશ ઋષિ શિક્ષક હતા. તેમનો જન્મ એક બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો અને તે શિક્ષણ મેળવવા માટે લોમશ ઋષિના આશ્રમ આવ્યા હતા. ત્યાં તેમણે લોમશ ઋષિ પાસે શિક્ષણ મેળવ્યું હતું. કહેવામાં આવે છે કે લોમશ ઋષિએ કાકભૂશુંડીને એક વખત શ્રાપ આપ્યો હતો.

કથા મુજબ લોમશ ઋષિને ભગવાન શિવજી પાસેથી વરદાન પ્રાપ્ત થયું હતું કે જ્યાં સુધી તેના શરીરના બધા રોમ ખલાસ ન થઇ જાય, ત્યાં સુધી તેમનું મૃત્યુ નહિ થાય. જયારે પણ લોમશ ઋષિ કાકભૂશુંડીને શિક્ષણ આપતા હતા, તે દરમિયાન તે બંને વચ્ચે ઘણા તર્ક-વિતર્ક થતા હતા.

આપ્યો કાગડો બનવાનો શ્રાપ : એક વખત તર્ક-વિતર્ક દરમિયાન કાકભૂશુંડીએ થોડું વધુ બોલી નાખ્યું. જેથી નારાજ થઈને લોમશ ઋષિએ તેને કાગડો બનવાનો શ્રાપ આપી દીધો હતો. શ્રાપ મળતા જ કાકભૂશુંડી કાગડો બની ગયા. જયારે લોમશ ઋષિનો ગુસ્સો શાંત થયો તો તેમને સમજાયું કે તેમણે જે કર્યું તે ખોટું હતું. ત્યારે લોમશ ઋષિ કાકભૂશુંડી પાસે ગયા. લોમશ ઋષિએ કાકભૂશુંડી પાસેથી શ્રાપ પાછો ન લીધો પરંતુ તેને રામમંત્ર અને ઈચ્છામૃત્યુનું વરદાન આપ્યું. ત્યાર પછી કાકભૂશુંડી શ્રીરામના ભક્ત બની ગયા અને રામ નામમાં લીન થઇ ગયા.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.