પ્રાથમિક સ્કૂલના આ શિક્ષક દરરોજ 8 કિમીનું અંતર કાપીને 78 બાળકોની ભૂખ દૂર કરી રહ્યા છે.

78 ભૂખ્યા બાળકોનું પેટ ભરવા રોજ 8 કિમીનું અંતર કાપીને જાય છે પ્રાથમિક સ્કૂલના આ શિક્ષક

લોકડાઉનમાં દરેક વ્યક્તિ હીરો છે, જે જરૂરતમંદોની મદદ કરી રહ્યા છે. આવા જ નાયકોમાં Zane Powlesનું નામ પણ આવે છે. વ્યવસાયથી ટીચર Zane Powles તે વ્યક્તિ છે જે દરરોજ 78 બાળકોની ભૂખ મટાડે છે. Zane Powles એ Grimsby પ્રાઈમરી સ્કૂલનો ટીચર છે. તે બાળકોને ખાવામાં બિસ્કિટ, સેનવીજ અને સફરજન કેવી વસ્તુઓ આપે છે.

તે દરરોજ લગભગ 8 કિમીનું અંતર પસાર કરી તે બાળકોનું પેટ ભરે છે. જેથી કોઈ બાળક લોકડાઉનના સમયમાં ભૂખથી તડપી શકે નહિ. ‘ધ ઈન્ડિપેન્ડેન્ટ’ સાથે વાતચીત દરમિયાન Zaneને જણાવ્યું કે લોકડાઉનના ચાલતા ઘણા પરિવાર મુશ્કેલીઓની હલતોમાં ગુજરી રહ્યા છે. સંઘર્ષના દિવસોમાં આ પરિવાર પાસે બાળકોને ખવડાવવા માટે ખાવાનું સુધી નથી. એટલા માટે સ્કૂલ મદદ માટે આગળ આવ્યું. ખાસ યોજના અંદર બાળકોને ખાવાનું પહુંચાડવામાં આવશે.

Zaneને જણાવ્યું કે આ પગલું સારું છે, કારણ કે આનાથી પરિવારના બાળકોનું પેટ ભરવા માટે બહાર જવું પડતું નથી. આમ તે એકસાથે પણ છે અને સુરક્ષિત પણ. Zaneની સાથે-સાથે સ્કૂલના Executive Kim Leach પણ બાળકોને બોપોરનું ભોજન પહુંચાડવાનું કામ કરે છે. લોકડાઉન દરમિયાન Zane Powles એક નાયકના રૂપમાં સામે આવ્યા છે અને ચારેય બાજુ તેમની પ્રશંસા થઇ રહી છે.

આ સમયે દુનિયામાં દરેક જરૂરતમંદ લોકોને Zane અને Kim Leach જેવા લોકોની જરૂરત છે.

ભારતમાં પણ આવા વ્યક્તિઓનો ટોટો નથી, ઘણા ગામ અને શહેરમાં જે વ્યક્તિઓને ખાવાનું મળતું નથી તેવા વ્યક્તિઓ સુધી આવા લોકોની દયાની સરવાણી પહોચે છે, કેટલાય પોલીસના જવાનો એમની ફરજ બજાવતા આવા લોકોને ખાવાનું પહોચાડવામાં મદદ કરી રહ્યા છે.

ઘણી ધાર્મિક સંસ્થાઓ પણ આ કાર્ય પુર ઝડપે કરી રહી છે, જેથી સમાજના નાનામાં નાના વ્યક્તિ સુધી ખોરાકની તમામ સામગ્રી પહોચાડી શકાય અને તેમને કદાચ ભૂખ્યા જાગવું પડે પણ તેઓ ક્યારે ભૂખ્યા સુવે નહિ, એની તકેદારી સમાજના દરેક વર્ગના લોકો કરી રહ્યા છે.