ફિલ્મ જગતની પ્રખ્યાત અભિનેત્રી જયાપ્રદાનો દીકરો છે ખુબ જ હૈડ્સમ, કરી ચુક્યો છે ફિલ્મોમાં એન્ટ્રી હા એન્ટ્રી જાણો

બોલીવુડ ઇન્ડસ્ટ્રી ઘણી બધી મોટી છે અને હાલના દિવસોમાં નવા નવા કલાકાર અને હોરોઈનનો પ્રવેશ આ ફિલ્મી દુનિયામાં થતો જ રહે છે. કોઈ કલાકાર ચમકી જાય છે અને જોત જ જોતામાં સુપરસ્ટાર બની જાય છે, તો અમુક કલાકારો દેખાતા જ નથી તેઓ ફિલ્મોમાંથી દુર થયા પછી શું કરી રહ્યા છે?

ઘણા બધા જુના કલાકારો છે જે એક સમયે બોલીવુડના જાણીતા કલાકારો માંથી એક હતા, પણ જેમ જેમ ઉંમર વધતી ગઈ તો તે લોકોએ અભિનય છોડીને કોઈ બીજી લાઈનમાં જવાનું સારું ગણ્યું.

આજે અમે આ પોસ્ટ દ્વારા એક એવા કલાકાર વિષે જણાવવાના છીએ, જે ઘણા ઓછા સમય માટે જ જોવા મળ્યા હતા. આમ તો તેમની ફિલ્મી દુનિયામાં શરૂઆત થઇ ગયેલ છે. અમે વાત કરી રહ્યા છીએ એક સમયમાં ઉત્તમ અને સુંદર કલાકાર રહી ચુકેલી અભિનેત્રી જયાપ્રદાના દીકરા વિષે.

તે તો બધાને ખબર છે કે જયાપ્રદા ફિલ્મી દુનિયાથી પોતાને અલગ કરીને રાજકારણમાં જતી રહેલ છે. હાલના દિવસોમાં કાંઇક એવું કરી જાય છે જેથી તે સમાચારમાં આવી જાય છે. હાલમાં જ એક સાંસદે તેમની ઉપર અભદ્ર ટીપ્પણી કરીને આરોપ લગાવ્યો હતો ત્યાર પછી તે એક વખત ફરીથી ચર્ચામાં હતી.

જયાપ્રદા ૫૬ વર્ષની છે, પણ એક જમાનામાં તેની ગણતરી સૌથી સુંદર અને ઉત્તમ કલાકાર તરીકે થતી હતી. તે છેલ્લા ૧૪ વર્ષથી રાજકારણમાં સક્રિય છે. તેમણે વર્ષ ૧૯૮૬ માં શ્રીકાંત નહાટ સાથે લગ્ન કર્યા હતા.

જાણકારી માટે જણાવી દઈએ કે તેમના પતિ શ્રીકાંતના જયાપ્રદા સાથે બીજા લગ્ન હતા, અને પોતાની પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા વગર જ તેમણે બીજા લગ્ન કરી લીધા. જયાપ્રદા અને શ્રીકાંતને પોતાનું કોઈ બાળક નથી પણ બન્નેએ એક દીકરો ખોળે લઇ લીધેલ છે જેનું નામ સિદ્ધ છે.

તમને જણાવી દઈએ કે જયાપ્રદાનો દીકરો સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર છે, અને તેમણે ઘણી બધી ફિલ્મોમાં કામ પણ કરેલ છે. જોવામાં તો એકદમ હેંડસમ છે. તેમણે વર્ષ ૨૦૧૬ માં બહાર પડેલ ફિલ્મ ઉપયયીરે ઉપયયીરેથી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરેલ હતી. આ ફિલ્મમાં તેની સાથે ખાસ કરીને સાથી હિરોઈન હંસિકા મોટવાની હતી.