આ ખેડૂતે એમેઝોન, વોલમાર્ટ અને લારી વાળાને આપી સીધી ટક્કર, બીજા ખેડૂતો પણ આ શીખી જાય તો આવક ડબલ થશે જાણો.

એમેઝોન, વોલમાર્ટ અને લારી વાળાને આ ખેડૂતે આપી સીધી ટક્કર, આવક ડબલ કરાવી હોય તો બીજા ખેડૂતો પણ શીખી જાય આ રીતને, જાણીલો.

આજે એક ખેડૂતે અમેજોન, વોલમાર્ટ અને લારી વાળાને સીધી ટક્કર આપી અને બીજા ખેડૂતોને પણ સીધો સાદો અને ચોખ્ખો સંદેશો આપ્યો, હવે તે પણ પોતાની લોહી પરસેવાની કમાણીને શાકભાજી માર્કેટમાં વેચવાનું બંધ કરીને ડાયરેક્ટ માર્કેટ કરે જેનાથી ખેડૂતોની આવક બમણી થઇ શકે છે.

આ ભાઈએ કારમાં શાકભાજીની અમઝોનની જેમ હોમડિલિવરી કરી, એ પછી ઘણી વાર સુધી રસ્તા ઉપર જ વોલમાર્ટની જેમ શાકભાજી નો મોલ ખોલી દીધો અને ત્યાર બાદ લારીવાળાની જેમ મોટા અવાજે ગીત ગાતો અને મસ્તીમાં ફર્યો અને શાકભાજી વેચી.

કુણી કૂણી કાકડી લઈલો….
લીલી લીલોતરી તાજી તાજી શાકભાજી લઇલો,
કાકડી, ધાણા, મરચા, ભીંડા, આવી ગયા છે વેચવા વાળા…

ધરતીની દરેક બધી કંપનીઓ પોતાના ઉત્પાદનો જાતે જ તો વેચે છે. પણ દુર્ભાગ્ય એ વાતનું છે કે આજના ભણેલા ગણેલા ખેડૂતોના ભણેલા ગણેલા છોકરાઓ પોતાની જ કાર વગેરે હોવા છતાં આપણા પોતાના ઉત્પાદનોને વેચવામાં શરમ મહેસુસ કરે છે.

સાંભળો જેમણે કરી શરમ, તેના ફૂટયા કરમ

એટલે શરમ મૂકી ને ડાયરેકટ સેલિંગ કરતા શીખો. સીધા ખેતરથી ઘરે પહોંચાડો. ટામેટાના સોસ બનાવીને મોટા 1 થી પાંચ દસ લીટર કે ઓર્ડર પ્રમાણે તાજા વેચી શકો. કે પછી જુદા જુદા લોટ જ તૈયાર કરીને વેચી શકો. મિન્સ જે ગ્રાહકો ને જે રીતેની પ્રોડકટ જોઈએ એ વચ્ચે બીજા કમાઈને કરોડપતિ થાય છે, તો ખેડૂત ખુદ જ એ પ્રોડકટ બનાવી ને કેમ ના વેચી શકે? ફેકટરી એટ ફાર્મ જેવા કોન્સેપટ પણ વિચારી શકો. ખાલી મહેનત કરે કાંઈ નઈ થાય, સાથે બુદ્ધિ ઉમેરસુ તો જ કમાણી થશે. એટલે ખાસ ઘેટાની જેમ એકની પાછળ એક ખેડૂત નુકશાનમા જાઓ એવું ના કરતા મહેનત સાથે બુદ્ધિનો સુમેળ કર્યા વિના છૂટકો જ નથી.

અભણ જાટ રોહતકી