પિતાને બેસ્ટ ફ્રેન્ડ માને છે આ 5 બોલીવુડ એક્ટર્સ, ખુલ્લા મનથી શેયર કરે છે દિલની વાત.

એક દીકરો હંમેશા માંની નજીક હોય છે, પિતા સાથે તેના સંબધમાં થોડું અંતર હોય છે. મોટાભાગે દીકરા પિતા સાથે વધુ ખુલીને નથી રહી શકતા. તેના મનમાં ડર કે સંકોચ રહે છે. આમ તો દરેક બાપ દીકરાની જોડી એવી નથી હોતી. ઘણી વખત પિતા પણ એટલા ખુલ્લા મનના હોય છે કે પોતાના દીકરાને બેસ્ટ ફ્રેન્ડ બનાવી લે છે.

તેવામાં આજે અમે તમને બોલીવુડના એ બાપ દીકરાની જોડીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જે એકબીજા સાથે પિતા પુત્ર તરીકે નહિ પરંતુ બે સારા દોસ્તોની જેમ રહે છે. આ કલાકારો પોતાના પિતા સાથે એટલા ફ્રેંક છે કે તેની સાથે દરેક પ્રકારની વાતો શેર કરી લે છે. તેના ઘરમાં રહેણીકરણી બાપ દીકરાથી વધુ દોસ્તો જેવી છે.

સલમાન ખાન :-

સલમાન ખાન બોલીવુડના સૌથી મોટા સ્ટાર છે, તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના સંબંધો સારી રીતે નિભાવવા માટે ઓળખાય છે. સલમાન ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પોતાના સંપૂર્ણ કુટુંબ સાથે રહે છે. સલમાનના પિતા સલીમ ખાન બોલીવુડના પ્રસિદ્ધ ગણવામાં આવતા લેખક છે. સલમાનને પોતાના પિતા સાથે ઘણું સારું બને છે. તે તેની સાથે દોસ્તની જેમ રહે છે. સલીમ સલમાનની સારી અને ખરાબ બંને બાબતો ઉપર પોતાની સલાહ આપે છે.

સની દેઓલ :-

સનીના પિતા બોલીવુડના હિમેન ધર્મેન્દ્ર છે. ધર્મેન્દ્ર પોતાના બંને બાળકોની ઘણા નજીક છે. ખાસ કરીને સની તો તેની આંખોનો તારો છે. ધર્મેન્દ્ર એક આધુનિક વિચારસરણી વાળા પિતા છે. તેનો અને સનીનો સંબંધ એકબીજા સાથે દોસ્તો જેવો જ છે. તે બંને એક બીજાને પોતાના મનની વાત ખુલીને કહેવાનું પસંદ કરે છે. સની પોતાના પિતાથી ક્યારે પણ કોઈ વાત છુપાવતા નથી.

ઋત્વિક રોશન :-

ઋત્વિક રોશનને સુપરસ્ટાર બનવામાં તેના પિતા રાકેશ રોશનનો ઘણો મોટો ફાળો રહેલો છે. તેમણે ઋત્વિકને નાનપણથી જ એક સારો માણસ અને સફળ અભિનેતા બનવા માટે પ્રેરિત કર્યો છે. ઋત્વિકે બોલીવુડમાં ડેબ્યુ પણ પોતાના પિતાની ફિલ્મ ‘કહો ના પ્યાર હે’ થી કરી હતી. ઋત્વિક પોતાના પપ્પાથી ઘણો નજીક છે. તેને પોતાના ખાસ દોસ્ત જેવા મને છે.

અભિષેક બચ્ચન :-

અભિષેક બચ્ચનના પિતા બોલીવુડના મહાન અભિનેતા છે. અમિતાભ અને અભિષેકનો સંબંધ બેસ્ટ ફ્રેન્ડ જેવો છે. તે બંને એક બીજા સામે ઘણા ખુલ્લા મનથી વાત કરે છે. આ બંનેએ સાથે ઘણી ફિલ્મોમાં કામ પણ કર્યું છે. તે ઘરમાં પણ બાપ બેટાની જેમ ઓછા અને જીગરી દોસ્તની જેમ વધુ રહે છે.

ટાઈગર શ્રોફ :-

જૈકી શ્રોફ પોતાના દીકરા ટાઈગર શ્રોફથી ઘણા નજીક છે. આ બંનેનો સંબંધ સારા દોસ્ત જેવો છે. તે દરેક સુખ દુઃખમાં એક બીજાને સાથ આપે છે. સ્ટાઈલની બાબતમાં પણ આ બાપ દીકરાની જોડી ઘણી સરસ છે. તે સાથે ફરે છે તો બાપ દીકરા ઓછા અને દોસ્ત જેવા વધુ લાગે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.