પિતા ચલાવતા હતા ગાડી હવે દીકરી ચલાવવા જઈ રહી છે રેલગાડી, આ છે હિમાચલની પહેલી ટ્રેન ડ્રાઈવરની સ્ટોરી.

પોતાનું સપનું સાકાર કરી બની ગઈ હિમાચલની પહેલી ટ્રેન ડ્રાઈવર, પિતા ચલાવતા હતા ગાડી

હિમાચલ પ્રદેશની દીકરી કિરણ આ રાજ્યની પહેલી મહિલા ટ્રેન ચાલિકા બનવા જઈ રહી છે. હિમાચલ પ્રદેશના કાંગડા જીલ્લાના પાલમપુર વિસ્તારની રહેવાસી કિરણ બાળપણથી જ ટ્રેન ચલાવવાના સપના જોઈ રહી હતી અને થોડા જ દિવસોમાં કિરણનું એ સપનું પૂરું થવાનું છે. જેની સાથે જ તે પોતાના રાજ્યની પહેલી એવી મહિલા બની જશે. જે ખાસ કરીને રેલગાડી ચાલક તરેકે પોતાની ફરજ બજાવશે. કિરણના પિતાના જણાવ્યા મુજબ તેની દીકરીનું ટ્રેન ચલાવવાનું સપનું હતું અને હવે તે પોતાનું સપનાને પૂરું કરવાની છે.

કાનપુરમાં લઇ રહી છે તાલીમ :-

કિરણ પાલમપુરના મસેરના ગામમાં પોતાના કુટુંબ સાથે રહે છે અને આ સમયમાં કાનપુરમાં રેલગાડી ચલાવવાની તાલીમ લઇ રહી છે. કિરણની આ તાલીમ ૨૫ માર્ચના રોજ પૂરી થવાની છે. ત્યાર પછી તે રેલગાડી ચલાવવા વાળી પહેલી હિમાચલ પ્રદેશની મહિલા બની જશે. તાલીમ પૂરી થયા પછી કિરણ આસીસ્ટન્ટ કો પાયલટ તરીકે રેલ્વે વિભાગમાં ફરજ બજાવશે.

કિરણના પિતા રાજેન્દ્ર કુમાર એસડીએમ પાલમપુરના ચાલક તરીકે ફરજ બજાવતા હતા અને હવે નિવૃત્ત થઇ ગયા છે. કિરણના પિતા રાજેન્દ્ર કુમારના જણાવ્યા મુજબ તેને ત્રણ બાળકો છે. જેમાં કિરણ બીજા નંબરની છે. કિરણ શરુઆતથી જ રેલગાડી ચલાવવાનું સપનું જોઈ રહી હતી. કિરણ અભ્યાસમાં હોંશિયાર હતી અને તેના શિક્ષકોએ તેને ઇલેક્ટ્રિકમાં ડિપ્લોમાં કરવાની સલાહ આપી હતી.

ત્યાર પછી કિરણે ત્રણ વર્ષ સુધી ડિપ્લોમા કર્યું. કિરણે આ ડિપ્લોમા કાંગડાની જ એક કોલેજ માંથી કર્યું છે. અને ડિપ્લોમા કર્યા પછી કિરણે આગળ ભણવાની ઈચ્છા વ્યક્તિ કરી. પરંતુ ઘર વાળાની સ્થિતિ એટલી સારી ન હતી કે તે આગળનો અભ્યાસ કરાવી શકે.

પરંતુ કિરણે કોઈ પણ રીતે ઘરવાળાને મનાવી લીધા અને કિરણે બીટેક કરવા માટે પંજાબના લોંગોવાલ મોકલી દેવામાં આવી. બીટેકનો અભ્યાસ પૂરો કરીને પછી કિરણે રેલ્વેમાં નોકરી માટે અરજી કરી.

કિરણે સારા માર્ક્સ મેળવી પોતાની પરીક્ષા પાસ કરી અને કિરણને નોકરી રેલ્વેમાં મળી ગઈ. કિરણની પસંદગી થયા પછી તેને તાલીમ માટે કાનપુર મોકલવામાં આવી. કાનપુરમાં ઘણો સમય સુધી તાલીમ લીધા પછી હવે વહેલી તકે જ કિરણ ટ્રેન ચલાવવા લાગી જશે. કિરણની આ તાલીમ પૂરી થવાની છે અને ૨૫ માર્ચે કિરણ હવે રેલગાડી ચાલક તરીકે સેવા આપશે.

વર્ષ ૧૯૮૮માં સુરેખા બની હતી પહેલી મહિલા રેલગાડી ચાલક

ભારતીય રેલ્વેની પ્રથમ મહિલા રેલગાડી ચાલક સુરેખા યાદવ બની હતી. સુરેખા યાદવે વર્ષ ૧૯૯૮માં રેલગાડી ચલાવી હતી અને તેની પહેલી પોસ્ટીંગ મહારાષ્ટ્રના છત્રપતિ શિવાજી ટર્મિનસમાં થઇ હતી. અને કિરણ હિમાચલ પ્રદેશની પહેલી એવી મહિલા છે. જે રેલગાડી ચાલક બનવા જઈ રહી છે. કિરણ હિમાચલ પ્રદેશની તમામ છોકરીઓ માટે એક ઉદાહરણ પૂરુ પાડી રહી છે અને છોકરીઓને પોતાના સપના પુરા કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.