દેશમાં પહેલી એફઆઈઆર ક્યારે, કોણે, કેમ અને ક્યાં નોંધાવી હતી, જાણવા માંગો છો?

જાણો દેશની સૌથી પહેલી એફઆઈઆર ક્યારે અને કોણે નોંધાવી હતી અને તે સમય કઈ ગુનાહિત પ્રવુત્તિ થઇ હતી?

એફઆઈઆર એટલે ફર્સ્ટ ઈંફોર્મેશન રીપોર્ટ વિષે આપણે બધા જાણીએ છીએ. જયારે કોઈ ગુનો થાય છે, તો પોલીસ તેને લેખિત સ્વરૂપમાં નોંધે છે. તેમાં ગુના સાથે જોડાયેલું વર્ણન આપવામાં આવે છે. જેમ કે પીડિત અને આરોપી કોણ છે, ગુનો શું છે વગેરે-વગેરે.

દરરોજ દેશભરમાં હજારો એફઆઈઆર નોંધાય છે. પણ શું તમે જાણો છો કે દેશમાં પહેલી એફઆઈઆર ક્યારે અને કોણે નોંધાવી હતી અને તે સમય કઈ ગુનાહિત પ્રવુત્તિ થઇ હતી?

160 વર્ષ પહેલા નોંધવામાં આવી હતી પહેલી એફઆઈઆર

દિલ્હી પોલીસે 18 ઓક્ટોબર, 1861 ના રોજ પોલીસ અધિનિયમ હેઠળ તેની પહેલી પ્રાથમિકી નોંધી હતી. આ રીપોર્ટ એક ચોરીની ઘટના વિષે હતી, જેને ઉત્તરી દિલ્હીની શાક માર્કેટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ભારતીય પોલીસ અધિનિયમ 1861 ના રોજ પોલીસ અધિનિયમ હેઠળ પોતાની પહેલી પ્રાથમિકતા નોંધી હતી, આ રીપોર્ટ એક ચોરીની ઘટના વિષે હતી, જેને ઉત્તરી દિલ્હીના શાક માર્કેટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. ભારતીય પોલીસ અધિનિયમ 1861 ના રોજ લાગુ થયા પછી તે પહેલી પ્રાથમિકી હતી. તેને ઉર્દુમાં લખવામાં આવી હતી.

દિલ્હી પોલીસે આ ઐતિહાસિક દસ્તાવેજને તેના ટ્વીટર હેન્ડલથી પોસ્ટ પણ કરી હતી.

રેકોર્ડ મુજબ, 1861 માં દિલ્હીમાં માત્ર પાંચ પોલીસ સ્ટેશન જ હતા અને શાકભાજી માર્કેટ તેમાંથી એક હતું. ચાર બીજા પોલીસ સ્ટેશન મુંડકા, મહરોલી, કોતવાલી અને સદર બજાર હતા.

કોનો અને શું સામાન થયો હતો ચોરી?

પહેલી પ્રાથમિકી કટરા શીશ મહેલ નિવાસી મોઈઉદ્દીન વલ્દ મોહમ્મદ યાર ખાને ઉત્તરી દિલ્હીની શાકભાજી માર્કેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ એફઆઈઆર હુક્કા, વાસણ અને કુલ્ફી જેવી વસ્તુની ચોરીના આરોપમાં નોંધાવવામાં આવી હતી.

પોલીસે ઉર્દુમાં લખેલી આ એફઆઈઆરનું અનુવાદ કરાવ્યું. જે મુજબ ફરિયાદકર્તાના ઘરેથી ખાવાનું બનાવવાના ત્રણ મોટા વાસણ, ત્રણ નાના વાસણ, એક વાટકો, એક કુલ્ફી, એક હુક્કા અને મહિલાઓના થોડા કપડાની ચોરી થઇ હતી. કુલ ચોરી થયેલા સામાનની કિંમત 45 આના (2 રૂપિયા 81 પૈસા) હતી.

દિલ્હી પોલીસ દ્વારા ટ્વીટ કરવામાં આવેલી એફઆઈઆરની કોપી તમે જીટીબી નગરના કિગ્સવે કેંપ રોડ ઉપર બનેલા પોલીસ મ્યુઝીયમમાં જોઈ શકો છો.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.