બ્રહ્મમુહુર્તમાં ખુલે છે બ્રહ્માંડના દ્વાર, બ્રહ્મમુહુર્તમાં ઉઠાવના આ લાભ જાણીને તમે ચોક્કી ઉઠશો.

જો તમે બ્રહ્મમુહુર્તમાં ઉઠવાનો પ્રયત્ન કરશો, તો તમને એના અટલા બધા લાભ મળશે કે કાલથી જ વહેલા ઉઠશો.

મુહૂર્તમાં સવારે 4:24 કલાકે બ્રહ્મમુહુર્ત શરુ થાય છે, જે 5:12 મિનિટે સમાપ્ત થાય છે. આ એક સામાન્ય જાણકારી છે. પરંતુ હવે બતવા જઈ રહ્યા છીએ કે બ્રહ્મમુહુર્તમાં ઉઠાવના શું ફાયદા છે? જુઓ બ્રહ્મમુહુર્તમાં ઉઠવાનો એ અર્થ નથી કે તમે સવારે 4:24 જ ઉઠો. તમે ક્યારે પણ 5:12 મિનિટ પહેલા ક્યારે પણ ઉઠી જાઓ છો તો એને બ્રહ્મમુહુર્તમાં ઉઠવાનું કહેવાય છે. જયારે તમે બ્રહ્મમુહુર્તમાં ઉઠો તો તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ સમય દરમિયાન તમે શું શું કરી શકો છો.

તમે મંત્ર જાપ કરી શકો છો, ધ્યાન કરી શકો છો, ભગવાનનું મનન કરી શકો છો, આ એક એવો સમય હોય છે કે જેમ કે મનુષ્યના શરીરમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે, તે તમે બધા જાણતા હશો. ગાય માતામાં પણ હોય છે, ગયા માતામાં દેવી દેવતાનો વાસ હોય છે એ તો બધાને ખબર છે, પરંતુ મનુષ્યમાં પણ હોય છે, એ લોકો ધ્યાન નથી અપાતા. મનુષ્યમાં પણ દરેક અંગમાં દેવી દેવતાનો વાસ હોય છે. અને આ બ્રહ્મમુહુર્ત એજ એક એવો સમય છે કે આ દેવી દેવતા મનુષ્યના શરીરમાં આવે છે. અને જાગ્રત અવસ્થામાં રહે છે. જાગ્રત અવસ્થા એટલે કે તમારા શરીરની ઉર્જા હોય છે, જે જીવાત્મા હોય છે, તેને આ નિયંત્રણમાં લે છે અને એક પ્રકારથી એનું જે ચક્ર હોય છે. એને ફરીથી ચાલુ કરે છે.

મતલબ બ્રહ્મમુહુર્તમાં જે વ્યક્તિ જાગી રહ્યો હોય છે, ઊંધતો ના હોય જાગતો હોય, તેના શરીરની જે ઉર્જા હોય છે, તેનું ચક્ર ત્યારે શરુ થાય છે, આગળના 24 કલાક માટે, જેનાથી શરીરના જેટલા પણ અંગો હોય છે એ સંપૂર્ણ રીતે કાર્ય કરવાનું શરુ કરી દે છે. ધમનીઓ બધી પુરી રીતે કાર્ય કરવાનું શરુ કરી દે છે, તમે અનુભવ કર્યો હશે કે કરશો, જો તમે બ્રહ્મમુહુર્તમાં ઉઠી જાઓ છો અને જો તમે કઈ ખાતા પીતા નથી, ફક્ત પાણી ગ્રહણ કરો છો, અને કાઈ ખાતા નથી, તો તમને 6 થી 7 વાગ્યા સુધી બહુ વધુ ભૂખ લાગે છે, અને તમને મહસૂસ થશે કે તમારા જમણી બાજુના અંગો બહુ જ વધારે સક્રિય થઇ ગયા છે, તમને તમારા પેટમાં ઘણી વધુ હલનચલન મહસૂસ થવા લાગશે, દોડભાગ મહસૂસ થશે અને એક ગરમી જેવું પણ મહસૂસ થશે અને આ ત્યારે જ કેમ થાય છે. જયારે તમે વહેલા ઉઠી જાઓ છો?

જો તમે 8 વાગે ઉઠો કે મોડા ઉઠો ત્યારે તમને આવું મહસૂસ નથી થતું. એનું કારણ આજ છે કે બ્રહ્મમુહુર્તમાં ઉઠવાથી તમારી જે ઉર્જા છે તે ફરીથી સંચારિત થવા લાગે છે, કારણ કે તમારા શરીર સાથે જે પણ દેવી દેવતા સંબંધિત તે એમનું કાર્ય કરી દે છે, તેનાતી ત્વચા સાથે જોડાયેલ રોગ છે તે નથી થતા. અને કોઈને થઇ ગયા હોય અને તે બ્રહ્મમુહુર્તમાં ઉઠે છે. તો ધીરે ધીરે તે ઠીક થવા લાગે છે, આ સિવાય એક જાણકારી જો તમે ઉઠી જાઓ છો બ્રહ્મમુહુર્તમાં અને આ સમયે તમે ધ્યાન કરો છો, જો ભગવાનનો જપ કરો છો, તો કરી શકો છો, પરંતુ માની લો તમે ફરવા પણ જાઓ છો, તો ફરીને પાછા આવ્યા પછી સુવાનું નથી. ક્યાં સુધી? જ્યાં સુધી સૂર્યોદય થાય ત્યાં સુધી. કોઈને તકલીફ હોય તો પ્રયત્ન કરવો કે 9 કે 10 વાગ્યા સુધી ના સૂઓ.

એનું કારણ એ છે કે તમે જયારે બ્રહ્મમુહુર્તમાં ઉઠો છો ત્યારે તમારી ઉર્જા સક્રિય થઇ જાય છે એ સમયે તમારું જે બ્રહ્મરંધ્ર તે સમયે સક્રિય થઇ જાય છે, જેને કારણે બ્રહ્મમુહુર્તમાં બ્રહ્માંડની જે ઉર્જા પડતી હોય છે. જો તમે સૂર્યોદયના દર્શન કરી લો છો, ત્યારે સૂર્યની ઉર્જા તેના ચરમ સીમા પર હોય છે, તે સમયે જે મનુષ્ય જાગી રહ્યો હોય પછી ભલે તમે ઘરના અંદર હોય કે બહાર જો સૂર્યોદય થઇ રહ્યો હોય અને તમે જાગી રહ્યા હોય, તો જેવી સૂર્યદેવનું અજવાળું પૃથ્વી પર પડે છે. ત્યારે સકારાત્મક ઉર્જા તમારામાં તેનો સંચાર થાય છે, અને તમારા બ્રહ્મરંધ્રથી સીધું તમારું શરીર તે ગ્રહણ કરી લે છે. જે સુતેલા વ્યક્તિનું નથી કરતુ. જો તમે કોઈ સિદ્ધિ કરી રહ્યા છો, તો તે વધી જાય છે. જેનાથી તમારું તપોબળ ઘણું વધી જાય છે.

એટલા માટે જે બ્રહ્મમુહુર્તમાં ઉઠે છે, તેના કેટલાય રોગો આપોઆપ ઠીક થઇ જાય છે. અને જયારે શરીરના બધા અંગો બરાબર કાર્ય કરતા થઇ જાય છે, ત્યારે શરીરના જે ઝેરી તત્વો તે પછીના 48 કલાકમાં નીકળવાની પ્રક્રિયા ઘણી ઝડપી થઇ જાય છે, જે તમારા શરીરના લોહીમાં ઝેરી તત્વો હોય, પેટમાં હોય, તે યુરિનના માધ્યમથી હોય કે પરસેવાના માધ્યમથી કે સંડાસના માધ્યમથી નીકળવાના શરુ થઇ જાય છે, કારણ કે તમારા શરીરનું જે ઉર્જા ચક્ર છે તે ગતિ કરતુ થઇ જાય છે. અને આ બ્રહ્મમુહુર્તમાં ઉઠવાનું જે દરરોજ કરે છે. તેને મહિનામાં જ ચહેરા ઉપર ચમક દેખાવા લાગે છે. તેનું કારણ આજ છે કે ઝેરી તત્વો ચાલ્યા જાય છે, શરીરના બધા અંગો સારી રીતે કાર્ય કરે છે. આ સમયે તમે તમારા ઇષ્ટ ભાગવાનું જપ કરો છો કે ધ્યાન કરો છો, બ્રહ્મમુહુર્તમાં બ્રહ્મરંધ્ર ખુલ્લું હોય છે. તેથી તમે કોઈપણ તમારા ઇસ્ટ દેવી દેવતાનું ધ્યાન કરો છો, તે સીધું તમારા ઇસ્ટ ભગવાન સુધી પહોચી જાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે ભગવાનનું જે આગમન થાય તે બ્રહ્મમુહુર્તમાં થાય છે. આ સિવાય પણ ઘણા લાભ છે. જો બ્રહ્મમુહુર્તમાં ઉઠવામાં આવે.

જુઓ વિડીયો :