સ્વસ્થ દેખાતો સિંહ અચાનક જ તળફળવા લાગ્યો, શું તેને ભૂત દેખાયું કે યમ, કે કોઇ અદ્રશ્ય શક્તિ? જુઓ વિડીયો

મિત્રો હમણાં સોશિયલ મીડિયા પર એક વિડીયો ઘણો શેયર થઈ રહ્યો છે. આ વીડિયોએ લોકોને ચકિત કરી દીધા છે. વિડીયોમાં જંગલનો રાજા ગણાતો એક સિંહ દેખાઈ રહ્યો છે. તે શરૂઆતમાં તો એકદમ સ્વસ્થ જણાઈ રહ્યો છે, પણ પછી અચાનક તેને કાંઈ થઈ જાય છે અને તે તળફળવા લાગે છે. થોડી સેકન્ડ પછી તે ગભરાયેલો જણાય છે. જાણે કે કોઇ તેનો પીછો કરી રહ્યું હોય એવું વર્તન કરે છે, અને પછી ઢળી પડે છે. વિડીયો જોઈને લોકોને સમજાઈ નથી રહ્યું કે, આવું કેમ થયુ હશે?

આ જોઈ લોકોના મનમાં જાતજાતના સવાલ ઉઠી રહ્યા છે જેમ કે, શું તેને ભુત દેખાયું? શું તેને યમ દેખાયા? કે કોઇ અદ્રશ્ય શક્તિ? લોકો આ બાબતે અલગ અલગ અભિપ્રાય રજુ કરી રહ્યા છે. જોકે કે આજના સમયમાં ભૂત કે અદ્રશ્ય શક્તિ જેવા જવાબો સ્વીકાર્ય નથી. આથી લોકો આ બાબતના જાણકાર પાસે યોગ્ય જવાબની આશા રાખી રહ્યા છે. તમે સિંહનો આ આશ્ચર્યચકિત કરી દેનારો વિડીયો આર્ટિકલના અંતમાં જોઈ શકો છો. તે પહેલા સોશિયલ મીડિયા પર લોકોએ આ બાબતમાં આપેલા કેટલાક અભિપ્રાય જોઈ લઈએ.

એક ભાઈ કહે છે કે, એક અજીબ વિડિઓ, જેણે જંગલના રાજાની આખરી ક્ષણને નજીકથી જોઈ. એને જોઇને લાગ્યુ કે કોઈ અજીબ શક્તિ પીછો કરી રહી હોય તેવો અહેસાસ થયો. જેમ કે મોતનો દૂત તેને જોઈ રહ્યો છે. અને તે ભાગવાની કોશિસ કરી રહ્યો છે, તેને મોતનો અહેસાસ થઈ ગયો છે અને તે જંગલનો સર્વશક્તિમાન રાજા હોવા છતાં ય કઇં પણ કરી શકવાને અસમર્થ છે, આને જ કદાચ ઇસ્વરની શક્તિ કહે છે.

અન્ય એક વ્યક્તિ કહે છે કે, જેમ મનુષ્યોને આવે છે તેવી વાઈ આવી છે, નોર્મલ છે થોડી વારમાં સારું થઈ જાય છે, આવુ જાણકાર-અનુભવી મિત્રોનુ કહેવુ છે.

અન્ય એક યુઝરે કહ્યું કે, આ રીતે અમારા બેલને થાતુ, જીભ બાર આવી જતી અને ફિણ આવતુ, થોડીક વારમાં નોમલ થય જાય છે.

એક યુઝરનું કહેવું છે કે આ ઝેરની અસર છે, તો એકનું કહેવું છે કે આ કુદરતી છે, તેને માનસિક સમસ્યા હશે.

એક વ્યક્તિએ જણાવ્યું કે, તેને બ્રેન સ્ટ્રોક થયું કે ખેંચ આવી છે.

કેટલાક વ્યક્તિનું કહેવું છે કે તેને સાપ કરડયો હશે. તો કેટલાક વ્યક્તિનું કહેવું છે કે તેને હાર્ટ અટેક આવ્યો હશે.

એક યુઝરનું કહેવું છે કે, તેને કોઈ વ્યક્તિ દ્વારા બેભાન કરવામાં આવ્યો છે, તો અન્ય એક યુઝરનું કહેવું છે કે તેને હિસ્ટોરીયા આવ્યું હશે.

એક વ્યક્તિનું આ બાબતે કહેવું છે કે, આને સામે મોત દેખાતું હતું એ નકી વાત છે. માનવી એની ઉપરથી ધડો લીધા જેવો છે, ભગવાન ભજો, આટલી વાત લાગશે.

એક વ્યક્તિનું કહેવું છે કે તેને ફોરેસ્ટ ગન દ્વારા ઇંજેક્શન આપવામાં આવ્યું હશે, અથવા તેનાથી સિંહ પર પ્રહાર કર્યો હશે.

એક યુઝરનું કહેવું છે કે, શકય છે માણસમાં જોવા મળતી ખેંચ કે એવી કોઈ બિમારી હોય શકે.

આમ મોટાભાગના લોકો તેને કોઈ શારીરિક સમસ્યા હોવાનું જ જણાવે છે. જોકે આ વિડીયો કદાચ 2013 ની આસપાસનો છે એવું જણાવવામાં આવી રહ્યું છે.

વિડીયોની લીંક :