સુરીંદર કપૂર બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા છે. તે બોલીવુડ અભિનેતાઓ અનીલ કપૂર, સંજય કપૂર અને બોની કપૂરના પિતા પણ છે. તેના નામ ઉપર મુંબઈમાં એક ચોકનું નામકરણ કરવામાં આવ્યું છે. આ ચોક મુંબઈના ચેબ્રુંર વિસ્તારમાં આવેલો છે.
ચોકના નામકરણના સમયે અનીલ કપૂર પણ પોતાના દીકરા અર્જુન કપૂર અને દીકરી જાહ્નવી કપૂર સાથે અહિયાં રહેલા જોવા મળ્યા. આ બધા ઉપરાંત સંજય કપૂર પણ પોતાની દીકરી શનાયા કપૂર સાથે અહિયાં હાજર રહ્યા હતા. મોહિત મારવાહ પણ અહિયાં જોવા મળ્યા. સંપૂર્ણ કપૂર પરિવાર અહિયાં ભેગા થયા હતા.
આ ચોકના નામકરણ વખતે એક ઘણી જ વિશેષ વસ્તુ જોવા મળી. આ પહેલી વખત હતું જયારે અનીલ કપૂરની બહેન રીના કપૂર સાથે તમામ ભાઈ એટલે કે બોની કપૂર, અનીલ કપૂર અને સંજય કપૂર પણ અહિયાં એકઠા થયા હતા. આવી રીતે જ ત્રણે ભાઈઓ એક સાથે પોતાની બહેન રીના સાથે અહિયાં એક જ ફ્રેમમાં જોવા મળ્યા હતા.
ચોકનું ઉદઘાટન રીના કપૂર મારવાહે પોતાના હાથથી કર્યું. આ સમયે અહિયાં તમામ ઘણા જ ખુશ જોવા મળી રહ્યા હતા. બધાને એક સ્થળ ઉપર જોઇને તેના પ્રશંસક પણ ઘણા ખુશ થઇ રહ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર તેની તસ્વીરો ઉપર પ્રેમ પણ વરસાવી રહ્યા છે.
જાહ્નવી કપૂર જે ફિલ્મ ધડકમાં જોવા મળી હતી અને જેણે પોતાની ડેબ્યુ ફિલ્મમાં જ પોતાની પ્રતિભાનો જાદુ પાથર્યો હતો, તે રેગ્યુલર આછા બ્લુ કલરના સૂટમાં જોવા મળી હતી. તે દરમિયાન તેની સુંદરતા જોવા જેવી હતી. સોનમ કપૂર પણ ઓછી સુંદર જોવા મળતી ન હતી.
તેણે પરંપરાગત ડ્રેસ પહેર્યો હતો અને તેમાં પણ તેની સુંદરતા નીખરીને સામે આવી રહી હતી. સાથે જ પરિવારના બીજા સભ્યો પણ ઘણા સારા લાગી રહ્યા હતા અને સાથે જ તે જોઇને દરેકને સારું લાગી રહ્યું હતું, કેમ કે પરિવાર જયારે સાથે હોય છે, તો ભર્યું ભર્યું લાગે છે, તો તેની સુંદરતા જોવા જેવી લાગે છે.
and grandchildren continue his production his legacy and his family name ahead… thank u to all the people of Chembur to make this chowk a reality… our family strives to entertain all of u because my grand father made his to this profession pic.twitter.com/pRylR6kF5i
— Arjun Kapoor (@arjunk26) February 6, 2020
સુરીંદર કપૂર, જેના નામ ઉપર ચોકનું નામકરણ કરવામાં આવ્યું છે તેણે પોતાના જીવનનો મોટા ભાગનો સમય ચેંબુર વિસ્તારમાં જ પસાર થયું હતું. ફિલ્મ નિર્માતા તરીકે સુરીંદર કપૂરે બોલીવુડમાં પોતાની એક અલગ છાપ છોડી છે. સુરંદર કપૂરના નામ ઉપર ચોકનું નામ રાખવાના અવસર ઉપર કપૂર ફેમીલી જે એક સાથે અહિયાં એકઠું થયું.
He came to this city with my grandmother not knowing what the future holds for him. He was maybe an outsider to this industry but he carved his way thru from being an assistant in Mughal e azam to having his kids pic.twitter.com/9DdAlrh5Ke
— Arjun Kapoor (@arjunk26) February 6, 2020
તેની ઘણી બધી તસ્વીરો સોશિયલ મીડિયા ઉપર આ સમયે વાયરલ થઇ રહી છે. આ તસ્વીરોને તેના ફેંસ તરફથી ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ફેંસ ન માત્ર આ તસ્વીરો ઉપર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, પરંતુ તેને શેર પણ ઘણા કરી રહ્યા છે.
Congratulations on a much deserved honour for dad #surinderkapoor @AnilKapoor @BoneyKapoor Sanjay Kapoor #greatstuff pic.twitter.com/jIqdJ36nsc
— Andre Timmins (@WizAndreTimmins) February 6, 2020
જાહ્નવી કપૂરની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તે ફિલ્મ રુહી અફજામાં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ હશે. મુવીમાં જાહ્નવી કપૂરને બે પ્રકારની ભૂમિકા નિભાવતા જોવા મળશે. એટલું જ નહિ ફિલ્મ દોસ્તાના ૨ અને તખ્તમાં પણ જાહ્નવી કપૂરને આવનારા સમયમાં જોઈ શકાશે.
જ્યાં સુધી અનીલ કપૂરની વાત છે, તો તેની ફિલ્મ મલંગ હાલ માં જ રીલીઝ થઇ છે. જેમાં તે આદિત્ય રોય કપૂર સાથે જોવા મળશે. આમ તો બોક્સ ઓફીસ ઉપર આ ફિલ્મને સારી પ્રતિક્રિયા ન મળી શકી. અને સોનમ કપૂર જે જોયા ફેક્ટરમાં અંતિમ વખત જોવા મળી હતી, જે પણ બોક્સ ઓફીસ ઉપર કોઈ ખાસ કમાલ ન કરી શકી હતી.
આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.