દેશમાં 3 ચરણમાં પૂરું થશે લોકડાઉન, આ તારીખથી ખુલશે હોટલ, રેસ્ટોરેન્ટ, મોલ.

3 ચરણમાં ખુલી જશે આખું ભારત, આ તારીખથી મેળવી શકશો હોટલ, રેસ્ટોરેન્ટ અને મોલનો આનંદ

કંટેનમેંટ ઝોનમાં ચાલુ રહેશે લોકડાઉન, અન્ય સ્થળોએ 3 તબક્કામાં છૂટછાટ આપવામાં આવશે

અનલોક 1 માં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા આવવા માટે કોઈ પણ પ્રકારના પાસની જરૂર રહેશે નહીં.

નવી માર્ગદર્શિકા અનલોક 1 અને લોકડાઉન 5.0 : અનલોક 1 માટે ગૃહ મંત્રાલય દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. નવી માર્ગદર્શિકા મુજબ કંટેનમેંટ ઝોનની બહાર તબક્કાવાર રીતે છૂટછાટ આપવામાં આવશે.

નવી દિલ્હી, કોરોનાવાયરસ સામે પહોચી વળવા માટે દેશમાં ફરી એકવાર લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. લોકડાઉન 5.0 ને કેન્દ્ર સરકાર દ્વારા અનલોક 1 નું નામ આપવામાં આવ્યું છે. અનલોક 1 માટે ગૃહ મંત્રાલય દ્વારા નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. નવી માર્ગદર્શિકા અનુસાર, કંટેનમેંટ ઝોનમાં હજી પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે, પરંતુ અન્ય સ્થળોએ ધીરે ધીરે છૂટ આપવામાં આવશે. આ માર્ગદર્શિકા 1 જૂનથી 30 જૂન સુધી ચાલુ રહેશે.

અનલોક 1 માં મળશે આ છૂટ

ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર, અનલોક 1 માં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવવા જવા માટે કોઈપણ પ્રકારના પાસની જરૂર રહેશે નહીં.

મંદિર-મસ્જિદ-ગુરુદ્વારા-ચર્ચ ખોલી દેવામાં આવશે. અનલોક 1 માં 8 જૂનથી રેસ્ટોરન્ટ ખુલી જશે.

નવી ગાઇડલાઇન્સ પ્રમાણે હવે દેશના તમામ ભાગોમાં રાત્રે 9 થી સવારે 5 વાગ્યા સુધી હવે રાત્રી કર્ફ્યુ રહેશે. જો કે, આવશ્યક વસ્તુ માટે કોઈ પણ પ્રકારનો કર્ફ્યુ રહેશે નહીં. અત્યાર સુધી તે સાંજે 7 વાગ્યાથી સવારના 7 વાગ્યા સુધી હતું.

હવે અનલોક 1ના બીજા તબક્કામાં સ્કૂલ કોલેજ ખોલવાનો સરકાર નિર્ણય લેશે. રાજ્ય સરકારોને આ નિર્ણય માટે સત્તા આપવામાં આવી છે.

અનલોક 1 માં હશે 3 તબક્કાઓ

તબક્કો 1

8 જૂન પછી આ સ્થળો ખુલશે

ધાર્મિક સ્થળો/પૂજા સ્થાનો.

હોટેલ, રેસ્ટોરન્ટ અને હોસ્પિટાલિટી સંબંધિત સેવાઓ.

શોપિંગ મોલ્સ.

આરોગ્ય મંત્રાલય તેના માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા બહાર પાડશે, જેથી સામાજિક અંતરને યોગ્ય રીતે અનુસરી શકાય.

તબક્કો 2

રાજ્ય સરકારની સલાહ લીધા બાદ શાળાઓ, કોલેજો, શિક્ષણ, તાલીમ અને કોચિંગ સંસ્થાઓ ખોલવામાં આવશે.

સંસ્થાઓના ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો સંસ્થા સાથે જોડાયેલા બાળકોના માતાપિતા સાથેના આદાનપ્રદાનના આધારે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાનું નક્કી કરી શકે છે.

રાજ્ય સરકારનો પ્રતિસાદ મળ્યા પછી આ સંસ્થાઓ ખોલવાનો નિર્ણય જુલાઈમાં લેવામાં આવી શકે છે. તેના માટે આરોગ્ય મંત્રાલય પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયા બહાર પાડશે.

તબક્કો 3

નીચેની કામગીરીઓ ફરીથી શરૂ કરવા માટે, પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને નિર્ણય લેવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ.

મેટ્રો રેલ.

સિનેમા હોલ, જિમ, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, થિયેટર, બાર, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ અને આવા સ્થળો.

સામાજિક, રાજકીય, રમત-ગમત મનોરંજન, એકેડમી, સાંસ્કૃતિક કાર્યો, ધાર્મિક કાર્યક્રમો અને અન્ય મોટા પ્રસંગો ઉપર નિર્ણય પરિસ્થિતિનું મુલ્યાંકન કર્યા પછી નક્કી કરવામાં આવશે.

લોકડાઉન 5.0 માં ઘણા મોટા પડકારો

લોકડાઉન 5.0 માં, દેશ સામે બે પડકારો છે. એક તરફ આર્થિક કામગીરીમાં છૂટછાટ દ્વારા અર્થવ્યવસ્થાને ફરી વખત પાટા ઉપર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે, બીજી તરફ, ઝડપથી ફેલાતા કોરોનાવાયરસને નિયંત્રિત કરવો પડશે.

મધ્યપ્રદેશે કરી 15 જૂન સુધીની જાહેરાત

કેન્દ્ર સરકાર પહેલા મધ્યપ્રદેશ સરકારે લોકડાઉન 15 જૂન સુધી લંબાવાની જાહેરાત કરી દીધી હતી. મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે તેમના એક નિવેદનમાં કહ્યું છે કે પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકડાઉન સંપૂર્ણ રીતે ખોલી શકાય તેમ નથી, તેથી સરકારે એ નિર્ણય કર્યો છે કે લોકડાઉન અવધિ 15 જૂન સુધી વધારવામાં આવશે. જો કે, આ અંગેની શું માર્ગદર્શિકા હશે, તે આગામી એક કે બે દિવસમાં સ્પષ્ટ થઈ જશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.