20 વર્ષમાં તૈયાર થઇ દુનિયાની સૌથી લાંબી રેલની સુરંગ, સપ્ટેમ્બરમાં થશે ઉદઘાટન.

દુનિયાની સૌથી લાંબી અને ઊંડી રેલ સુરંગ પૂર્ણ રીતે તૈયાર થઇ ચુકી છે. આ સ્વીટ્જરલૈંડમાં આલ્પસ પર્વતના હજારો ફિટ નીચે બનાવવામાં આવી છે. ગોટહાર્ડ બેસ સુરંગ(જીબીટી) સ્વીટ્જરલૈંડના યુરીના સેન્ટ્રલ કૈંટનના ઇર્સ્ટફેલ્ડથી શરુ થઇ સધર્ન ટીસીનો કૈંટનના બોડિયો સુધી ચાલશે. આનાથી હવે જ્યૂરિખ થી મિલાન વાચકક્સહે 2 કલાક 40 મિનિટનો સમય લાગશે. સુરંગને બે ભાગમાં વહેંચવામાં આવી છે.

ગોટહાર્ડ બેસ સુરંગ (જીબીટી)નું ખુદાઈ દરમિયાન ઈન્જીનીયરોએ 73 અલગ અલગ પ્રકારના પત્થરોનું ખોદકામ કર્યું હતું. આમાંથી કેટલાક ગ્રેનાઈડની જેમ કડક અને કેટલાક ચિનાઈ માટી જેમ મુલાયમ હતા. આ દરમિયાન 2.8 કરોડ ટન પત્થર કાઢવામાં આવ્યા. પાટા, વીજળી અને કેબલ સ્થાપિત કરવામાં 2500 થી વધારે મજૂરોને લગાવવામાં આવ્યા હતા.

આ ડબલ સુરંગ 57 કિલોમીટર લાંબી અને સપાટીથી 2.6 કિલોમીટર નીચે છે. અહીં તાપમાન 46 ડિગ્રી સેલ્સિયર્સ સુધી છે. આની ઉપર ઉંચા-ઉંચા પહાડ છે. આને બનાવવામાં લગભગ 20 વર્ષ લાગ્યા. આને બનાવવાની શરૂઆત 1996 માં શરુ થઇ.

આને 1 જૂન 2016એ ખોલવામાં આવ્યું અને માલવહન સેવા 11 ડિસેમ્બર 2016એ શરુ થઇ હતી. હજુ સુધી દુનિયામાં સૌથી લાંબી સુરંગ જાપાનની 53.9 કિમી ‘સેઇકન રેલ’ હતી. પરંતુ હવે આ ઉપલબ્ધી ગોટહાર્ડ નામ થઇ ગઈ.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.