જો પાંચાલ કુમારી દ્રૌપદી ના કરત આ 5 ભૂલો, તો મહાભારત ના થયું હોત.

દ્રૌપદીની આ પાંચ ભૂલોના કારણે થયું મહાભારત, જાણો કઈ છે તે ભૂલો. મહાભારતની કથામાં એક તરફ જ્યાં એકથી એક ચડિયાતા પુરુષ જેમાં ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, યુધીષ્ઠીર, દુર્યોધન, કર્ણ, ભીમ, અર્જુન, શ્રીકૃષ્ણ વગેરે છે. તો બીજી તરફ મહાભારતમાં મહિલાઓના યોગદાનને પણ ભૂલી શકાય તેમ નથી. આ કથામાં ગાંધારી, કુંતીથી લઈને દ્રૌપદી સુધી ઘણી એવી મહિલાઓ છે, જેના વગર મહાભારતની કથા પૂરી થતી નથી. તેમાંથી દ્રૌપદીનું પાત્ર સૌથી મુખ્ય ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે દ્રૌપદીનું આખું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યું છે, એટલા માટે ચરિત્ર્ય અને જીવનને સંપૂર્ણ જાણવું ઘણું કઠીન છે.

માન્યતા છે કે દ્રૌપદીને માત્ર કૃષ્ણ જ સમજી શકતા હતા, તેનું કારણ એ હતું કે બંને મિત્ર હતા. આજે અમે તમને દ્રૌપદીની એ પાંચ ભૂલો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જેના કારણે સંપૂર્ણ ભારતનો ઈતિહાસનો ઈતિહાસ જ બદલાઈ ગયો અને તે ભૂલો મહાભારત યુદ્ધનું કારણ બની.

સ્વયંવર માંથી કર્ણનું નિષ્કાસન અને અપમાન : કહેવામાં આવે છે કે દ્રૌપદી, કર્ણને પસંદ કરતી હતી અને સ્વયંવરમાં દ્રૌપદીએ કર્ણને પસંદ કરવાનો વિચાર કરી લીધો હતો. પરંતુ જેવી ખબર પડી કે કર્ણ સુતપુત્ર છે, તો દ્રૌપદીએ પોતાનો વિચાર બદલી નાખ્યો. તેમ જ કર્ણને સ્વયંવરમાં ભાગ લેવા ન દીધો અને તેને અપમાનિત કરવામાં આવ્યો. જો દ્રૌપદીએ એવું ન કર્યું હોત, તો કદાચ ઈતિહાસ કંઈક અલગ જ હોત. આમ તો એક કથા એ પણ છે કે રાજા દ્રુપદ પોતાની દીકરી દ્રૌપદીના લગ્ન એવી વ્યક્તિ સાથે કરાવવા માંગતા હતા, જે દ્રોણાચાર્યનો વધ કરી શકે અને ગુરુ દ્રોણનો વધ માત્ર અર્જુન જ કરી શકતા હતા.

પાંડવોની પત્ની બનવાનો સ્વીકાર કરવો : દ્રૌપદી સ્વયંવરમાં એકલા અર્જુને જ દ્રૌપદીને જીતી હતી, પરંતુ દ્રૌપદી પાંચે પાંડવોની પત્ની બની. જો તે શરત સ્વીકાર ન કરી હોત તો કદાચ ઈતિહાસ કંઈક અલગ જ હોત. દ્રૌપદીએ કુંતી અને ઋષિ વ્યાસના કહેવાથી પાંચે પાંડવો સાથે લગ્ન કરવાનું સ્વીકાર્યું હતું. આમ તો જો દ્રૌપદી પાંચે પાંડવોની પત્ની ન હોત તો તેને અપમાનનો સામનો ન કરવો પડત અને મહાભારતનું પુદ્ધ ન થાત.

દુર્યોધનનું અપમાન મોંઘુ પડ્યું : ઇન્દ્રપ્રસ્તમાં જયારે યુધીષ્ઠીરનો રાજ્યાભિષેક થયો તે સમયે દુર્યોધન પણ ત્યાં આવ્યો હતો અને ત્યાં દ્રૌપદીએ દુર્યોધનને આંધળાનો પુત્ર આંધળો કહ્યો હતો. તે વાત દુર્યોધનને હ્રદયમાં લાગી ગઈ અને તેણે અપમાનનો બદલો લેવાનું નક્કી કર્યું. ત્યાર પછી દયુતક્રીડામાં દુર્યોધને શકુની સાથે મળીને પાંડવોને ફસાવ્યા અને ઇન્દ્રપ્રસ્ત સહીત દ્રૌપદીને દાવ ઉપર લગાવવા મજબુર કરી દીધા. જુગારની આ રમતે જ મહાભારતની સમુર્ણ ભૂમિકા લખી દીધી હતી.

પાંડવોને યુદ્ધ માટે પ્રેરિત કરવા : દ્રૌપદી વસ્ત્રહરણ પછી દ્રૌપદીએ પાંડવોને કહ્યું કે જો દુર્યોધન અને તેના ભાઈઓ સામે તમે બદલો નથી લઇ શકતા તો તમને પાંચે ભાઈઓને ધિક્કાર છે. દ્રૌપદીએ ભીમને કહ્યું કે જ્યાં સુધી તમે મારા વાળ માટે દુશાસનની છાતીનું લોહી નહિ લાવો, ત્યાં સુધી આ વાળ ખુલ્લા રહેશે. ત્યાર પછી ભીમે સોગંધ ખાધા કે હું દુર્યોધનની જાંગ ગદાથી તોડીશ અને દુશાસનની છાતીનું રક્તપાન કરીશ. કરને દ્રૌપદીના ચીરહરણ વખતે કહ્યું હતું કે જે સ્ત્રી પાંચ પતિઓ સાથે રહી શકે છે, તેનું શું સન્માન. તે વાત દ્રૌપદીના દિલમાં લાગી ગઈ અને તે અર્જુનને તે વાત માટે હંમેશા ઉશ્કેરતી રહી કે તેને કર્ણનો વધ કરવાનો છે.

જયદ્રથની ખરાબ દ્રષ્ટિ : દયુતક્રીડા તેમાં પોતાનું રાજ પાટ બધું ગુમાવ્યા પછી પાંડવોને 13 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો અજ્ઞાતવાસ મળ્યો. તે દરમિયાન દુર્યોધનના બનેવી જયદ્રથની દ્રૌપદી ઉપર ખરાબ દ્રષ્ટિ પડી ગઈ અને તેણે દ્રૌપદીનું હરણ કરવાનો પણ પ્રયત્ન કર્યો, પરંતુ અર્જુને દ્રૌપદીને બચાવી લીધી. પાંડવ તો ત્યાં જયદ્રથનો વધ કરી શક્યા હોત, પરંતુ દ્રૌપદીએ એમ કરવાથી રોકી દીધા અને તે તેની મોટી ભૂલ સાબિત થઇ. દ્રૌપદીએ વધ કરવાને બદલે તેનું અપમાન કરવાનો નિર્ણય લીધો અને જયદ્રથના વાળનું મુંડન કરાવી દીધું અને સમગ્ર લોકો સામે અપમાનિત કર્યા. ત્યાર પછી જયદ્રથ અપનામનો ઘૂંટડો પીઈને જીવતો રહ્યો અને મહાભારતના યુદ્ધમાં તેણે અર્જુનના પુત્ર અભિમન્યુનો વધ કરી તેનો બદલો લીધો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.