થેલીને દાંતથી ફાડીને કેનમાં દૂધ ભરતો દેખાયો દૂધવાળો, કોરોના ફેલાવાનો ભય.

ઘરે ઘરે જઈને દૂધ વેચવાવાળો દાંતથી દૂધની થેલી ફાડીને કેનમાં દૂધ ભરતો દેખાયો, આ રીતે કોરોના ફેલાવાનો ભય વધી શકે છે

રાજસ્થાનના ભરતપુરમાં એક દુધવાળાની કરતૂત સામે આવી છે, જે કેમેરેમાં કેદ થઇ ગઈ છે. દુધવાળાની આ હરકતનો વિડિઓ સામે આવ્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે તે કેનમાં દૂધ લઈને શહેરમાં દૂધ વેચવા આવે છે, પરંતુ જયારે દૂધ ઓછું પડે છે. ત્યારે તે એક દુકાનેથી દૂધની થેલીઓ ખરીદે છે. પછી પોતાના દાંત વડે દૂધની થેલીને કાપીને કેનમાં ભરે છે.

જે રીતે દૂધ વેચવા વાળો વ્યક્તિ પોતાના દાંત વડે દૂધની થેલીઓ કાપીને કેનમાં ભરે છે. તેનાથી કોરોનાનો ચેપ દૂધ વડે હજારો લોકો સુધી પહોંચીને લોકોને ચેપ લગાડી શકે છે.

આ ઘટના મથુરા ગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મંગળવારે વીજળીઘર ચાર રસ્તાની છે. જ્યાં ચાર રસ્તા પાસે જ એક સરસ બુથ આવેલ છે. આ બુથની સામે દૂધ વેચવાવાળો વ્યક્તિ ત્યાં તેની બાઈક ઉપર દૂધના કેનમાં લઈને પહોંચે છે, પછી જયારે દૂધ કેનમાં ઓછું પડે છે, તો તે બુથ ઉપરથી દૂધની કેટલીય થેલીઓ ખરીદે છે. તે પછી પોતાના દાંતો વડે થેલીને કાપીને દૂધના કેનમાં ભરે છે.

આ દૂધવાળો આ દૂધને પછી આખા શહેરમાં ઘરે ઘરે જઈને વેચે છે. અને જે રીતે દુધવાળાએ પોતાના દાંતો વડે થેલીને અડ્યા પછી તેને કાપીને કેનમાં ભરીને લોકોના ઘરે ઘરે વેચે છે, તેનાથી હજારો ઘરોમાં કોરોનનો ચેપ સરળતાથી ફેલાઈ શકે છે, જેનાથી ફક્ત શહેરી લોકો મોટી મુસીબત સાબિત થઇ શકે છે. પરંતુ તેનાથી જિલ્લા પ્રસાસનની ચિંતા પણ વધી શકે છે.

ધ્યાન રાખવા જેવી બાબત છે આ સમયે ભરતપુર જિલ્લામાં કોરોનાના ચેપી રોગોની સંખ્યા 130 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 4 દર્દીનું મૃત્યુ થઇ ગયું છે. પરંતુ આ બધા વચ્ચે દુધવાળાની આ ઘટના સામે આવી છે.

મથુરા ગેટ પોલીસ સ્ટેશનના અધિકારી રાજેન્દ્ર શર્માએ જણાવ્યું કે એક વિડિઓ સામે આવ્યો છે. જેમાં જોવા મળે છે કે એક દૂધ વેચવાવાળો દુધના બુથથી દુધની થેલીઓ ખરીદીને પોતાના દાંત વડે કાપીને દુધના કેનમાં નાખે છે, અને પછી તેને લોકોને વેચે છે. આ બાબતની તપાસ કરીને અદાલતી કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય પહેલા પણ આવી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સિવાય કોરોના દરમિયાન જ ભરતપુરમાં એક ફ્રુટ વેચતા વેપારીની થુંક લગાડીને ફળને વેચાતો વિડીયો CCTV કેમેરામાં ઝડપાઈ ગયો હતો. જેનો ખ્યાલ આવતા પીડિત વ્યક્તિએ તેની વિરુદ્ધ કેસ નોધાવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો, પણ ત્યારે તે વ્યક્તિ ભાગી ગયો હતો, જેની શોધ માટે પોલીસ પ્રયત્ન કરી રહી છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.