મકર રાશિમાં થયો ચંદ્રમાનો સંચાર, આ 9 રાશિઓને ભાગ્યોદયના છે પ્રબળ યોગ.

મેષ રાશિ :

આજે તમને બધા પ્રકારના દુઃખોથી છુટકારો મળશે. જો તમે જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવા માંગો છો, તો નિર્ણય તે લેવો જે તમારા દિલથી હોય, મગજથી નહિ. વૈભવીની વસ્તુઓ પર ખર્ચ વધશે. અનૈતિક કામોથી દૂર રહો. જો કોઈ વ્યક્તિ ભૂતકાળમાં તમને દગો આપી ચુક્યો છે, તો આજે તે કેટલો પણ વિશ્વાસપાત્ર કેમ ન લાગે પણ તેના પર વિશ્વાસ ન કરો. ઉતાવન અને બેદરકારીથી મોટું નુકશાન થઇ શકે છે.

વૃષભ રાશિ :

આજે ભાઈઓથી લાભ થશે. રોકાણ કરવા માટે આ દિવસ સારો નથી એટલા માટે રોકાણ કરવાથી બચો. વિરોધી સક્રિય રહશે. કોઈ નજીકના વ્યક્તિના કારણે તણાવ રહશે. કોઈ મોટું કામ થવાના કારણે પ્રસન્ન રહેશો. પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્યની ચિંતા રહશે. મિત્રો અને પરિવારના સભ્યો સાથે પોતાના મતભેદો દૂર કરવાનો પ્રયત્ન કરો. વાણીમાં સૌમ્યતા રહશે પરંતુ સ્વભાવમાં ચિડચિડાપણું પણ થઇ શકે છે.

મિથુન રાશિ :

સાધનોની પર્યાપ્તતા બની રહશે. ગુરુવારનો દિવસ દિલચસ્પ રહશે. ઘણા સમયથી ચાલતી આવેલી સમસ્યાઓનું નિવારણ થશે. વર્તમાન સમય શાંતિપૂર્ણ વીતશે. ગુસ્સાએ નિયંત્રણમાં રાખો. આજે તમારું કૌશલ, કામકાજી સરળતા અને તમારી મહેનત કરવાની ક્ષમતા ચરમ સીમા પર રહશે, પરંતુ તમે આનો પ્રયોગ પોતાની ઉન્નતિ માટે કરો. રોકાયેલા કામ પૂર્ણ થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. વિવાદને વધારો નહિ.

કર્ક રાશિ :

ઝડપથી બદલતા વિચારોના કારણે નિર્ણય લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. વાતોને શાંતિપૂર્વક નિવારણ કરવાનો પ્રયાસ કરો. આજે કંઈક નવું કરવાની તક મળશે, આનાથી પાછળ ન હતો. આર્થિક જીવન સામાન્યથી સારું રહશે. પારિવારિક જીવન સુખદ રહશે. સંબંધમાં મધુરતા આવશે. મિત્રોના સહયોગથી આવકમાં વૃદ્ધિના સાધન વિકસિત થશે. સંતાન સુખમાં વૃદ્ધિ થશે.

સિંહ રાશિ :

આવનારી સમસ્યાઓ તમારા માનસિક સુખને નષ્ટ કરી શકે છે. ઓછું બોલીને વાદ-વિવાદ કે મનમોટવથી દૂર કરી શકશો. ખર્ચની માત્ર વધશે. આધ્યાત્મિક ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત થશે. સંતાન અને પત્ની તરફથી લાભ થશે. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. પરંતુ અતિ ઉત્સાહી થવાથી બચો. અનિયોજિત ખર્ચમાં વૃદ્ધિ થઇ શકે છે. માંગલિક પ્રસંગ આયોજિત કરવામાં આવશે. પોતાના મનોભાવ પોતાના મિત્રોની સામે ઉજાગર ન કરો.

કન્યા રાશિ :

આજે તમે કોઈ મહત્વપૂર્ણ કામ સમય પહેલા સમાપ્ત કરી શકો છો. નવા સંબંધ બનાવતા પહેલા વિચારો. એક સમયમાં એક જ કામ કરો. જલ્દી જ સફળતા મળશે. ધન લાભના યોગ છે. લચીલો વ્યવહાર રાખશો, તો આગળ વધવામાં સફળતા મળી શકે છે. એકાગ્રતાનો અભાવ માનસિક અસ્વસ્થતા વધારશે. સ્વાસ્થ્ય સંબંધમાં પ્રશ્ન ઉભા થશે. આજે કોઈ સમસ્યામાં પોતાને જાણી-જોઈને જોડાવો નહિ.

તુલા રાશિ :

આજે મન-મષ્તિષ્કને અનિયંત્રિત થવા દેવું નહિ. પોતાના મનમાં કોઈ નકારાત્મક ભાવ આવવા દેવો નહિ. કામમાં પૂર્ણ ફોક્સ બનાવી રાખો. પોતાના કરિયરને લઈને વધારે ગંભીર દેખાશો અને કરિયરમાં પોતાની સફળતા મેળવવા માટે ખુબ મહેનત પણ કરશો. આત્મસંયમમાં રહો. આત્મવિશ્વાસમાં ઉણપ આવશે. વધારે મેળવવાની લાલચમાં કોઈ ખોટું પગલું ન ઉઠાવો. માતા-પિતાનું સાનિધ્ય અને સહયોગ મળશે.

વૃશ્ચિક રાશિ :

મિત્રો, પ્રેમી કે જીવનસાથીની સાથે સંબંધોમાં સુધાર આવશે. તમારું સ્વાસ્થ્ય પણ ખરાબ થઇ શકે છે. પોતાની ભૂલોનો સ્વીકાર કરો, તેને નકારવાની જગ્યાએ તેનાથી કંઈક શીખો. શબ્દનો ખરાબ પસંદગી તમને સમસ્યામાં નાખી શકે છે. કુસંગતિથી નુકશાન થશે, જુના રોગ ફરી ઉઠી શકે છે. નવા કામમાં હાથ ન નાખો. સ્વાસ્થ્ય ખુબ પરેશાન કરી શકે છે. મન અશાંત રહશે. ધૈર્યશીલતામાં ઘટાડો થશે.

ધનુ રાશિ :

પોતાની ભાવનાઓને નિયંત્રણમાં રાખો. કોઈ સાથે હજુ પણ નારાજ છો, તો તેને ક્ષમા કરવાનો પ્રયત્ન કરો. વિચારોની ભરમાર તમને માનસિક રૂપથી અસ્વસ્થ્ય બનાવશે. માતા અને સ્ત્રીવર્ગ સંબંધિત ચિંતા રહશે. જો તમે કોઈ કંપની કે ફેકટરીના માલિક છો, તો તમારી આવક ઘટી શકે છે. મન થોડું વિચલિત થઇ શકે છે. આજે સ્વાસ્થ્યમાં થોડું વધારે ધ્યાન આપવાની જરૂરત છે. જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે.

મકર રાશિ :

આજ તમારી માટે લાભદાયી દિવસ છે. આજે આર્થિક લાભ થવાની સાથે સાથે ભાગ્યમાં પણ લાભ થશે. પાર્ટનરશીપમાં જોડાયેલા બાબતમાં વાતચીત થશે. દિવસ થોડો સમસ્યા ભર્યો રહશે. કોઈ વાતની ચિંતા કરવાની જગ્યાએ તેનું નિવારણ કરવાનું વિચારો. વેપારમાં પિતાના સહયોગથી તમારો ફાયદો વધી શકે છે. ખાનગી બાબતમાં પોતાની ભાવનાઓને વ્યક્ત કરવાની રીત શોધવામાં તમને આજે ખુબ સમસ્યા આવશે.

કુંભ રાશિ :

આજે તમે મેડિટેશન કે પૂજા-પાઠ માટે થોડો સમય જરૂર કાઢો. પરિવારમાંથી બહાર કરેલ કોઈ સભ્યને ફરી પરિવારમાં જોડાવવાનો તમે પ્રયાસ કરી શકો છો. શીખડાવવા-શીખવવા માટે આજનો દિવસ સારો રહશે. પેટની સમસ્યાથી સ્વાસ્થ્ય ખરાબ થશે. વિધાર્થીઓના ભણતરમાં અવરોધ આવશે. કોઈ મોટી સમસ્યાથી છુટકારો મળશે. આવકના કોઈ નવા સ્ત્રોતની શોધમાં તમને સફળતા મળશે.

મીન રાશિ :

આજે નાના વેપારીઓ વધારે નફો મેળવી શકે છે અને પોતાની આવકમાં વૃદ્ધિ પણ કરી શકે છે. તમે તમારા કનફર્ટ જોનમાથી બહાર આવો અને કોઈ પગલું ઉઠાવો. શરૂઆતમાં આનાથી કેટલીક સમસ્યા થઇ શકે છે, પરંતુ આ તમારા ભવિષ્યમાં માટે ફાયદાકારક છે. તમારા પ્રિયજનોથી દુરી તમને બેચેન કરશે. પરિશ્રમ તો વધારે કરશો પણ ફળ ઓછું મળશે. તમે દરેક સામાન્ય કામોમાં તમે પૂર્ણ રીતે સફળ થશો.