300 વર્ષ જુના શિવલિંગનું જલાભિષેક સ્વયં કરે છે નર્મદા નદી, ભક્તોની લાગેલી રહે છે ભીડ.

એવું કહેવામાં આવે છે કે જો પથ્થરને પણ ભગવાન માનો તો તેમાંથી પણ ચમત્કાર લોકોને જોવા મળે છે. ન માનવા વાળા માટે આ દુનિયામાં કાંઈ જ નથી, પરંતુ વાસ્તવમાં જોવામાં આવે તો આ દુનિયામાં એવા ઘણા ઘણા ચમત્કાર થાય છે, જેની ઉપર લોકોને વિશ્વાસ કરવો લગભગ અશક્ય રહે છે, આપણા દેશમાં એવા ઘણા બધા ચમત્કારિક મંદિર છે. જેની પોત પોતાની વિશેષતા છે અને તે દુનિયાભરમાં પોતાના ચમત્કારો માટે ઓળખવામાં આવે છે, તમે લોકોએ ભગવાન શિવજીના ઘણા બધા મંદિર જોયા હશે અને તેના ચમત્કારો વિષે પણ સાંભળ્યું હશે,

વર્તમાન સમયમાં ભોલેનાથના ભક્તોની કોઈ ખામી નથી એવું કહેવામાં આવે છે કે જે ભક્ત પોતાના સાચા મનથી ભગવાન શિવજીની પૂજા અર્ચના કરે છે, તેની મનોકામનાઓ જરૂર પૂરી થાય છે, ભગવાન શિવજીના એવા ઘણા મંદિર છે. જેની દરેકની પોતાની અલગ અલગ માન્યતાઓ રહેલી છે, આજે અમે તમને ભગવાન શિવજીના એક એવા મંદિર વિષે માહિતી આપવાના છીએ. જે મંદિરમાં સ્થાપિત શિવલિગના જલાભિષેક પોતે નર્મદા નદી કરે છે, આ ૩૦૦ વર્ષ જુના શિવલિંગનું જલાભિષેક સ્વયં નર્મદા નદી કરે છે.

અમે તમને જે મંદિર વિષે માહિતી આપવાના છીએ, તે મધ્યપ્રદેશના દેવાસ જીલ્લામાં એક શિવ મંદિર આવેલું છે. જ્યાં ૩૦૦ વર્ષ જુનું શિવલિંગ સ્થાપિત છે અને આ શિવલિંગનો જલાભિષેક સ્વયં નર્મદા નદી કરે છે, આ શિવ મંદિર દેવાસ જીલ્લાના બાગલીથી લગભગ ૩ કી.મી. ના અંતરે આવેલું છે, આ મંદિરને લોકો જટાશંકર મહાદેવ મંદિરના નામથી ઓળખે છે.

આ મંદિર વિષે એવું કહેવામાં આવે છે કે આ મંદિર ઘણું જ જુનું છે પરંતુ આ મંદિર કેટલું જુનું છે, તેના વિષે કોઈ સચોટ માહિતી ઉપલબ્ધ નથી, આ મંદિર સાથે જ રામ દરબાર, રાધા કૃષ્ણ અને હનુમાન મંદિર પણ આવેલા છે, આમ તો મહાદેવના આ મંદિરની અંદર હંમેશા ભક્તોની ઘણી ભીડ જોવા મળે છે પરંતુ શ્રાવણ મહિનામાં અહિયાંનો માહોલ જોવા જેવો હોય છે, આમ પણ આ મંદિરમાં રહેલા શિવલિંગનો જલાભિષેક નર્મદા નદી દ્વારા કરવા પાછળ શું કહાની છે? આજે અમે તમે આ કહાની વિષે જણાવવાના છીએ.

એક પ્રસિદ્ધ કથા મુજબ એવું કહેવામાં આવે છે કે લગભગ ૨૫૦ વર્ષ પહેલા અહિયાં ભગવાન દાસ નામના એક સાધુ રહેતા હતા અને તે રોજ નિયમિત રીતે નર્મદા નદીમાં સ્નાન કરવા જતા હતા સ્નાન કર્યા પછી તે નર્મદા નદીના જળથી શિવલિંગને જલાભિષેક કરતા રહેતા હતા, તે ઘણા વર્ષો સુધી આ રીતે નિયમિત રીતે શિવલિંગનો જલાભિષેક કરતા રહેતા હતા,

એક વખત તે ગઢપણમાં બીમાર થઇ ગયા જેના કારણે નદીમાં સ્નાન કરવા ન જઈ શક્યા અને તેમણે શિવલિંગનું જલાભિષેક પણ ન કર્યું, એવું કહેવામાં આવે છે કે ખરાબ તબિયત રહેવાને કારણે ભગવાન દાસજીએ નર્મદાને પ્રાર્થના કરી હતી ત્યાર પછી સ્વયં નર્મદા નદી પ્રગટ થઇ હતી અને ભગવાન દાસને આશ્વાસન આપ્યું હતું કે હવેથી હું હંમેશા અહિયાં રહીને શિવલિંગનો જલાભિષેક કરીશ, આ કથા મુજબ તે સમયથી નર્મદા નદીની જલધારા શિવલિંગ ઉપર થઈને વહેતી રહે છે.

જો તમે આ મંદિરમાં ક્યારે પણ ફરવાનો વિચાર કરો, તો આ મંદિરનો માહોલ તમને ઘણો આકર્ષિત કરશે, પર્યટનના હિસાબે જટાશંકર મહાદેવ મંદિર ઘણું જ સારું માનવામાં આવે છે, અહિયાં સુધી પહોચવા માટે જંગલનો રસ્તો છે, તમારે આ મંદિરમાં જવા માટે જંગલોનો રસ્તો પાર કરવો પડશે, શ્રાવણ મહિનામાં આ મંદિરની અદંર લોકોની ઘણી ભીડ રહે છે, એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે સાચા મનથી માંગવામાં આવે તે પ્રાર્થના પૂરી થઇ જાય છે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.