એક એવા ડાકુ જેણે એકલા એ ૧૦૦ પાકીસ્તાની ગામ ઉપર કબજો કરી લીધો હતો… ભારતીય સેનાની પણ મદદ કરી

ડાકુ નામ સાંભળતા આપણા મનમાં ચંબલ, ગબ્બર વગેરેની છબી આવવા લાગે છે. આપણ માંથી લગભગ કોઈએ અસલ ડાકુ નહિ જોયા હોય, પણ ફિલ્મોએ આપણને એમની એક છબી દેખાડી છે. એ આપણા મનમાં સ્થાન લઈ ચુકી છે અને આપણને જણાવે છે કે ડાકુ કેવા હોય છે. આમ તો દુનિયામાં ઘણા બધા ડાકુ થયા હતા. જેમના નામથી લોકોમાં ઘણો ડર હતો.

આજે તમને પાકિસ્તાનના એક એવા ડાકુ વિષે જણાવી રહ્યા છીએ. જેના નામથી આખું પાકિસ્તાન ધ્રુજતું હતું. સાથે જ તેનું પાકિસ્તાન ઉપર એક ચક્રી શાસન હતું. કહેવામાં આવે છે કે જ્યારે ૧૯૭૧ માં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. ત્યારે એ ડાકુએ પાકિસ્તાનના લગભગ ૫૦ ગામ ઉપર કબજો કરી લીધો હતો. મિત્રો આ યુદ્ધની એક વાત ઘણા ઓછા લોકો જાણે છે. કે એક ડાકુએ એક રાજા સાથે મળીને પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડી હતી.

એટલું જ નહિ પાકિસ્તાનના સિંધ પ્રાંતના ઘણા ગામ ઉપર કબજો પણ કરી લીધો હતો. જણાવી દઈએ કે આ યુદ્ધમાં જયપુરના રાજા લેફટીનેટ કર્નલ સવાઈ ભવાની સિંહજી જાણતા હતા, કે તેની સેનાને થારના મરુસ્થળમાં તકલીફ થઇ શકે છે. સાથે જ તે એ વાતને પણ જાણતા હતા કે ડાકુ બલવંત સિંહ આ તમામ રસ્તાઓથી માહિતગાર છે. તેને લીધે ભવાની સિંહએ ડાકુ બળવંત સિંહ પાસેથી મદદ માંગી.

જણાવી દઈએ કે આ ડાકુનો આતંક ભારત સાથે પાકિસ્તાનમાં પણ હતો. જેને લીધે તે પાકિસ્તાનના ૧૦૦ કી.મી. ના વિસ્તારના ઘણા જાણકાર હતા. ભવાની સિંહને પ્રેરિત કરવાથી તે સેનાની મદદ કરવા માટે તૈયાર થઇ ગયા. પરંતુ તેના માટે રાજસ્થાનના તે સમયના મુખ્યમંત્રી જયનારાયણ વ્યાસ સંમત ન હતા. પરંતુ ભવાની સિંહએ એને પણ ખુશ કરી દીધા.

જ્યાં ભારતીય સેના સાથે મળીને ડાકુ અને ભવાની સિંહએ પાકિસ્તાનની સેનાને ધૂળ ચટાડી દીધી. અને પાકિસ્તાનના લગભગ ૧૦૦ ગામ ઉપર કબજો કરવામાં સફળ થઇ ગયા. ત્યાર પછી ભારત સરકારે ભવાની સિંહને પરમવીર ચક્રથી સન્માનીત કર્યા હતા. શિમલા સમાધાન થવાને કારણે ભારતના આ ગામ જેના પર બળવંત સિંહ અને ભવાની સિંહે કબજો મેળવ્યો હતો, એ પાકિસ્તાનને પાછા સોંપી દીધા. જેથી બલવંત સિંહ નારાજ થઇ ગયા અને તેણે ૧૯૭૭ માં બીજેપીનું ખુલ્લું સમર્થન કર્યુ હતું.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર.