આ સરકારી યોજનામાંથી દર મહિને મળશે 10,000 રૂપિયા સુધીનું પેન્શન, 31 માર્ચ છેલ્લી તારીખ છે.

31 માર્ચ સુધીમાં આ સરકારી યોજનાનો લાભ લઈને તમે પણ દર મહિને મેળવી શકો છો 10,000 રૂપિયા સુધીનું પેન્શન

જોકે નાગરિકો માટે નરેન્દ્ર મોદી સરકારની ઘણી યોજનાઓ ઉપલબ્ધ છે, પરંતુ આ સરકારી યોજનાઓમાંની એક એવી યોજના પણ છે. જે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે આ યોજનામાં રોકાણ કરો છો, તો તમારે નિવૃત્તિ પછી પૈસાની કોઈ ચિંતા નહીં રહે કારણ કે તમને દર મહિને 10,000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. આ અંતર્ગત તમને લોનની સુવિધા પણ મળશે. પરંતુ તમે આ સરકારી યોજનાનો લાભ 31 માર્ચ 2020 સુધી જ મેળવી શકો છો કારણ કે આ યોજના 1 એપ્રિલથી બંધ થઇ જશે.

શું છે વડાપ્રધાન વય વંદન યોજના?

અમે સરકારની વડાપ્રધાન વય વંદન યોજના (PMVVY) વિશે વાત કરી રહ્યા છીએ. વડાપ્રધાન વય વંદન યોજના અંતર્ગત નાગરિકોને દસ વર્ષ માટે વાર્ષિક 8.00% અને 8.30% વળતરની ગેરંટી સાથે પેન્શન આપવામાં આવે છે. યોજના અંતર્ગત પેન્શન માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક ધોરણે લઈ શકાય છે. આ યોજનામાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકો રોકાણ કરી શકે છે. કોઈ મહત્તમ વયમર્યાદા નથી.

આગળ જાણો કે તેનાથી તમને કેવી રીતે ફાયદો મળશે.

10,000 સુધીનું મળી શકે છે પેન્શન

કેટલાક મહિના પહેલા જ સરકારે તેમાં રોકાણની રકમ બમણી કરવાની જાહેરાત કરી હતી. આનાથી વરિષ્ઠ નાગરિકોને મોટો ફાયદો થશે. સરકાર દ્વારા રોકાણની મર્યાદા વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. જે અગાઉ 7.5 લાખ રૂપિયા હતી. નાગરિકોને દર મહિને 10,000 રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે. ચાલો આપણે પેન્શનની ગણતરી કેવી રીતે કરવી તે જાણીએ.

પેન્શન ગણતરી

યોજના અંતર્ગત, જો ગ્રાહકોને દર મહિને 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગે છે, તો તેઓએ 1,50,000 રૂપિયા જમા કરાવવા પડશે. તેમજ, દર મહિને 10,000 રૂપિયાના પેન્શન માટે, તેમને 15,00,000 રૂપિયા જમા કરાવવા પડશે. આ યોજના હેઠળ ઓછામાં ઓછ 1000 રૂપિયા અને વધુમાં વધુ 10,000 રૂપિયા સુધી પેન્શન આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ યોજનામાં ઓનલાઇન રોકાણની સુવિધા પણ આપવામાં આવી છે.

તમે આ માટે કેવી રીતે અરજી કરી શકો છો.

આવી રીતે અરજી કરવી

જો તમે પણ સરકારની વડા પ્રધાન વય વંદન યોજનાનો લાભ લેવા માંગો છો, તો અરજી માટે ગ્રાહકોએ એલઆઈસી (ભારતીય જીવન વીમા નિગમ) ની વેબસાઇટ (https://eterm.licindia.in/onlinePlansIndex/pmvvymain. do) ઉપર ક્લિક કરવાની રહેશે. અહીં ગ્રાહકોએ યોજનાનું ફોર્મ લઈને, તેની સાથે તમારા જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. LICની કોઈપણ ઓફિસ ઉપર જઈને ગ્રાહક તે સબમિટ કરાવી શકે છે.

તેના માટે તમારે નીચે જણાવેલા દસ્તાવેજોની જરૂર પડશે :-

સરનામાંના પ્રૂફની નકલ

પાનકાર્ડની નકલ

ચેકની નકલ અથવા બેંક પાસબુકની પ્રથમ પૃષ્ઠની નકલ

આ અંતર્ગત ગ્રાહકોને લોનની સુવિધા મળશે. ચાલો જાણીએ કેવી રીતે.

લોનની મળશે સુવિધા

આટલું જ નહીં, આ યોજનાથી ગ્રાહકોને લોનની પણ સુવિધા મળશે. લોનની મહત્તમ રકમ રોકાણના 75% છે. જો કે, રોકાણના ત્રણ વર્ષ પછી જ આ સુવિધાનો લાભ મેળવી શકો છો. વ્યાજ દર સમયાંતરે નક્કી કરવામાં આવે છે. વ્યાજ પેન્શનની રકમમાંથી કાપવામાં આવશે અને બાકી લોનની વસૂલાત યોજનામાંથી ઉપાડના સમયે થશે.

પહેલા મે 2018 માટે જ હતી યોજના

સરકારના આ પગલાથી વરિષ્ઠ નાગરિકો માટે સામાજિક સુરક્ષાની જોગવાઈઓમાં વધારો થશે. માર્ચ 2018 સુધીમાં કુલ 2.23 લાખ વરિષ્ઠ નાગરિકો આ પેન્શન યોજનાનો લાભ લઈ રહ્યા છે. જ્યારે તે અગાઉ વરિષ્ઠ નાગરિકોએ સિનિયર પેન્શન વીમા યોજના 2014 હેઠળ 3.11 લાખ વરિષ્ઠ નાગરિકોએ લાભ મેળવ્યો હતો. આ પહેલા વડા પ્રધાન વય વંદન યોજના ફક્ત 4 મે, 2017 થી 3 મે, 2018 માટે જ હતી. હવે આ અંતર્ગત રોકાણની સમયમર્યાદા વધારીને 31 માર્ચ 2020 કરવામાં આવી છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.