કેવા હોય છે કર્ક રાશિના લોકો? જાણો તેમની ખૂબીઓ અને ખામીઓ

કેવો હોય છે કર્ક રાશિના લોકોનો સ્વભાવની સાથે જાણો તેઓની ખાસિયતો અને ખામીઓ. ચંદ્રને કર્ક રાશિના સ્વામી માનવામાં આવે છે. તે પાણી તત્વ પ્રધાન રાશિ છે. સૂર્ય, ચંદ્ર, બૃહસ્પતિ (ગુરુ) અને મંગળ આ રાશિના મિત્ર હોય છે, જયારે બુધ અને શનિ પરમ શત્રુ હોય છે. શુક્ર આ લગ્ન માટે સમાન ભાવ રાખે છે.

કર્ક રાશિની વિશેષતાઓ શું છે? આ રાશિના લોકો મધ્યમ કદના અને ગોળ મટોળ હોય છે. સામાન્ય રીતે આમના ચહેરા પર તેજ રહે છે. તેઓ સામાન્ય રીતે ભાવુક હોય છે, અને બીજાની ચિંતા કરે છે. તેઓ ઘરની આસપાસ રહેવાનું પસંદ કરે છે. તેમની કલ્પના અને કળાની શક્તિ સારી હોય છે. તેમની પાસે આદ્યાત્મિક ગુણ અને અગોચર (ઇંદ્રિયોથી પર) શક્તિ પણ હોય છે. શિક્ષણ, જ્ઞાન, રાજનીતિ અને પ્રશાસનના ક્ષેત્રમાં તેઓ ઘણા સફળ હોય છે. તેમને ઘણી સરળતાથી પ્રસિદ્ધિ મળી જાય છે. તેમનું સ્વાસ્થ્ય અને કફ અને પિત્તની મિશ્રિત અસર વાળું હોય છે.

કર્ક રાશિના લોકોની ખામીઓ અને સમસ્યાઓ શું છે? સામાન્ય રીતે તેઓ કામ પછી તરત આરામ કરવાનું પસંદ કરે છે. તેમને ઘણીવાર પેટની સમસ્યા રહે છે. તેમને સૌથી વધારે માનસિક સમસ્યા થાય છે. તેમનું વૈવાહિક જીવન સામાન્ય રીતે સારું નથી હોતું. સંતાન તરફથી વિરોધ અને વિવાદનો સામનો કરવો પડે છે. નિર્ણય લેવામાં હંમેશા લાગણીનો શિકાર થઈ જાય છે. ક્યારેક ક્યારેક વધારે ભાવુક, ક્રોધી અને ઈર્ષયાળું થઈ જાય છે. ઘણીવાર બધા સાથે હોવા છતાં પણ તેમને એકલતાનો અનુભવ થતો રહે છે.

કર્ક રાશિના લોકો પોતાના જીવનને કઈ રીતે ઉત્તમ બનાવી શકે? નિયમિત રૂપથી શિવજીની ઉપાસના કરો. ધ્યાન ધરો, આધ્યાત્મિક માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો. પોતાની બુદ્ધિથી લાગણીઓને નિયંત્રિત કરો. લગ્ન થોડા મોડેથી કરો તો સારું રહેશે. સલાહ લઈને એક મૂંગા રત્ન ધારણ કરો. લાલ, સફેદ અને પીળો રંગ તમારા માટે અનુકૂળ રહેશે. માનસિક સમસ્યા થવા પર તરત ચિકિત્સકનો સંપર્ક કરો.

આ આર્ટીકલ તમને પસંદ આવ્યો હોય તો આને લાઇક કરજો અને પોતાના મિત્રો અને સંબંધીઓને શેયર પણ કરજો. અમે તમારા માટે આવા રોચક આર્ટીકલ લાવતા રહીશું. અમારી સાથે જોડાયેલા રહેવા બદલ આપનો આભાર.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.