વ્યક્તિએ 200 ડોલરમાં મંગાવી, દેશની માટી જેથી દેશની માટી પર પડે બાળકનું પહેલું પગલું.

હંમેશા બધા લોકોના મનમાં દેશપ્રેમની ભાવના રહેલી હોય છે. લોકો અંદરો અંદર ભલે કેટલા પણ ઝઘડા કરે પણ જયારે દેશની વાત આવે છે, તો બધા લોકો અંદરના ઝગડા ભૂલીને દેશ માટે એક થઇ જાય છે. એવી જ એક ઘટના આજકાલ સામે આવી રહી છે. જેમાં દેશની એક એવું અનોખું ઉદાહરણ જોવા મળ્યું. જેમાં બધા લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. આ ઘટના થોડા દિવસો પહેલાની છે. પણ આજના સમયમાં આ ઘટના બધા લોકોને ઘણી ભાવુક કરી રહી છે.

ખાસ કરીને અમેરિકી પૈરાટપર સેનાના જવાન ટોની ટ્રેકોનીની ઈચ્છા હતી કે જયારે પણ તેનું બાળક આ દુનિયામાં આવે તો તેનો જન્મ અમેરિકા એટલે તેની માતૃભુમી ઉપર જ થાય. પરંતુ જયારે તેની પત્ની ગર્ભવતી થઇ તે સમયે તે ઇટલીના રાજ્ય પડુઆમાં પોસ્ટેડ હતો. તેને એ આશા હતી કે પત્નીની ડીલેવરી થતા પહેલા તે પોતાના દેશ પાછા ફરી જશે. પણ અફસોસ એવું થયું નહિ. ત્યાર પછી ટોનીએ કાંઈક એવું કામ કર્યું, જેના વિષે કદાચ કોઈ વિચારી પણ નથી શકતા.

ટોનીએ પોતાની પત્નીની ડીલીવરીના એક મહિના પહેલા જ પોતાના ટેક્સાસની માટી ઇટલી મંગાવી. જેથી જયારે તેનો બાળકનો જન્મ થાય તો તે પોતાનું પહેલું પગલું પોતાના વતનની માટી ઉપર રાખે, જ્યાં તેના માતા પિતાનો જન્મ થયો અને તે ઉછર્યા છે.

પોતાના વતનની માટી મંગાવવા માટે તેમને ટેક્સાસમાં રહેતા પોતાના માતા પિતાનો સંપર્ક કર્યો અને કહ્યું કે તે કે કંટેનરમાં ત્યાંની માટી ભરીને શીપ દ્વારા ઇટલી મોકલી આપે. પોતાના વતનની માટીને ઇટલી મંગાવવા માટે ટોનીને ૨૦૦ ડોલર (લગભગ ૧૪ હજાર રૂપિયા) ખર્ચ કરવા પડ્યા.

જયારે બાળકની જન્મની તારીખ નજીક આવવા લાગી ત્યારે ટોની હોસ્પિટલમાં પોતાની પત્નીના પલંગની નીચે તે માટી મુકવામાં આવી. જેથી તેના બાળકનો જન્મ ટેક્સાસની માટી ઉપર થાય. અને જેવું ટોની ઇચ્છતા હતા તેવું જ થયું. ટોનીએ આગળ જણાવ્યું કે ગયા વર્ષે જુલાઈ મહિનામાં તેનો દીકરો ચાર્લ્સનો જન્મ થયો હતો, અને તેના જન્મ પછી મેં એક ટ્વીટ પણ કર્યું હતું. મારું આ ટ્વીટ થોડા ખાસ વ્યક્તિઓ માટે હતું.

ટોની આગળ જણાવે છે કે ચાર્લ્સના જન્મ થયા પછી મેં મારા વતનથી આવેલી માટીને ખુબ સાંચવીને રાખી હતી. અને થોડા દિવસો પહેલા મારા દીકરાના પગે તે માટીને સ્પર્શ કર્યો અને પોતાના દેશની સુંગધનો અહેસાસ કર્યો.

મારા દીકરાને દેશની માટીનો અહેસાસ અપાવવા માટે હું કોઈ પણ કિંમત ચુકવવા માટે તૈયાર હતો. મને એ વાતનો ઘણો આનંદ છે કે મારા દેશથી સેંકડો માઈલ દુર રહેવા છતાં પણ મારા દીકરાને પોતાનું પહેલું પગલું પોતાના દેશની માટી ઉપર જ મુક્યું. એમ કરવાથી દેશથી દુર રહેવા છતાં પણ તેના મનમાં દેશપ્રેમનો ભાવ જળવાઈ રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.