શું તમે જાણો છો કે વિમાનમાં પણ હોર્ન હોય છે? જાણો તેનું કામ

વિમાનમાં હોર્ન હોવા છતાં પણ કેમ ખૂબ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે ઉપયોગ

આપણી બે પૈડા અને ચાર પૈડા વાળી ગાડીઓમાં હોર્ન લાગેલા હોય છે. રોડ ઉપર ભારે ભીડ હોય છે. તે વખતે સામે વાળાને એલર્ટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ટ્રેનમાં હોર્નનો અવાજ પણ આપણે સાંભળ્યો છે. પણ શું તમે ક્યારે પણ વિમાનમાં હોર્ન સાંભળ્યો છે? સાંભળવાની તો છોડો, શું તમને ખબર પણ છે કે વિમાનમાં હોર્ન હોય છે?

વિમાનમાં પણ હોર્ન હોય છે. તેનો ઉપયોગ એવી રીતે નથી થતો, જેવી રીતે રોડ ઉપર ગાડીઓને સતર્ક કરવા માટે કરવામાં આવે છે. સાથે જ હવામાં પક્ષી અને બીજા વિમાનને દુર કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો હવામાં આ હોર્નનો ઉપયોગ જ નથી થતો. તેથી એ પ્રશ્ન મગજમાં થવો સ્વભાવિક છે કે તો પછી આ હોર્નનો ઉપયોગ ક્યાં થાય છે? વિમાનમાં લાગેલા હોર્નનો ક્યાં થાય છે ઉપયોગ?

ગાડીઓની જેમ વિમાનમાં લાગેલા હોર્નનો ઉપયોગ એલર્ટ કરવા માટે નથી થતો. તેના બદલે આ હોર્નનો ઉપયોગ સંચાર ઉપકરણ તરીકે કરવામાં આવે છે. તે પણ માત્ર જમીન ઉપર. ગ્રાઉન્ડ એન્જીનીયરોને હંમેશા કોકપીટમાં કામ કરવું પડે છે અને તે જમીન ઉપર તેના સાથી કર્મચારીઓનો સંપર્ક કરવા માટે હંમેશા હોર્નનો ઉપયોગ કરે છે. એટલે તેમના દ્વારા વિમાનની કેબીન માંથી જીના સ્ટાફ સાથે સંપર્ક કરવામાં આવે છે. સાથે જ આ હોર્ન દ્વારા ગ્રાઉન્ડ સ્ટાફને પ્લેન ઉડવા માટે તૈયાર થવા વિષે જાણકારી પણ આપવામાં આવે છે અને પછી પ્લેન ઉડાડવામાં આવે છે.

વિમાનમાં હોર્ન ક્યાં લાગેલું હોય છે? વિમાનની અંદર ઈંસ્ટુમેંટ પેનલમા એક બટન હોય છે. જેની ઉપર ‘GND’લખેલું રહે છે. જો તમે તેને દબાવશો તો હોર્ન વાગશે, અને આ હોર્નની લોકેશન પૈડા પાસે હોય છે. તેનો અવાજ પણ ઘણો તેજ હોય છે. તે ઉપરાંત વિમાનમાં ઈમરજન્સી સીચુએશનમાં પોતાની જાતે પણ હોર્ન વાગી શકે છે. હોર્નનો અવાજ પણ અલગ અલગ હોય છે, જેનાથી એન્જીનીયર સમસ્યા વિષે જાણી શકે છે.

હવામાં રહતી વખતે ઉપર જણાવવામાં આવેલા હોર્ન કામ નથી કરતા એટલા માટે ચાલક દળ અને પાયલોટને એક બીજાના સંપર્કમાં રહેવા માટે એક અલગ પ્રકારના હોર્નનો ઉપયોગ કરે છે. તેના માટે પાયલટસ મલ્ટી ફલર્ડ લાઈટ્સનો ઉપયોગ કરે છે. જેમાં દરેક પ્રકાશનો અલગ અર્થ થાય છે. તેથી ટેકનીકલ રીતે વિમાનમાં હોર્ન હોય છે, જેનો ઉપયોગ સંચાર સ્થાપિત કરવા માટે કરવામાં આવે છે.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.