ગ્રહ નક્ષત્ર આપી રહ્યા છે શુભ સંકેત, મેષ, વૃશ્ચિક સહીત 6 રાશિઓની થશે ચાંદી જ ચાંદી

મેષ રાશિ :

આજે તમારા પ્રેમ પ્રસંગમાં અનુકૂળતા રહેશે. પોતાની મહત્વકાંક્ષાઓને લઈને આજે તમે મનથી ઘણા ઉત્સુક છો, પણ શરીરથી ઘણા સુસ્ત અને આળસી રહી શકો છો. તમે મન લગાવીને પ્રયત્ન કરશો, તો આવનારા દિવસોમાં તમારી આર્થિક સ્થિતિમાં સારો સુધારો થઈ શકે છે. નવી યોજનાઓ લાગુ કરવાનો શ્રેષ્ઠ સમય છે. કાર્યપ્રણાલીમાં સુધારો થશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી કામની અડચણ દૂર થવાથી લાભની સ્થિતિ બનશે.

વૃષભ રાશિ :

આજે મિત્ર અથવા પરિવારના સભ્યો સાથે તણાવ થવાની શક્યતા છે. બેરોજગારી દૂર કરવાના પ્રયત્ન સફળ રહેશે. આવકમાં વૃદ્ધિ તથા પ્રગતિ મનને અનુકૂળ રહેશે. જીવનસાથી સાથે તમારો તાલમેલ સારો રહેશે, પરિવારમાં કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. વધારે ખર્ચ કરવાથી બચવું જોઈએ. દિવસની શરૂઆતમાં તણાવ થઈ શકે છે, પરંતુ પછીથી પરિસ્થિતિઓમાં નિયંત્રણ આવી જશે. વૈવાહિક જીવન ઠીક રહેશે.

મિથુન રાશિ :

તમને નસીબનો સાથ મળી શકે છે. મોજ મસ્તી અને મનોરંજનના હિસાબે સમય સારો છે. અટકેલા કામ પુરા થશે. જો તમને પૈતૃક સંપત્તિ મળવાની છે, તો આજે તેના કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. જુના રોગોમાં હવે સુધારો થશે. તમારી આવક સામાન્ય રહેશે. સ્વાદિષ્ટ વ્યંજનોનો લાભ મળશે. વ્યાપાર-વ્યવસાય અનુકૂળ રહેશે. રચનાત્મક કાર્ય સફળ રહેશે. નકારાત્મક વિચારોને વ્યક્ત ન કરો.

કર્ક રાશિ :

આજે પૈસા કમાવવા માટે તમને ઘણા સારા અવસર મળશે. થાક અને નબળાઈ અનુભવ થશે. વિવાદથી બચો. તમે દિવસના સમયનો ઘણી કુશળતા પૂર્વક ઉપયોગ કરશો અને આજે તમારા ઘણા કામ પુરા થઈ જશે. આજે તમે સામાજિક રૂપથી ઘણા સક્રિય રહેશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. જો તમારા પાર્ટનર કોઈ વાતને લઈને ઘણા દિવસોથી રિસાઈને બેઠા છે, તો આજે તેમને મનાવવાનો યોગ્ય સમય છે.

સિંહ રાશિ :

આજે તમારા કામથી સમાજમાં અને નોકરીના ક્ષેત્રમાં તમારી પ્રશંસા કરવામાં આવી શકે છે. કોઈ દુઃખદ સૂચના પણ મળી શકે છે, ધૈર્ય રાખો. નકામા ખર્ચ થશે. કુસંગતિથી બચો. આજે તમારે મુશ્કેલ વિષયનો અભ્યાસ કરવો પડશે. વ્યાપારમાં આર્થિક લાભ મળશે. આજના દિવસે કોઈની નકારાત્મક વાતોને પોતાના પર વધારે હાવી ન થવા દો, તે તમારો દિવસ ખરાબ કરી શકે છે. પોતાની વાત લોકોને સમજાવી શકશો નહિ.

કન્યા રાશિ :

આજે આવકમાં વૃદ્ધિ થવાની સાથે સાથે આવકના નવા સ્ત્રોતનું સર્જન થશે. આજે તમે જે પણ સમય પોતાના ઘરમાં પસાર કરશો, એટલો સમય સંપૂર્ણ રીતે ચિંતા મુક્ત થશો. મનમાં સુરક્ષાને લઈને ચિંતાનો ભાવ જરૂર રહી શકે છે. ધાર્મિક, સામાજિક કામોમાં ભાગ લઇ શકો છો. શુગરના દર્દી પોતાના ખાન-પાનનું ધ્યાન રાખો, વધારે ગળ્યું ખાવાથી બચો. એશ્વર્યના સાધનો પર વધારે ખર્ચ થશે. બિઝનેસ પાર્ટનર તરફથી ધન લાભના યોગ છે.

તુલા રાશિ :

આજે કોઈ મોટું રોકાણ કરતા પહેલા પોતાના નજીકના લોકોની સલાહ જરૂર લો. આજનો દિવસ તમારા માટે ઘણો સારો સાબિત થશે. પણ તમારે અસાવધાનીથી બચવું પડશે. આજે તમને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. નવા અવસર મળી શકે છે. પરિવાર અને મિત્રો સાથે મળીને સત્સંગ કરવો જોઈએ, કોઈ પાઠનું આયોજન પણ કરી શકો છો. નવા સંબંધ બનવાના યોગ છે. પ્રેમ સંબંધ વધારે ગાઢ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ :

તમે બૌદ્ધિક પ્રયત્નોથી કામને સફળ કરશો. આજે તમારી ઉર્જાનો પ્રવાહ એટલો તેજ રહેશે કે તમારી દિશા નિયંત્રિત કરવી તમારા માટે મુશ્કેલ રહેશે. જીવનસાથીની શોધ પુરી થશે. પહેલાથી જ સંબંધમાં છે, તે લોકો વચ્ચેનો સંબંધ વધારે મજબૂત થશે. આર્થિક નુકશાન થવાની સંભાવના બની રહી છે. ચોરી પ્રત્યે સચેત રહો. મોટું કામ કરવાનું મન થશે. પરિવારના સભ્યોની પ્રગતિના સમાચાર મળશે.

ધનુ રાશિ :

આજે કોઈ કર્મચારી સાથે ઝગડો અથવા વિવાદ થઈ શકે છે. શાંત રહો અને તમે જે પણ કામ કરો છો, તેની સાથે જોડાયેલા નિયમો-કાયદાનું ધ્યાન રાખો. તમારી મુલાકાત ઘણા આકર્ષક વ્યક્તિ સાથે થઈ શકે છે, તમે તેની સાથે યાદગાર સમય પસાર કરશો. જો તમે કોઈ નવું કામ શરુ કરવા જઈ રહ્યા છો, તો તેના નફા-નુકશાન જરૂર સમજી લો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘરે અને બહાર પ્રસન્નતા દાયક વાતાવરણ રહેશે.

મકર રાશિ :

આજે જરૂર કરતા વધારે મિત્રતા ભર્યું વર્તન કરવાવાળા અજાણ્યા લોકોથી પૂરતું અંતર બનાવી રાખો. તમે કોઈ પણ સ્થિતિમાં ઈમાનદારી કાયમ રાખો. જે વિષયમાં તમે કાંઈ નથી જાણતા તેના વિષે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દો, પણ ખોટી વાત ન કરો. ઘરની નાની-નાની સમસ્યાઓ તમને તણાવ આપી શકે છે. દૂર રહેતા સ્નેહીજનોના સમાચાર મળશે. સફળતાનો મૂળ મંત્ર શિક્ષણ છે. કારણ વગર લોકો સાથે મનમોટપ થઈ શકે છે.

કુંભ રાશિ :

આજે તમે નકામી વાતો પણ ધ્યાન ન આપો. વિનમ્રતા અને ચતુરાઈ સાથે કામને સારી રીતે પુરા કરવાને કારણે તમારી સારી છબી બનશે. આજે તમારી અપેક્ષાઓ ચરમ સીમા પર રહેશે અને તમે પોતાના ઉત્સાહ અને પોતાની આશાઓને કોઈ પણ કિંમતે ઓછી ન થવા દો. બુદ્ધિ અને વિવેકની મદદ લઈને કામ કરવાનું છે. કોઈના કહેવામાં આવીને પોતાનું કામ બગાડી શકો છો. જીવનસાથીનો સંપૂણ સહયોગ મળશે.

મીન રાશિ :

મીન રાશિ વાળા જરૂરિયાતમંદ લોકોને મદદના રૂપમાં દાન આપી શકો છો. કોઈ નજીકના વ્યક્તિ સાથે ગેરસમજ થઈ શકે છે. વાણી પર નિયંત્રણ રાખો, નહિ તો તમારે સાર્વજનિક રૂપથી શરમ અનુભવવી પડી શકે છે. ઘરના વડીલ તરફથી સ્નેહ મળશે, તેમના આશીર્વાદથી તમારા કામ પુરા થશે. કોઈ તમારી સમક્ષ અન્ય કોઈ વ્યક્તિની નિંદા કરે તો તેને ગંભીરતાથી ન લો. મહત્વપૂર્ણ બાબતોમાં શરૂઆતથી તેજી બનાવી રાખો.