આ છે દુનિયાની સૌથી ઝેરી માછલી, આનું એક ટીપું ઝેર કરી શકે છે આખા શહેરનો વિનાશ

દરિયા કાંઠે બેસીને પાણીની લહેરોની મજા લેવી મોટાભાગના લોકોને ગમે છે. પરંતુ પથ્થરો વચ્ચે માછલીઓના રૂપમાં તમારો સામનો મૃત્યુ સામે પણ થઈ શકે છે. દુનિયામાં ઘણા ઝેરીલા જીવ જંતુ જોવા મળે છે. તેમાંથી ઘણા એવા પણ જીવ જંતુ હોય છે, જે એટલા વધુ ઝેરીલા હોય છે કે તે તમારો જીવ પણ લઇ શકે છે. એવા ઝેરીલા જીવમાં શામેલ છે આ માછલી. સ્ટોન ફીશ નામની આ માછલી મોટાભાગે મકર રેખાની આસપાસના દરિયામાં જોવા મળે છે.

સ્ટોન ફીશ પથ્થર જેવી દેખાય છે. તે કારણ છે કે આ માછલીને મોટાભાગે લોકો ઓળખી નથી શકતા અને તેનો ભોગ બની જાય છે. જો ભૂલથી પણ આ માછલી ઉપર કોઈનો પગ પડી જાય તો તે પોતાની ઉપર પડતા વજનના પ્રમાણમાં ઝેર કાઢે છે. આ ઝેર એટલું ખતરનાક હોય છે કે કોઈએ પણ પગ રાખી દીધો તો પગ કપાવવો જ પડશે, અને થોડી પણ બેદરકારી મૃત્યુનું કારણ પણ બની શકે છે.

પગ રાખતા જ આ માછલી ૦.૫ સેકન્ડની ઝડપથી પોતાનું ઝેર છોડે છે. એટલે કે પલક ઝપકવા જેટલી વારમાં જ તે પોતાનું કામ કરી દે છે. આ માછલીનું ઝેર એટલું ખતરનાક છે કે, તેનું એક ટીપું જો કોઈ શહેરના પાણીમાં ભેળવી દેવામાં આવે તો શહેરના દરેક માણસનું મૃત્યુ થઈ શકે છે. કોઈ માણસનું શરીર જો આ માછલીના ઝેરના સંપર્કમાં આવી જાય તો તેનું મૃત્યુ નક્કી છે. તેની આગળ તો ભગવાન જ બચાવી શકે છે. દુનિયા વિચિત્ર જીવોથી ભરેલી છે. શોધકર્તા દરરોજ હજારો નવા નવા જીવ શોધી કાઢે છે.

એટલા માટે દુનિયામાં મળી આવતી તમામ માછલીઓમાંથી આ માછલી એકદમ અલગ છે. દેખાવમાં તે માછલીઓ જેવી નથી દેખાતી પરંતુ પથ્થર જેવી દેખાય છે. તમામ માછલીઓનું શરીર ઘણું જ કોમળ હોય છે તો આ માછલીનું શરીર પથ્થર જેવું હોય છે. તેનું ઉપરનું પડ એકદમ પથ્થર જેવું કડક હોય છે. માછલીની ઉપર આ પથ્થરનું પડ થોડું થોડું માણસના ચહેરા જેવું જોવા મળે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.