આ મંત્રોનો જાપ કરીને રાણીઓએ મેળવ્યું હતું ચીર યૌવન, તમે પણ અજમાવી શકો છો

માણસે જુના સમય સાથે દરેક ક્ષેત્રમાં પ્રગતી કરી છે. પરંતુ તેમછતાં પણ ઘણા બધા એવા વિષય છે જેમાં જુના રીત રીવાજ આજના આધુનિક પ્રયોગો કરતા ઘણા વધુ સારા છે. અને એવો જ વિષય આપણી જીવનશૈલી અને એની જાણવણી રહેલા છે. જુના સમયમાં આપણા ઋષિ મુનીઓએ ઘણી બધી એવી શક્તિઓ વિકસાવી હતી જેની અસર આજની ટેકનીકથી વધુ હતી. અને એવી જ શકતીનો પ્રયોગ જુના સમયમાં ચીર યૌવન દેખાડવા માટે પણ કરવામાં આવતો હતો. વાસ્તવમાં જુના સમયમાં આયુર્વેદ અને મંત્રોથી સુદરતા પ્રાપ્ત કરવામાં આવતી હતી. આજે અમે તમને એવા જ મંત્રોના પ્રયોગ વિષે જણાવી રહ્યા છીએ.

મહિલાઓ માટે વરદાન છે આ મંત્ર :

સુંદર દેખાવા માટે લોકો દરેક ઉપાય કરે છે. ખાસ કરીને મહિલાઓ. સુંદરતા માટે આજકાલ મહિલાઓ જાત જાતના કોસ્મેટીકથી લઈને કુદરતી ઉપચાર સુધી, બધું જતન કરે છે. તેમછતાં પણ તે બધા ઉપાયોના મન ગમતા પરિણામ નથી મળતા. તેવામાં જો અમે તમને એ કહીએ કે માત્ર એક મંત્રથી તમે ક્યારે પણ દુર ન થાય તેવું કુદરતી સોંદર્ય મેળવી શકો છો, તો કદાચ તમે તેની ઉપર વિશ્વાસ નહી કરો. પરંતુ એ એકદમથી સાચું છે. જે મંત્રની અમે વાત કરી રહ્યા છીએ તેના નિયમિત જાપથી તનમન બન્ને જ સુંદર થઇ જાય છે.

શાસ્ત્રોમાં દરેક સમસ્યાનું સમાધાન :

ખાસ કરીને આપણા શાસ્ત્રો અને પ્રાચીન ગ્રંથોમાં દરેક સમસ્યાનું સમાધાન દર્શાવવામાં આવ્યું છે. અને તેમાંથી જ એક છે સુંદરતા વધારવાનો મંત્ર. ઈતિહાસ સાક્ષી છે કે પ્રાચીન ભારત જેટલો વિકાશશીલ હતો તે સમય દુનિયાનો કોઈપણ દેશ આપણી સરખામણીમાં ન હતો. ભારતને એમ જ વિશ્વ ગુરુ નથી કહેવામાં આવતો. તે સમયની વાતો અને વિજ્ઞાન આજે પણ સિદ્ધ સાબિત થયા છે. આજે અમે તમને એવા જ બે મંત્ર જણાવવા જઈ રહ્યા છીએ જેનું શાસ્ત્રો અને ઉપનિષદોમાં વ્યાપક રીતે વર્ણન કરવામાં આવ્યું છે.

પહેલો મંત્ર માતૃકા મંત્ર :

ॐ एँ ह्रीं षोडश मातृकाभ्यो नमः

શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે કે આ મંત્રના ઉચ્ચારણથી ચહેરાની સુદરતામાં નિખાર આવી જાય છે. આ મંત્રનો જાપ કરવા માટે થોડા નિયમ જણાવવામાં આવ્યા છે. જેમ કે આ મંત્રના જાપ ગુરવારથી શરુ કરીને સતત ૯ દિવસ સુધી કરવા જોઈએ. આ મંત્રનો જાપ સવારના સમયે જ કરવો જોઈએ. મંત્રનો જાપ કરવા માટે લાલ આસન ઉપર બેસીને ઉત્તર દિશા તરફ મોઢું રાખીને આ મંત્રની એક માળા કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે નિયમિત આ મંત્રનો જાપ કરવાથી ચહેરા ઉપર ગજબનો નિખાર આવી જાય છે.

બીજો મંત્ર :

ऊँ ऐं सौंदर्य सिद्धि ऐं ऊँ

આ મંત્રના જાપથી તમારું સુંદર થવાનું સપનું તો પૂરું થશે જ. તેની સાથે સાથે તમે લાંબા સમય સુધી યુવાન બની રહેશો.

આવી રીતે કરો મંત્રના જાપ :

કોઈ શુક્લ પક્ષના શુક્રવારની સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરી અને ત્યાર પછી કેસરનું તિલક લગાવો. હવે પૂર્વ દિશા તરફ મોઢું રાખીને કુશના આસન ઉપર બેસી જાવ. હવે સ્ફટીક કે સફેદ હકીકની માળા દ્વારા ઉપર જણાવેલા મંત્રની ૧૧ માળા જાપ કરો. જયારે માળા પૂરી થઈ જાય પછી આ માળાને એક સફેદ કપડામાં લપેટીને કોઈ નદીમાં પધરાવી દો. આ તુટકાની અસર તમને થોડા જ દિવસોમાં જોવા મળશે.