ફ્રીજમાં થઇ જાય છે કડક અને બહાર થાય છે ખરાબ, જાણો માખણને સ્ટોર કરવાની સાચી રીત.

જો માખણને સ્ટોર કરવાની રીતને લઈને થોડા કન્ફયુઝ છો, તો જાણો કેવા પ્રકારના માખણને કેવી રીતે સ્ટોર કરવા જોઈએ

આપણે જયારે પણ ઘરમાં માખણનુ આખું પેકેટ લઇ આવીએ છીએ, તો તેને હંમેશા એમ જ ફ્રીજમાં મૂકી દઈએ છીએ. ઘણી વખત તે બહાર કાઢવાથી કડક લાગતું હોય છે અને જો તેને એમ જ કાઉંટર ઉપર મૂકી દેવામાં આવે તો તે ખરાબ થવા લાગે છે કે ઓળગવા લાગે છે. ઘણા લોકોની ફરિયાદ હોય છે કે તેને ફ્રીજના ડોરમાં રાખ્યા પછી પણ તે ઘણું જલ્દી ખરાબ થઇ ગયું. પણ તમને એ પણ ખબર હોવી જોઈએ કે માખણને સ્ટોર કરવાની સાચી રીત શું છે.
તે બટર જેમ એટલે સોલ્ટેડ કે અનસોલ્ટેડ, ઋતુ શિયાળો કે ઉનાળો, કંટેનર વગેરે ઘણી બધી વસ્તુ ઉપર આધાર રાખે છે કે તમારું માખણ કેવી રીતે ટકશે. તો આવો તમને જણાવીએ કે ખરેખર કેવી રીતે કેવું માખણ તમે સ્ટોર કરી શકો છો.

(1) સોલ્ટેડ અને બજારનું માખણ

જે માખણ આપણે બજાર માંથી ખરીદીએ છીએ, તે મોટાભાગે કોમર્શિયલી બનાવવામાં આવેલા આ પ્રોડક્ટમાં પહેલાથી જ બેક્ટીરિયા સામે લડવાની શક્તિ હોય છે. તે કમ્પ્રેસ કરીને 80 ટકા કે તેનાથી વધુ ફેટમાં પરિવર્તિત કરી દેવામાં આવે છે એટલા માટે સોલ્ટેડ માખણને – તમે બે અઠવાડિયા સુધી રૂમ તાપમાન ઉપર રાખી શકો છો.

તેને નોર્મલ કંટેનરમાં સ્ટોર કરી શકાય છે.

જો વધુ ગરમી છે, તો તેને ફ્રીજમાં રાખવું જોઈએ. વરસાદ અને ઠંડીની ઋતુમાં તે સામાન્ય રૂમ તાપમાન ઉપર સારું રહેશે.

(2) જો રસોડાના કાઉંડર ઉપર સ્ટોર કરી રહ્યા છો માખણ, તો કરો આ કામ –

તમારા માખણને રસોડા કાઉંટર ઉપર સ્ટોર કરવું છે? તેની સાથે એ પણ ધ્યાન રાખવાનું છે કે ક્યાંક તે માખણ ખોટા કંટેનરમાં તો સ્ટોર નથી થઇ રહ્યું. ઘણા લોકો તેના માખણને એમ જ સ્ટોર કરી લે છે, પણ જો તમે તેને એયર ટાઈટ કંટેનરમાં સ્ટોર કરશો, તો તેનો સ્વાદ અને ફ્રેશનેસ જળવાઈ રહેશે. આ પદ્ધતિ છે, તમારા સોલ્ટેડ માખણને સ્ટોર કરવાની.

(3) અનસોલ્ટેડ કે ઘરના માખણને સ્ટોર કરવાની રીત

જો તમારે અનસોલ્ટેડ કે ઘરે બનાવેલા માખણને સ્ટોર કરવું છે, તો તેની સૌથી સારી રીત હોઈ શકે છે. ફ્રીજની પાછળના ભાગમાં કોઈ એયરટાઈટ કંટેનરમાં તેને સ્ટોર કરવું.

ખાસ કરીને ફ્રીજના ડોરને હંમેશા ખોલવાથી તાપમાનમાં ફેરફાર થાય છે અને એટલા માટે ઘણી વખત તે ખરાબ થઇ જાય છે.

તમે તેને એલ્યુમિનિયમ ફોઇલમાં ટેપ કરીને પણ સ્ટોર કરી શકો છો, પણ તેના માટે પણ તમે એયરટાઈટ કંટેનરને જ પસંદ કરો. આ માખણ કડક થઇ જશે અને તમારે તેને ઉપયોગ કરતા પહેલા ફ્રીજ માંથી કાઢીને રાખવું પડશે. તેથી તે ફ્રેશ જળવાઈ રહેશે અને સ્વાદ પણ સારો રહેશે.

જો તમે વિચારો છો કે માખણને ફ્રીજમાં ન રાખવામાં આવે તો થોડા દિવસ સુધી સિરેમિક કે ચિનાઈ માટીના વાસણમાં તેણે સ્ટોર કરો અને વાસણને ઠંડા પાણીમાં રાખો. એટલે પાણીની ઠંડક માખણને ખરાબ થવાથી બચાવશે.

(4) જો માખણને સ્ટોર કરવું છે ફ્રીજમાં? તો શું કામ કરવું?

જો તમે એક વખત માખણ બનાવી લીધું અને તેણે ઘણા મહિનાઓ સુધી ઉપયોગ કરવા માગો છો, તો સૌથી સારી રીત છે તેને ફ્રીજ કરવાની. આ રીત તમને ઘણી કામ આવી શકે છે અને તેના માટે તમારે વધુ ધ્યાન પૂર્વક માખણના નાના નાના પીસ કરી તેને ડબલ રેપ કરવા જોઈએ. એટલે એલ્યુમિનિયમના ફોઈલના બે પડ ચડાવો અને પછી તેને કંટેનરમાં સ્ટોર કરો. તે થોડા સમય માગી લે તેવી પ્રોસેસ લાગી રહી હશે, પણ ખરેખર તેનાથી ઘણો ફાયદો મળી શકે છે. તેનાથી લાંબા સમય સુધી તે માખણ ફ્રેશ જળવાઈ રહે છે.

તો હવે તમે જાણી જ ગયા હશો કે માખણને કેવી રીતે સ્ટોર કરવાનું છે અને તેની સાચી રીત કઈ હોઈ શકે છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.