એક ગીત ગાવાના 500 રૂપિયા લેતો હતો આ સિંગર આજે છે એની પાસે પ્રાઈવેટ જેટ.

વિવાદોમાં ઘેરાયેલો રહેતો આ સિંગર આજે પ્રાઈવેટ જેટ, લકઝરી ફાર્મ હાઉસ અને લકઝરી ગાડીઓનો માલિક છે.

ક્યારેક કામ મેળવવા માટે સ્ટુડિયો પર જઈને ડાયરેક્ટર્સને પોતાના ગીત સંભળાવીને તેમના રીજેક્શન સહન કરવા વાળા મહાન ગાયક મીકા સિંહ આજે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના મોંધા અને સફળ ગાયકોમાં શામેલ છે. મીકા સિંહે પંજાબી સિનેમા સાથે જ હિન્દી સિનેમામાં પણ પોતાની એક વિશેષ ઓળખ ઉભી કરી છે. તે અત્યાર સુધી ઘણા હીટ ગીત આપી ચુક્યા છે. તે પ્રશંસકો વચ્ચે ઘણા લોકપ્રિય છે.

મીકા સિંહ પ્રસિદ્ધ ગાયક દિલેર મહેંદીના નાના ભાઈ છે. પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં જન્મેલા મીકા સિંહનુ સાચું નામ અમરીક સિંહ છે, અને તેમના માતા પિતાનું નામ બલવીર કૌર અને અજમેર સિંહ છે. મીકા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના 10 સૌથી મોંઘા ગાયકો માંથી એક છે. તે પોતાના અવાજના જાદુથી અત્યાર સુધી લાખો લોકોને પોતાના દીવાના બનાવી ચુક્યા છે.

મીકા સિંહ લાંબા સમયથી સંગીતની દુનિયા સાથે જોડાયેલા છે. તે ગીટારિસ્ટ અને મ્યુઝીક કમ્પોઝર તરીકે પણ કામ કરી ચુક્યા છે. તેમણે પોતાના સુપરહીટ ગીત ‘ડર દી રબ રબ કર દી’ ને કમ્પોઝ કર્યું છે. એક સમય એવો હતો જયારે મીકાને ગીત ગાવા માટે માત્ર 500 રૂપિયા મળતા હતા, જયારે આજે તે કરોડો રૂપિયાની સંપત્તિના માલિક છે. તે ગીતની સાથે જ સ્ટેજ પ્રોગ્રામમાંથી પણ મોટી કમાણી કરે છે.

મીકા સિંહ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઘણા શ્રીમંત ગાયક છે. તે પાર્ટી કે લગ્ન કાર્યક્રમમાં સ્ટેજ પ્રોગ્રામના 20 થી 50 લાખ રૂપિયા લે છે. બોલીવુડમાં ઘણા ઓછા એવા કલાકાર છે જે પોતાના પ્રાઈવેટ જેટમાં પ્રવાસ કરે છે, અને તેમાં મીકા સિંહનું નામ પણ સામેલ છે. કદાચ બોલીવુડ સિંગર્સમાં મીકા સિંહ પાસે જ પ્રાઈવેટ જેટ છે. મીકા પાસે લેટેસ્ટ સીરીઝની ઘણી લકઝરી ગાડીઓ છે. મીડિયા રીપોર્ટસ મુજબ, મીકા કુલ 450 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. તેમની પાસે એક મોટું એવું ફાર્મ હાઉસ પણ છે. જેની કિંમત પણ કરોડો રૂપિયા બતાવવામાં આવે છે.

ઘણા વિવાદો સાથે જોડાયેલા રહ્યા :

મીકા સિંહ પોતાના ગીતની સાથે જ વિવાદોને લઈને પણ ઘણા ચર્ચામાં રહ્યા છે. તેમનો વિવાદો સાથે જુનો સંબંધ રહેલો છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હીટ થતા પહેલા વર્ષ 2006 માં તે બોલીવુડની ડ્રામા ક્વીન રાખી સાવંતને કિસ કરવાને કારણે ચર્ચામાં રહ્યા હતા. મીકાએ પોતાના જન્મદિવસની પાર્ટીમાં રાખી હતી, અને તે દરમિયાન તેમણે રાખીની ઈચ્છા વિરુદ્ધ તેને કિસ કરી હતી. રાખીએ મીકાને પાઠ ભણાવવા માટે કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા.

થોડા વર્ષ પહેલા મીકા સિંહ તે સમયે પણ વિવાદનો ભાગ બન્યા હતા, જયારે તેમણે પાડોશી દેશ પાકિસ્તાનમાં જઈને પરફોર્મ કર્યું હતું. તેને લઈને તેમનો દેશમાં જોરદાર વિરોધ થયો હતો. વિવાદ વધતો જોઈ મીકાએ FWICE ની માફી માગી હતી ત્યારે જઈને પ્રશ્ન ઉકેલાયો હતો. મીકા સિંહે પોતાના એક લાઈવ શો દરમિયાન એક ડોક્ટરને થપ્પડ મારી દીધી હતી. કહેવામાં આવે છે કે, તે વ્યક્તિ ફીમેલ ક્રાઉડની વચ્ચે જઈને ડાંસ કરી રહ્યો હતો. એ વાત પર મીકા સિંહને ઘણો ગુસ્સો આવી ગયો અને તેમણે ગુસ્સામાં આવીને તે વ્યક્તિને થપ્પડ મારી દીધી હતી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.