એક એવું મંદિર જેના પગથિયા માંથી આવે છે પાણીનો અવાજ, ચમત્કારને નમસ્કાર.

આ મંદિરના પગથિયામાંથી નીકળે પાણીનો અવાજ, ગણપતિ બાપ્પા મોરિયા. મંદિરના પગથીયામાં એક વિશેષ પ્રકારનો પથ્થર લાગેલો છે. જેથી આ પગથીયાની ઉપરની તરફ પથ્થર મારવાથી તેની અંદર પાણીમાં પથ્થર મારવા જેવો અવાજ સંભળાય છે.

ગઢમુક્તેશ્વર આવેલા પ્રાચીન ગંગા મંદિર દર્શન કરવા માટે ભીડ ઉમટે છે. આ મંદિર 80 ફૂટ ઊંચા શિખર ઉપર આવેલું છે. માન્યતા છે કે અહિયાં માંગવામાં આવેલી માનતા પૂરી થાય છે અને માનતા પૂરી થયા પછી શ્રદ્ધાળુ ચડાવો ચડાવે છે. મંદિરની એક વિશેષતા છે કે મંદિરના પગથીયા ઉપર પથ્થર મારવાથી પાણીમાં પથ્થર મારવા જેવો અવાજ આવે છે. એવું લાગે છે કે મંદિરના પગથીયાને સ્પર્શ કરીને માં ગંગા વહેતી હોય.

ganga mandir stairs
ganga mandir

ગઢ ગંગા નગરીમાં પ્રાચીન અને ઐતહાસિક ગંગા મંદિર શહેરની વસ્તીના એક ભાગ ઉપર લગભગ 80 ફૂટ ઊંચા શિખર ઉપર આવેલું છે. આ મંદિર સુધી પહોચવા માટે એક સમયમાં 101 પગથીયા હતા, પરંતુ ઘણી વખત રોડ ઊંચા આવવાને કારણે હવે 84 પગથીયા જ બાકી રહ્યા છે. મંદિરમાં માં ગંગાની એક વિશાળ કદની મૂર્તિ અને ચાર મુખી દૂધ જેવી સફેદ બ્રહ્માજીની મૂર્તિ અને શિવલિંગ છે.

મંદિરના પગથીયામાં લાગેલો છે વિશેષ પ્રકારનો પથ્થર

મંદિરના પગથીયામાં એક વિશેષ પ્રકારનો પથ્થર લાગેલો છે. જેમાં એક પગથીયાની ઉપરના ભાગમાં પથ્થર મારવાથી તેની અંદર પાણીમાં પથ્થર મારવા જેવો અવાજ સંભળાય છે. આ મંદિરના શિવલિંગ ઉપર દર વર્ષે સ્વયં એક શિવ આકૃતિ અંકુરિત થાય છે. મંદિરની વ્યવવસ્થા જાળવતા પુરોહિત સંતોષ કૌશિક જણાવે છે કે આ શિવલિંગમાં દર વર્ષે એક અંકુર ઉપસી આવે છે, જે ફૂટવાથી દેવી-દેવતાઓ અને શિવ આકૃતિ અલગ-અલગ રૂપમાં નીકળે છે.

garhmukteshwar ganga mandir
ganga mandir stairs

મોટા મોટા વૈજ્ઞાનિકો આજ સુધી તેનો ખુલાસો નથી કરી શક્ય કે ખરેખર એવું કેમ થાય છે? તેમણે જણાવ્યું કે આ મંદિરમાં બ્રહ્માજીના ચાર મુખની સફેદ મૂર્તિ છે. ચાર મુખ ઈશ્વરના આશીર્વાદ છે, કેમ કે આ મંદિરની સ્થાપના ક્યારે અને કોણે કરી તેની તેમને પણ ખબર નથી. તેમનું કહેવું છે કે આ મંદિરની જાળવણી પૂર્વજોના સમયથી તેમનું કુટુંબ કરતું આવે છે.

તંત્રની મદદથી 101 પગથીયા બનાવી દેવામાં આવ્યા હતા.

પૂર્વજોના કહેવા મુજબ મંદિરનો ઈતિહાસ હજારો વર્ષ જુનો છે. આ મંદિર સુધી પહોચવા માટે પહેલા પગથીયા ન હતા તેની ચાર દીવાલો પણ ઘણી મોડેથી કરવામાં આવી. ગંગાજી આ મંદિર માંથી થઈને પસાર થાય છે. હવે ગંગાએ પોતાનું સ્થાન અહિયાંથી બદલીને પાંચ કી.મિ. દુર અમરોહા જીલ્લાની સરહદમાં બનાવી લીધું છે. પહેલા મંદિરોની જાળવણીની જવાબદારી જીલ્લા તંત્રએ સંભાળ્યું હતી. ગંગા સ્નાન મેળા માંથી આવેલી આવકનો આઠમો ભાગ મંદિરની જાળવણી માટે ખર્ચ કરવામાં આવતો હતો.

garhmukteshwar ganga mandir
ganga mandir

તંત્રના સહકારથી વર્ષ 1885થી 1890 વચ્ચે આ મંદિર સુધી પહોચવા માટે 101 પગથીયા બનાવવામાં આવ્યા.
પગથીયા પાસે એક-એક પથ્થર લાગેલો છે. જેની ઉપર તે સમયના જીલ્લાધિકારી મેરઠ એસ.એમ. રાહટ બહાદુર અને તાલુકા વિકાસ અધિકારી હાપુસ જોજફ હૈનરીનું નામ કંડારવામાં આવ્યું છે. વર્ષ 1960માં જુલ્લા પરિષદના તત્કાલીન અધ્યક્ષ વિષ્ણુ શરણ દબલીશે મેળામાંથી આવેલી આવક માંથી મંદિરના નામે આર્થિક સહાયતા ન કરવાની નોટીસ જાહેર કરી. જેથી આ મંદિરનું જાળવણીનું કાર્ય ઠપ્પ થઇ ગયું.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.