ટેક્સ ચોરીમાં ફસાયો સાઉથનો આ પ્રખ્યાત એક્ટર, બીજા દિવસે પણ પુછપરછ ચાલુ છે.

આવક વેરો એક એવો હથિયાર છે, જેમાં સામાન્ય માણસથી લઈને મોટા મોટા સ્ટાર્સ પણ ફસાઈ શકે છે. આ જ કડીમાં તમિલ ફિલ્મોના પ્રખ્યાત એક્ટર વિજય પણ ફસાઈ ચુક્યા છે. સાઉથની ઘણી બધી ફિલ્મોમાં વિજયે પોતાના જલવો દેખાડ્યો છે અને લોકો તેમને ખુબ પસંદ પણ કરે છે, પરંતુ આવકવેરા વિભાગ કોઈની લોકપ્રિયતાને નહિ પરંતુ તેમના દ્વારા છુપાવવામાં આવેલ પૈસાને જુએ છે અને જો યોગ્ય રીતે આવક વેરો ન ચુકવલ હોય, તો તેમને તેનું પરિણામ ચૂકવવું પડી શકે છે. ચાલો જણાવીએ શું છે પૂરો મામલો?

આવક વેરામાં આવી રીતે ફસાયા એક્ટર વિજય :-

બુધવારે ટેક્સ ચોરીના મામલામાં આવકવેરા અધિકારીઓએ પુછપરછ કરી છે. જે ગુરુવાર સુધી ચાલુ હતી. વિજય સિવાય અધિકારીઓએ એજીએસ સિનેમા અને ફિલ્મ ફાઇનેન્સર અબુ ચેરિયરની સંપત્તિની તપાસ થઇ. જાણકારી મુજબ એજીએસ સિનેમાએ વિજયની ફિલ્મ બીજીલને પ્રોડ્યુસ કર્યું હતું. આ ફિલ્મ 180 કરોમાં ખર્ચ પર બની હતી, અને આમ ચેલિયરનો પણ પૈસા લાગેલ હતા. ફિલ્મ રિલીઝ થવા પર લગભગ 300 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

આવકવેરા અધિકારીઓએ જણાવ્યું કે ચેલીયરના ઘર પર ખુબ રોકડા પણ મળ્યા છે. તેનો પૂર્ણ ખુલાસો તપાસ કર્યા પછી જ કરવામાં આવશે. એક સિનિયર આવકવેરા અધિકારીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું કે હવે તપાસ પૂર્ણ થઇ નથી જે લોકો આમાં જોડાયેલા છે, તેમની પણ તપાસ ચાલી રહી છે. મીડિયામાં પણ આવા સમાચાર હતા કે આમાં કરોડોના કેશ પકડાયા છે. અમે હજુ કશું સ્પષ્ટ રીતે જાણવાની સ્થિતિમાં નથી. તપાસ દરમિયાન અમને રોકડા સિવાય સોનુ અને બાકી કેટલીક કિંમતી વસ્તુ પણ મળી. તેના વિષે આખી જાણકારી એક સ્ટેટમેન્ટ દ્વારા આપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે એજીએસ સિનેમા અને ચેલીયરની સંપત્તિની તપાસ બુધવારે શરુ થઇ. વિજય પોતાની ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા અને આવક વેરા અધિકારી પુછપરછ કરવા માટે ફિલ્મના સેટ પર પહુંચ્યા. આ કારણે શૂટિંગ ઘણા સમય સુધી રોકાયેલી રહી અને તેના પછી વિજયને શૂટિંગના વચ્ચેથી જ તેમના ઘર લઇ ગયા હતા. એક આવકવેરા અધિકારી મુજબ, વિજય સાથે તેમના ઘર પર પુછપરછ આખી રાત કરવામાં આવી. તેમના ઘરની તપાસ પણ કરવામાં આવી હતી. ચૈન્નઈમાં રહેવા વાળા સાઉથ સિનેમાના એક્ટર સી જોએફ વિજય સાઉથ સિનેમાના પ્રખ્યાત એક્ટર છે. તેમની આવનારી ફિલ્મ માસ્ટર છે અને તેના પહેલા તેમણે બિગીલ, માર્શલ, સરકાર, થેરી, કાઠતી, ઠુપ્પકકી, જિલ્લા, બૈરાવા, પુરી જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકતા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.