વર્ષમાં એક વાર જ ખુલે છે આ મંદિરના દ્વાર, પૂજા દરમિયાન નાગરાજ પણ રહે છે ઉપસ્થિત.

શ્રાવણ મહિનાના સુદ પક્ષની પાંચમના દિવસે નાગ પંચમીનો તહેવાર મનાવવામાં આવે છે. આ દિવસ નાગ દેવતાની પૂજા કરવામાં આવે છે અને નાગને દૂધ પીવરાવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે આવે છે અને તે દિવસે લોકો સાંપની પૂજા વિધિ પૂર્વક કરે છે. ઘણા લોકો આ દિવસે નાગના મંદિરે જઈને, ત્યાં પણ પૂજા અને હવન કરતા હોય છે.

આ પર્વના દિવસે મહાકાલની નગરી ઉજ્જેનમાં આવેલા નાગચંદ્રેશ્વર મંદિરમાં દુર દુરથી લોકો આવે છે. આ મંદિર ઘણું જ વિશેષ મંદિર માનવામાં આવે છે અને આ મંદિરને માત્ર નાગ પંચમીના દિવસે જ ખોલવામાં આવે છે. આ મંદિર સાથે જોડાયેલી માન્યતા મુજબ પંચમીના દિવસે આ મંદિરના કપટ ખોલીને પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે નાગરાજ પણ આ મંદીરમાં આવે છે અને ભક્તોને આશીર્વાદ આપે છે.

આ મંદિરમાં રાખવામાં આવી છે શિવ પાર્વતીની દુર્લભ મૂર્તિ :-

નાગચંદ્રેશ્વર મંદિરમાં નાગ દેવ ઉપરાંત શિવ, પાર્વતી માં ની પૂજા પણ કરવામાં આવે છે. આ મંદિરમાં નાગ દેવના આસન ઉપર ભગવાન શિવજી અને માતા પાર્વતીની મૂર્તિ રાખવામાં આવે છે. આ મૂર્તિ એક દુર્લભ મૂર્તિ માનવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવજી અને માતા પાર્વતીની આ મૂર્તિ આ મંદિર ઉપરાંત કોઈ બીજી જગ્યાએ જોવા નહિ મળે.

ખાસ કરીને હંમેશા નાગ શય્યા ઉપર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જ બિરાજમાન હોય છે. પરંતુ આ મંદિરમાં નાગ શય્યા ઉપર શિવ અને માતા પાર્વતી બિરાજમાન છે અને આવી મૂર્તિ કોઈ બીજા મંદિરમાં નથી રાખવામાં આવી. એટલું જ નહિ નાગ શય્યા ઉપર ભગવાન શિવજી અને માતા પાર્વતીજી ઉપરાંત તેના પુત્ર ગણેશજી પણ બિરાજમાન છે.

ખરેખર કેમ છે નાગ શય્યા ઉપર શિવજી બિરાજમાન :-

નાગ શય્યા ઉપર શિવ ભગવાનનો વાસ હોવા સાથે એક કથા જોડાયેલી છે અને આ પૌરાણીક કથા મુજબ, નાગરાજ તક્ષકે શિવજી ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘણી મહેનત કરી હતી અને શિવ ભગવાનની કઠોર તપસ્યા કરી હતી. નાગરાજની તપસ્યાથી ખુશ થઈને શિવ ભગવાને તેને દર્શન આપ્યા હતા અને તેને અમરત્વનું વરદાન આપ્યું હતું. આ વરદાન મળ્યા પછી નાગરાજે શિવજીના સાનિધ્યમાં વાસ કરવાનું શરુ કરી દીધું અને તેના કારણે આ મંદિરમાં આ મૂર્તિ રાખવામાં આવી છે. જેમાં નાગરાજ ઉપર શિવ ભગવાન, માં પાર્વતી અને ગણેશજી બિરાજમાન છે.

પૂજા કરવાથી મળે છે વિશેષ લાભ :-

નાગ પંચમીના દિવસે આ મંદીરમાં આવીને નાગ દેવની પૂજા કરવાથી વિશેષ લાભ મળે છે. એવું માનવામાં આવે છે કે જો સાચા મનથી નાગ પંચમીના દિવસે અહિયાં આવીને પૂજા કરવામાં આવે, તો કુંડલીમાં રહેલા સર્પ દોષ માંથી મુક્તિ મળી જાય છે.

ક્યા આવેલું છે આ મંદિર :-

નાગચંદ્રેશ્વર મંદિર મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલુ છે. આ મંદિર ઉજ્જેન શહેરમાં છે અને આ મંદિરની આસપાસ બીજા પ્રસિદ્ધ મંદિર પણ છે. એટલા માટે તમે જયારે પણ આ મંદિર જાવ તો અહિયાં આવેલા બીજા મંદિરોમાં પણ જઈને ભગવાનના દર્શન જરૂર કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.