ભારતની પહેલી સંસ્કૃત એનિમેશન ફિલ્મ ‘પુણ્યકોટી’ નું ટ્રેલર બહાર પડ્યું, જલ્દી થશે રિલીઝ જાણો વિગત

‘પુણ્યકોટી’માં માનવ અને પશુઓ વચ્ચે સંઘર્ષને દેખાડવામાં આવ્યો છે, જો કે લોકોને પ્રકૃતિ સાથે સદ્દભાવથી રહેતા શીખવ્યું છે. આ મુવીમાં રોજર નારાયણ (હોલીવુડ અને ભારતીય અભિનેતા) જેવા ઘણા કલાકારોએ મુખ્ય ભૂમિકા સાથે પોતાનો અવાજ આપ્યો છે.

અત્યાર સુધી તમે હિન્દી, અંગ્રેજી, ભોજપુરી, તમિલ વગેરે પ્રકારની ભાષાઓમાં ફિલ્મોને રીલીઝ થતા કે પછી અવાર નવાર ટ્રેલરો જરૂર જોયા હશે. ભલે સંસ્કૃત ભાષાને વિશ્વની સૌથી જૂની ભાષા માનવામાં આવે છે, પરંતુ કદાચ જ ક્યારે પણ તમે સંસ્કૃત ભાષામાં કોઈ ફિલ્મ જોઈ હોય. હવે તમે વહેલી તકે જ સાંસ્કૃતમાં બનેલી એક લઘુ ફિલ્મ જોઈ શકશો. આ ફિલ્મ સંસ્કૃત ભાષાની પહેલી એનીમેશન ફિલ્મ હશે, જેનું નામ છે ‘પુણ્યકોટી’. તેનું ટ્રેલર સોશિયલ મીડિયા ઉપર બહાર પાડવામાં આવ્યું છે.

જયારે કોઈ હિન્દી કે અંગ્રેજીમાં બનેલી ફિલ્મ બનીને તૈયાર થાય છે, તો તેને બજારમાં લાવતા પહેલા તેનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. જેથી વધુમાં વધુ લોકો તે જોવા માટે સિનેમા ઘરો સુધી જઈ શકે. એટલું જ નહિ ફિલ્મના પ્રમોશન માટે તેની આખી સ્ટાર કાસ્ટ મેદાનમાં ઉતરી આવે છે. અને બીજી તરફ ફિલ્મના પોસ્ટર, બેનરને બજારોથી લઈને પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ત્યાં સુધી કે સોશિયલ મીડિયા ઉપર પણ લગાવી દેવામાં આવે છે. આ કામ માટે લાખો નહિ પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

ઝાકમઝોળ ભરેલી દુનિયામાં એક ફિલ્મ એવી સામે આવી છે, જે પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, સાથે જ આ સંસ્કૃત ભાષાનું પણ જ્ઞાન આપે છે. સંસ્કૃત ભાષામાં ‘પુણ્યકોટી’ નામથી બનેલી એનીમેશન ફિલ્મનું ટ્રેલર હાલમાં જ સોશિયલ મીડિયા ઉપર લોન્ચ કરવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે તે જુલાઈ મહિના સુધી મોટા પડદા ઉપર આવી શકે છે. અર્પણ નામની યુઝરે પોતાના ટ્વીટર હેન્ડલથી ટ્વીટ કરતા લખ્યું, ફિલ્મનું પ્રમોશન કરવા માટે તેની પાસે પૈસા નથી. એટલા માટે આ સંદેશ આપવા માટે આ દોસ્તો અને સોશિયલ મીડિયા ઉપર નિર્ભર છે.

@apparrnnaa નામની યુઝર પોતાના બીજા ટ્વીટમાં માહિતી આપતા જણાવે છે, ભારતમાં એવું પહેલી વખત થઇ રહ્યું છે કે જયારે કોઈ એનીમેટેડ ફિલ્મ સંસ્કૃત ભાષામાં બની હોય. ફિલ્મના નિર્માતા અને નિર્દેશક રવીશંકર છે, જે બેંગલુરુમાં ઇન્ફોસીસમાં કામ કરે છે.

ખાસ કરીને ભારતની પહેલી એનીમેશન સંસ્કૃત ફિલ્મ ‘પુણ્યકોટી’ ને રવીશંકર વી એ પોતાના મિત્રો અને સોશિયલ મીડિયા દ્વારા ક્રાઉડ ફંડીંગ કરીને બનાવ્યું છે. તેને બનાવવામાં ૪ થી ૫ કરોડ રૂપિયાનો ખર્ચ આવ્યો છે. જેમાં સંગીત ઈલૈયારાજાએ આપ્યું છે. આ પહેલા આ મુવીને ફિલ્મ સમારોહોમાં પણ પ્રસ્તુત કરવામાં આવશે.

૯૦ મિનીટની ‘પુણ્યકોટી’ ફિલ્મ દક્ષીણ ભારતના એક લોકપ્રિય ગીત ઉપર આધારિત છે. તેને દુનિયાની સૌથી જૂની ભાષા સંસ્કૃતને પુનર્જીવિત કરવાના ઉદેશ્યથી બનાવવામાં આવી છે, જેમાં કુલ ૩૫ યુવા વર્ગના એનીમેટરોએ પોતાનો અવાજ આપ્યો છે. ‘પુણ્યકોટી’માં માનવ અને પશુઓ વચ્ચેનું સંઘર્ષ દેખાડવામાં આવ્યું છે, જે લોકોને પ્રકૃતિ સાથે સદ્દભાવથી રહેતા શીખવે છે. આ મુવીમાં રોજર નારાયણ (હોલીવુડ અને ભારતીય અભિનેતા) જેવા ઘણા કલાકારોએ મુખ્ય ભૂમિકા સાથે પોતાનો અવાજ આપ્યો છે.

આ પહેલા ગયા વર્ષે ૨૦ જાન્યુઆરીના રોજ ‘પુણ્યકોટી’ નામના ફેસબુક પેજથી કરવામાં આવેલી એક પોસ્ટમાં લખ્યું હતું, ‘પુણ્યકોટી’નું પોસ્ટ પ્રોડક્શન કાર્ય અંતિમ ચરણમાં છે અને અમારું આગળનું કાર્ય આ ફિલ્મને વૈશ્વિક સ્તર ઉપર રીલીઝ કરવાનું છે. તેના માટે અમારા તમામ સમર્થક શુભ સમાચારની રાહ જુવે. અમારે એવા લોકોની જરૂર છે, જે વાસ્તવિક કલાકારોને સન્માન આપી શકે, જેમણે તેને બનાવવામાં પોતાના ૩ થી ૪ વર્ષ આપ્યા છે. અંગ્રેજીની ઝાકમઝોળ ભરેલી દુનિયા વચ્ચે સંસ્કૃત ભાષામાં બનેલી આ ફિલ્મ જરૂર સમાજમાં એક સારો સંદેશ આપશે.

આ માહિતી ઓપ ઇન્ડિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.