જયા સાગરને મળી અધધ કરોડની શિષ્યવૃત્તિ, યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ યૂકેમાં કરશે શોધ.

આ હોંશિયાર છોકરી કરશે યુનિવર્સિટી ઓફ બ્રિસ્ટલ યૂકેમાં શોધ, અધધ કરોડની શિષ્યવૃત્તિ.

હિમાચલ પ્રદેશની દીકરીએ દેશ જ નહિ દુનિયામાં નામ રોશન કર્યું છે. મનાલીની જયા સાગર સંશોધન માટે યુનીવર્સીટી ઓફ બ્રિસ્ટલ યુકે જશે.

હિમાચલ પ્રદેશની દીકરીએ દેશ જ નહિ દુનિયામાં નામ રોશન કર્યું છે. મનાલીની જયા સાગર સંશોધન માટે યુનીવર્સીટી ઓફ બ્રિસ્ટલ યુકે જશે. દુનિયાના 400 થી વધુ અરજદારોમાં સામેલ મનાલીની જયા સાગર એશિયાની એકમાત્ર વિદ્યાર્થીની છે. જેણે દુનિયાના ટોપ-10 સભ્યાસ કરનારામાં સ્થાન મેળવ્યું છે. ચાર વર્ષના આ પ્રોગ્રામ માટે તમામ ખર્ચ જૂતશી-સ્મિથ શિષ્યવૃત્તિ દ્વારા ઉપાડવામાં આવશે, જેની રકમ અઢી કરોડથી વધુ રહેશે.

જયા સાગર એનઆઈટી હમીરપુરથી આ વર્ષે ઇલેક્ટ્રોનિકસ કમ્યુનિકેશન એન્જીનીયર બની છે. પરંતુ ઇન્ટરશીપ દરમિયાન તેમણે સ્નાતકનો ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરી લીધો હતો. હવે કવાંટમ કંપ્યુટીંગમાં પીએચડી કરીને યુકે જઈ રહી છે. હાલમાં જ મ્યુનીક જર્મનીમાં થયેલી કવાંટમ કંપ્યુટીંગ ટેકનોલોજીની વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં પણ જયાએ ભારતને ગૌરવ અપાવ્યું છે.

જયાએ જણાવ્યું કે પીએચડીના આ પ્રોગ્રામ માટે આખી દુનિયા માંથી માત્ર 10 વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે, જેમાં એશિયા માંથી માત્ર તેમની જ પસંદગી થઇ છે. આ વિદ્યાર્થીમાં ફી, આવવા જવાનો વિમાન ખર્ચ, રીસર્ચ ગ્રાંટ અને બીજા ખર્ચ જૂતશી-સ્મીહ શિષ્યવૃત્તિ તરફથી ઉપાડવામાં આવશે. જયાએ જણાવ્યું તે 8 સપ્ટેમ્બરના રોજ યુકે જઈ રહી છે.

આવી રીતે થઇ પસંદગી

જયાએ જણાવ્યું કે ગયા વર્ષે જેકેયુ-લીંજ ઓસ્ટ્રીયાની યુનીવર્સીટી માંથી રીસર્ચ ઈંટરશીપ રાખવામાં આવી હતી, જેનો તમામ ખર્ચ પરમાર્થ ફાઉન્ડેશન દ્વારા ઉપાડવામાં આવ્યો. ઈંટરશીપ દરમિયાન જયાના રીસર્ચ પ્રત્યે રસ અને ધગશ જોઇને તેના પ્રોફેસર ડોક્ટર અલેગ્ઝેંડર પોલેરે આ કોર્ષ માટે પ્રેરિત કરી. તે દરમિયાન તેમના સંશોધન કાર્યો જોઇને પ્રોફેસર ઘણા પ્રભાવિત થયા. વિદ્યાર્થીના સંશોધન કાર્ય અને ત્યાર પછી લેવામાં આવેલા ઈન્ટરવ્યુના આધારે પસંદગી કરવામાં આવી.

તેને આપવામાં આવ્યો સફળતાનો શ્રેય

જયાએ પોતાની સફળતાનો શ્રેય માતા મનજીત કૌર અને પિતા ગુપ્તરામ ઠાકુર, સ્કુલના આચાર્ય રૂપ સિંહ ઠાકુર, ભૌતીક શાસ્ત્રના અધ્યાપક રાજ પાલ ગુલેરીયા, એનઆઈટીના પ્રોફેસર કૃષ્ણ કુમાર, ડોક્ટર રાજીવ ચંદેલ, ડોક્ટર ગાર્ગી ખન્ના, ડોક્ટર અશ્વિની રાણા સહીત તેમના તમામ અદ્યાપકોને આપ્યો.

મનાલી પબ્લિક સ્કુલ તરફથી દસમાં ધોરણમાં રાષ્ટ્રીય કક્ષાએ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં જયાએ હિમાચલનું પ્રતિનિધિત્વ કર્યું હતું. રાજકીય વરિષ્ઠ માધ્યમિક પાઠશાળા મનાલી તરફથી વર્ષ 2014માં અમેરિકામાં થયેલા ઈંટેલ ઇન્ટરનેશનલ સાયન્સ ફેયરમાં જયાને 80 દેશોના બાળ વૈજ્ઞાનિકો વચ્ચે ભારતને બે એવોર્ડ અપાવ્યા. જળ વિદ્યુત અને સફરજનની ખેતીને ઉત્તમ બનાવવાના ક્ષેત્રમાં જયાના કાર્યએ તેને હિમાચલની સૌથી નાની કોપી રાઈટ મેળવનારી વિદ્યાર્થીની બનાવી.

આ એવોર્ડ પ્રાપ્ત કર્યા

નેશનલ યુથ એવોર્ડ ફોર રીસર્ચ એંડ ઈનોવેશન.

એવીએએસસી સ્પેશ્યલ એવોર્ડ ઈંટેલ ઈંટરનેશનલ સાયન્સ ઈન્જીનીયરીંગ ફેયર

નેશનલ વુમેન એચીવર એવોર્ડ

જેઆરપીડી મેનોરીયલ એવોર્ડ ફોર એક્લેનસી ઈં સાયન્સ એજ્યુકેશન

બ્રાંજ મેડલ નેશનલ સ્નો બોર્ડ

શિક્ષણ મંત્રીએ આપ્યા અભિનંદન

શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ઠાકુરે રીસર્ચ માટે યુકે જઈ રહેલી જયા સાગરને ઉત્તમ ભવિષ્ય માટે અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર તરફથી જયા સાગરની જરૂરી તમામ સહાય પૂરી પાડવામાં આવશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.