તમારા ફોનમાં છે Truecaller તો હવે થઈ જાઓ સાવધાન કારણ કે તમારા પર્સનલ ડેટાની કિંમત છે આટલા રૂપિયા.

તમારા પર્સનલ ડેટાને ઇન્ટરનેશનલ માર્કેટમાં Truecaller વેચી રહ્યું છે ફક્ત આટલા રૂપિયામાં, જો તમે પણ વપરાતા હોય તો સાવધાન થઈ જજો.

નવી દિલ્હી, ટેક ડેસ્ક. કોલર આઈડી એપ્લિકેશન Truecaller ડેટા લીક થવાનો નવો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ગુનેગારોએ 4.75 કરોડ ભારતીય વપરાશકર્તાઓનો Truecaller ડેટા 75,૦૦૦ રૂપિયામાં વેચવા માટે મુકવામાં આવ્યો છે.

ઓનલાઇન ગુપ્તચર કંપની Cyble ના એક અહેવાલ મુજબ, સાયબર ગુનેગારોએ ભારતીય વપરાશકારોનો અંગત ડેટા વેચવા માટે મુક્યા છે. જો કે, Truecallerના પ્રવક્તાએ કોઈપણ પ્રકારના ડેટા ભંગને નકારી કાઢ્યા છે. તેમનું કહેવું છે કે સાયબર ગુનેગારો Truecallerનું નામ લઈને ડેટા વેચી રહ્યા છે, જેથી ડેટા સાચો લાગે.

Cybleએ તેની બ્લોગ પોસ્ટમાં લખ્યું છે કે અમારા સંશોધનકારોએ શોધી કાઢ્યું છે કે ડેટા વેચનારા સાયબર ગુનેગારો 47 મિલિયન (4.75 કરોડ) ભારતીય વપરાશકર્તાઓનો USD 1,000 (આશરે 75,૦૦૦રૂપિયા) માં વેચવા માટે મુક્યું છે. Truecaller યુઝર્સનો આ ડેટા 2019 માં એકત્રિત કરવામાં આવ્યો છે. અમને આશ્ચર્ય છે કે વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા આટલા સસ્તામાં વેચવામાં આવી રહ્યા છે.

સાયબર ગુનેગારો દ્વારા વેચવામાં આવતા ભારતીય વપરાશકર્તાઓના આ Truecaller ડેટામાં યુઝર્સના ફોન નંબર, લિંગ, સિટી, મોબાઈલ નેટવર્ક, ફેસબુક આઈડી સહિત ઘણી માહિતી છે. Cyble સંશોધનકારો એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ ડેટા લીક થવાને કારણે ભારતીય વપરાશકર્તાઓ સ્પૈમ, કૌભાંડ અથવા કોઈપણ પ્રકારના સાયબર ગુના જેવી ઘટનાઓનો સામનો તો નથી કરવો પડી રહ્યો ને. તેના બ્લોગમાં Cyble એ આગળ લખ્યું છે કે અમને જેવી વધુ માહિતી મળશે, અમે અમારા બ્લોગને અપડેટ કરીશું.

જો કે, Truecaller એ એ સ્પષ્ટ કર્યું છે કે અમારા ડેટાબેઝમાં કોઈ પણ પ્રકારનું કાયદાનું ઉલંઘન કરવામાં આવ્યું નથી. અમારા તમામ વપરાશકર્તાઓની માહિતી સંપૂર્ણ રીતે સલામત છે. અમે અમારા વપરાશકર્તાઓની ગોપનીયતા અને સેવાને ગંભીરતાથી લઈએ છીએ અને સતત કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ ઉપર નજર રાખીએ છીએ.

Truecaller ના પ્રવક્તાએ વધુમાં કહ્યું કે, ‘ગયા વર્ષે મે મહિનામાં આ પ્રકારના ડેટા વેચવા અંગે કંપનીને જાણ થઇ હતી. શું ખબર તેની પાસે ગયા વર્ષ વાળા ડેટાબેઝ હશે. સાયબર ગુનેગારો માટે એ મોટી વાત નથી કે બહુવિધ ફોન નંબરોના ડેટાબેઝ મૂકીને તેની ઉપર Truecaller સ્ટેમ્પ લગાવી લે, જેથી તેને સરળતાથી વેચી શકે. અમે લોકોને વિનંતી કરીએ છીએ કે આ સાયબર ગુનેગારોની જાળમાં ન આવો.’

ખાનગી ડેટા લીક થવાને કારણે સાયબર ગુનેગારો ઘણા પ્રકારના ઓનલાઇન ગુના કરે છે. આ વ્યક્તિગત માહિતીઓનો ઉપયોગ કરીને સાયબર થેક્ટ, સ્કૈમ્સ જેવા ગુનાનો સમાવેશ થાય છે. ગયા અઠવાડિયે પણ Cyble એ 2.9 કરોડ ભારતીય વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતીની ચોરી થવા અંગે તપાસ કરી હતી. આ વ્યક્તિગત માહિતી કોઈ જોબ સાઇટ ઉપરથી ચોરાઇ ગઈ હતી.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.