અમેરિકાના કોલોરાડોમાં બાળકો છેલ્લા બે દિવસોથી ઘરમાં જ બેસી રહ્યા છે. અમુક બીમાર છે, જેમનો હોસ્પિટલમાં ઈલાજ ચાલી રહ્યો છે. લોકો ડરી ગયા છે. સ્કૂલ બંધ પડી છે. કારણ કે ત્યાં એક ખતરનાક વાયરસે હુમલો કર્યો છે. જે જિલ્લામાં એ વાયરસ ફેલાયો છે, ત્યાંના તંત્રએ સ્કૂલોમાં રજા આપી દીધી છે. સાથે જ લોકોને સાફ સફાઈ રાખવાનો આદેશ આપી દીધો છે.
46 સ્કૂલોના 22 હજાર બાળકો નથી જઈ રહ્યા સ્કૂલ :
કોલોરાડોના ડીસ્ટ્રીકટ 51 ની બધી 46 સ્કૂલોને બંધ કરી દેવામાં આવી છે. એમાં ભણતા 22 હજાર બાળકો સ્કૂલે નથી જઈ રહ્યા. સ્કૂલ સંગઠનની અધ્યક્ષ ડાયના સિર્કોએ કહ્યું કે, આ વાયરસના ખતમ થવા સુધી આ જિલ્લાની બધી સ્કૂલો બંધ રહેશે.
સેંકડો બાળકો અને ટીચરોને ઉલ્ટી થઈ રહી છે :
ફોર્બ્સના સમાચાર અનુસાર ડીસ્ટ્રીકટ 51 ની બધી 46 સ્કૂલોના સેંકડો બાળકો અને ટીચર આ સમયે અલગ અલગ હોસ્પિટલમાં પોતાનો ઈલાજ કરાવી રહ્યા છે. એમને સતત ઉલ્ટી થઈ રહી છે. બધા લોકો ડાયરિયાનો શિકાર થઈ ગયા છે.
ઘણો ચેપી અને ખતરનાક છે નોરો વાયરસ :
નોરો વાયરસ ઘણો ખતરનાક અને ચેપી છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશને એને માણસોમાં ઘણી ઝડપથી ફેલાવાવાળો વાયરસ ગણાવ્યો હતો.
12 થી 48 કલાક પછી દેખાવા લાગે છે બીમારીના લક્ષણ :
નોરો વાયરસનો ચેપ લાગ્યા પછી કોઈ પણ માણસમાં બીમારીના લક્ષણ 12 થી 48 કલાક પછી દેખાવા લાગે છે. એમાં માણસને ડાયરિયા, ઉલ્ટી, બેચેની અને પેટમાં દુઃખાવો થાય છે. એક જ દિવસમાં ઘણી વાર ઉલ્ટીઓ થઈ શકે છે અને ડાયરિયાના ઘણા અટેક આવી શકે છે.
ઉલ્ટીથી પણ ફેલાય છે વાયરસ :
જે બીમાર લોકો ઉલ્ટી કરે છે, ત્યાંથી વાયરસ ફેલાવા લાગે છે. સાથે મળથી પણ વાયરસ ફેલાય છે. એટલા માટે આનાથી બીમાર માણસને સંપૂર્ણ રીતે આઈસોલેશનમાં રાખવામાં આવે છે.
આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.