સુપરસ્ટાર સાથે લગ્ન કર્યા પછી ખુલ્યું આ મહિલાનું નસીબ, પહેલા હતી એક ગરીબ માણસની પત્ની

બોલીવુડની દુનિયામાં રહેવા વાળા માણસ પાસે નામ અને મિલકતની કોઈ કમી નથી હોતી. બસ તેનું કનેક્શન બોલીવુડની દુનિયા સાથે હોવું જ પુરતું છે. જ્યાં એક તરફ કલાકાર પોતાના કામ દ્વારા પોતાનું નામ અને ફેમ બનાવે છે, તો કોઈ તેના પરીવારના નામથી પોતાનું ફેમ બનાવે છે. બોલીવુડની દુનિયા સાથે જોડાયેલા દરેક વ્યક્તિનું જીવન વિશેષ હોય છે, અને તે ક્યારેક ને ક્યારેક સમાચારોમાં જરૂર આવે છે. આમ તો બોલીવુડ અભિનેતાઓની પત્નીઓ હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ સંજય દત્તની પત્નીની વાત જ કાંઈક અલગ છે. તો આવો જાણીએ અમારા આ લેખમાં તમારા માટે શું વિશેષ છે?

બોલીવુડ અભિનેતા સંજય દત્તની ત્રીજી પત્નીના નામથી પ્રસિદ્ધ માન્યતા દત્ત સુંદરતામાં મોટી-મોટી અભિનેત્રીઓને પાછી પાડી દે છે. માન્યતા દત્ત સંજય દત્ત સાથે જ્યાં પણ જાય છે, ત્યાં લોકોની નજર તેને ઘેરી લે છે. સુંદરતામાં માન્યતા દત્તને કોઈ હરાવી નથી શકતું. માન્યતા દત્ત સંજય દત્તની ત્રીજી પત્ની છે. સંજય દત્તની લવ લાઈફ કોઈ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી, તેમાં ઘણા ઉતાર ચડાવ આવ્યા છે. હવે જઈને એમની ગાડી પાટા ઉપર ચડી છે. આજે અમે તમને સંજય દત્તની પત્ની માન્યતા દત્ત સાથે જોડાયેલું એક રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ.

સંજય પહેલા આ વ્યક્તિની પત્ની હતી માન્યતા :

સંજય દત્તની પત્ની થયા પછી સમજો કે માન્યતાની સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા હોય. ઘણા ઓછા લોકો જાણતા હશે કે સંજય પહેલા માન્યતા એક સામાન્ય માણસની પત્ની હતી. એક સામાન્ય છોકરી હતી અને તેના લગ્ન એક સામાન્ય માણસ સાથે થયા છે. જો કે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા ઉપર સમાચારોમાં રહે છે. માન્યતાનું સાચું નામ દીલનવાજ શેખ છે. માન્યતાના લગ્ન એક મુસ્લિમ છોકરા સાથે થયા હતા. પરંતુ પારિવારિક સમસ્યાને કારણે બન્ને વચ્ચે છુટાછેડા થઇ ગયા, ત્યાર પછી તેનાથી અલગ જ થઇ ગઈ.

સંજય દત્ત સાથે થઇ હતી પહેલી મુલાકાત

માન્યતા દત્ત દેખાવમાં સુંદર છે અને એ કારણ છે કે માન્યતાને જોતા જ સંજય પોતાનું દિલ આપી બેઠો. મીડિયા રીપોર્ટસના જણાવ્યા મુજબ તો સંજય સાથે માન્યતાની પહેલી મુલાકાત ૨૦૦૬ માં થઇ હતી, અને ત્યાર પછી બન્નેએ એક બીજાને બે વર્ષ સુધી ડેટ કર્યા. સંજયનું દિલ પહેલા પ્રેમમાં ઘણી વખત તૂટી ગયું હતું, જેના કારણે તે આ વખતે વિચારી વિચારીને ડગલા ભરી રહ્યો હતો. વર્ષ ૨૦૦૮ માં સંજયએ માન્યતા સાથે લગ્ન કર્યા અને બન્નેનું ઘર કુટુંબ સારી રીતે ચાલી રહ્યું છે.

સંજય સાથે હંમેશા ઉભી રહી માન્યતા :

માન્યતા દત્તએ સંજય સાથે દરેક મુશ્કેલ સમયમાં સાથ આપ્યો. આપણે બધા જાણીએ છીએ કે સંજયના જીવનમાં ઘણા પ્રકરણ એવા છે, જો કે એક સામાન્ય માણસના જીવનમાં શક્ય નથી. સંજય દત્તનું જીવન એટલું સરળ નથી રહ્યું. પરંતુ ખાસ કરીને પત્ની માન્યતાએ તેનો દરેક વખતે સાથ આપ્યો અને એ કારણ છે કે આજે તેમનું એક હસતું રમતું પરિવાર છે. સંજય અને માન્યતા એક બીજાને ઘણો પ્રેમ કરે છે.