લાઈવ શો માં કપિલના મોં માંથી નીકળી ગઈ ખોટી વાત, હાથ જોડીને સારાની માફી માંગી.

દ કપિલ શર્મા શો ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પ્રમોશનનો અડ્ડો બની ગયું છે, જયારે પણ કોઈ ફિલ્મી કલાકારોને પોતાની ફીલ્મનો પ્રચાર કરવાનો હોય છે, તો તે સૌથી પહેલા કપિલ શો ઉપર જ આવે છે. કપિલ વર્તમાનમાં ભારતના નંબર ૧ કોમેડિયન છે. તેનો શો ઘણી ટીઆરપી મેળવે છે. તેની સાથે જ શો માં જયારે કલાકારો આવે છે, તો તેની ઘણી હસી મજાક પણ થાય છે.

અહિયાં દર્શક આ બોલીવુડ સ્ટાર્સને અંગત રીતે ઓળખે છે, હાલમાં જ કપિલના શો ઉપર સારા અલી ખાન અને કાર્તિક આર્યન આવ્યા હતા. આ બંને અહિયાં પોતાની આગામી ફિલ્મ ‘લવ આજકલ’ ના પ્રમોશન માટે આવ્યા હતા.

શો માં કપિલ જયારે સારા અને કાર્તિકને વેલકમ કરે છે, તો તેના મોઢામાંથી ભૂલથી કાંઈક એવી વાતો નીકળી જાય છે જે સારાને પસંદ ન આવી. ત્યાર પછી કપિલે હાથ જોડી સારાની માફી માગવા લાગે છે. ખાસ કરીને જેવા સારા અને કાર્તિક આવે છે. તો કપિલ બોલે છે, કેવું ચાલી રહ્યું છે? તમારા બંનેનો લવ આજકાલ? થોડા અટક્યા પછી કપિલ કહે છે હું પ્રમોશનની વાત કરી રહ્યો છું. ત્યાર પછી કપિલ જણાવે છે કે પહેલા આવેલી લવ આજકલમાં સારાના પપ્પા સૈફ હતા અને આ ફિલ્મમાં તમે છો, તો અમે શું સમજીએ કે તેના ત્રીજા પાર્ટમાં ઈબ્રાહીમ અને ચોથામાં તૈમુર હશે?

કપિલની આ વાત સાંભળીને સારા કહે છે કે સૈફનું પાત્ર કાર્તિક કરી રહ્યા છે, પછી કપિલ કહે છે કે લવ આજકલ ૨ માં તમે હિરોઈન છો અને પહેલા સૈફ હતા. બસ એ વાત ઉપર સારા કપિલને મેણા મારતા કહે છે કે સૈફ હિરોઈન નહિ હીરો હતા. તમે શું કહી થયા છો કપિલ? ત્યાર પછી કપિલ પણ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે અને તે સારા સામે હાથ જોડી માફી માગવા લાગે છે, ત્યાર પછી ત્યાં રહેલા તમામ લોકો હસવા લાગે છે.

તેની સાથે જ કાર્તિક અને સારા કપિલના શો ઉપર ઘણી મસ્તી કરે છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન કાર્તિકે સારાને તેડી લીધી હતી. તેવામાં કપિલ કાર્તિકને કહે છે કે અહિયાં તે અર્ચના પૂરણ સિંહને તેડી લે. કાર્તિક કપિલની વાત માની અર્ચનાને તેડી લે છે, આમ તો તેને નીચે ઉતાર્યા પછી કાર્તિક બેભાન થવાની એક્ટિંગ કરવા લાગે છે, આ દ્રશ્ય જોઈ બધા લોકો હસવા લાગે છે. તેવામાં દર્શકો વચ્ચે કાર્તિકના પેરેન્ટ્સ પણ હાજર હોય છે. આવો તમે આખી ઘટનાનો વિડીયો પણ જોઈ લો.

સૈફ અને કાર્તિકની લવ આજકાલ ૧૪ ફેબ્રુઆરીના વેલેંટાઈન ડે ના દિવસે રીલીઝ થઇ રહી છે. ફિલ્મનું ટ્રેલર પહેલા જ રીલીઝ થઇ ચુક્યું છે. જે જોઈ દર્શકોની મિશ્ર પ્રતિક્રિયા આવી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.