આજકાલ કીડનીના રોગીઓ દ્વારા ‘નીરી કેએફટી’ નો મોટા પાયા પર તેને ટોનિકની રીતે ઉપયોગ કરવામાં આવે છે. કીડની સંબંધિત બીમારીઓમાં જ્યાં સંતુલિત ખોરાક જરૂરી છે, ત્યાં જ આયુર્વેદના ઘણા ફોર્મુલા પણ કાર્યરત છે. તેથી ‘નેશનલ કીડની ફાઉન્ડેશન એન્ડ ધ એકેડમી ઓફ ન્યુટ્રીશન ડાયટીક્સ’ ના કીડનીના દર્દીઓ માટે ‘મેડીકલ ન્યુટ્રીશન થેરેપી’ ની ભલામણ કરમાં આવી રહી છે. ફાઉન્ડેશનનું કહેવું છે કે જો કીડનીના રોગીઓને હર્બલ પદાર્થોથી પરિપૂર્ણ અને સારો ખોરાક મળે તો બીમારીને નિયંત્રિત કરી શકાય છે.
સર ગંગારામ હોસ્પિટલના નેફ્રોલોજીસ્ટ મનીષ મલિક કહે છે, કે આ ભલામણ મહત્વપૂર્ણ એટલા માટે પણ છે, કારણ કે હાલમાં ‘અમેરિકન જર્નલ ઓફ કાર્માસ્યુટીકલ રીસર્ચ’ માં એક ભારતીય આયુર્વેદિક ફોર્મુલા ‘નીરી કેએફટી’ ને કીડનીના ઉપચારમાં કાર્યરત મેળવાયું. આ આયુર્વેદિક ફોર્મુલા છે, પણ તેના ઉપયોગથી કીડની રોગીઓમાં મોટો સુધારો જોવામાં આવ્યો છે. ‘નીરી કેએફટી’ લોહીમાં સીરમ ક્રિએટીનિન, યુરિક એસીડ અને ઇલેક્ટ્રોલેટસના સ્તરમાં સુધારો કરે છે. તેથી આજકાલ કીડની રોગીઓ દ્વારા મોટા પાયા પર તેને ટોનિકની રીતે ઉપયોગ કરી શકાય છે.
નીરી કેએફટીને ‘એમિલ ફાર્માસ્યુટીકલ’ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. એમિલના અધ્યક્ષ કહે છે, કે તેમાં પુનર્નવા નામની એક એવી બુટી છે જે કીડનીની ક્ષતિગ્રસ્ત કોશિકાઓને પણ સરખી કરે છે.
શિકાગોમાં આવેલી ‘લોયોલા વિશ્વવિદ્યાલય’ ના અધ્યયનકર્તા ડો.હોલી ક્ર્મેરે કહ્યું, કે મોટા ભાગના દર્દીઓને ખબર નથી હોતી કે બીમારીઓને નિયંત્રિત રાખવામાં ભોજનની શું ભૂમિકા છે. તેથી હવે ખોરાકને કીડનીની બીમારીના ઉપચારનો ભાગ બનાવવામાં આવી રહ્યો છે.
‘પોન્ડુંચેરી ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાઇંસેજ’ ના પ્રોફેસર અને નેફ્રોલોજીસ્ટ ડો. જી. અબ્રાહમ પણ આ શોધની પુષ્ટિ કરે છે. તેમણે એક શોધ દ્વારા જાણ્યું કે 42-77 ટકા કીડનીના રોગીઓ કુપોષણના શિકાર હતા.
કીડનીની બીમારીને કારણે તે જરૂરી ભોજન નહોતા લેતા. થોડા પોતાની ઈચ્છાથી તો થોડા ઘરવાળાની સલાહથી એવું કરી રહ્યા હતા. અબ્રાહમ કહે છે કે જો એવા દર્દીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે, તથા તેમને ઉચિત પોષકઆહાર મળે તો બીમારીને વધતા રોકી શકાય છે.
આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે, અને એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો. જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે, અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળાને મદદ કરવા સમાન છે. કેમ કે તમારા શેર કરવાથી જો કોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.