18 બુલેટ ટ્રેન, 1800 એમ્સ, 1100 રાફેલ, 20 લાખ કરોડમાં આ કામ થઈ શકે છે, જાણવા જેવી માહિતી છે.

સરકારના 20 લાખ કરોડના પેકેજથી થઈ શકે છે ઘણા મોટા કામ, 1800 એમ્સ ખોલી શકાય કે પછી 1100 રાફેલ લાવી શકાય છે

કોરોના સંકટ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ પેકેજથી ઇકોનોમીની ગાડી પાટા ઉપર દોડવા લાગશે. પરંતુ સવાલ એ છે કે જો આ રકમ સરકારના બીજા પ્રોજેક્ટમાં ખર્ચ કરવામાં આવે તો કેવી પરિસ્થિતિ ઉભી થશે? આવો સમજવાનો પ્રયત્ન કરીએ.

સ્ટેચ્યુ ઓફ યુનિટી

દેશમાં લગભગ 735 જિલ્લાઓ છે. અને ગુજરાતમાં સરદાર પટેલની મૂર્તિ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું બજેટ લગભગ 3 હજાર કરોડ હતું. જો મોદી સરકારના કુલ પેકેજના નાણાંને માત્ર આવી પ્રતિમાઓ ઉપર જ ખર્ચ કરી નાખવામાં આવે તો લગભગ 700 જિલ્લાઓમાં આવા એક સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉભા કરી શકાય છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ

એક અંદાજ મુજબ બુલેટ ટ્રેનનો પ્રથમ પ્રોજેક્ટર (અમદાવાદથી મુંબઇ) નું બજેટ 1.10 લાખ કરોડ છે. જો મોદી સરકારના આર્થિક પેકેજને બુલેટ ટ્રેનમાં મુકવામાં આવે તો મુંબઇ-અમદાવાદ જેવા 18 રૂટ ઉપર બુલેટ ટ્રેન દોડી શકે છે.

રાફેલ વિમાન

ભારત અને ફ્રાન્સ વચ્ચે 36 રાફેલ વિમાનો માટે લગભગ 59,000 કરોડનો સોદો થયો છે. જો મોદી સરકારનું કુલ આર્થિક પેકેજને રાફેલ વિમાન ઉપર જ ખર્ચ કરી દેવામાં આવે તો દેશને લગભગ 1100 રાફેલ વિમાન મળી જાય.

1800 એમ્સ

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એમ્સના પ્રોજેક્ટ માટે 1,011 કરોડ રૂપિયા ખર્ચ થવાનો અંદાજ છે. જો સરકારના આર્થિક પેકેજને એમ્સના બાંધકામ ઉપર ખર્ચ કરવામાં આવે છે, તો દેશભરમાં 1800 એમ્સ હોસ્પિટલો થશે. એટલે કે, દેશના મોટાભાગના જિલ્લાઓમાં બે કરતા વધારે એમ્સ હોસ્પિટલ બનાવી શકાય છે. તમને અહીં જણાવી દઇએ કે એમ્સના નિર્માણ માટે દરેક રાજ્યમાં એક સરખો ખર્ચ નથી થતો. ઘણા રાજ્યોમાં આના કરતાં વધુ પણ છે. સરકારે આ વર્ષે શિક્ષણ માટે 99,300 કરોડ રૂપિયા ફાળવ્યા છે. આ રકમ સરકારના આર્થિક પેકેજ કરતા લગભગ 20 ગણી ઓછી છે.

દુર થઇ જશે દેવું

જો 20 લાખ કરોડના પેકેજને દેશના 130 કરોડ લોકોમાં વહેંચવામાં આવે તો દરેક વ્યક્તિના હાથમાં લગભગ 15,300 રૂપિયા આવશે. સરકારી આંકડા દર્શાવે છે કે વર્ષ 2019 માં ભારતમાં દરેક વ્યક્તિ ઉપર સરેરાશ 62 હજાર રૂપિયાથી વધુનું દેવું છે.

મતલબ કે લોકોનું દેવું ઓછું થઈ શકે છે. માર્ચ 2019 સુધીમાં ભારતનું કુલ બાહ્ય દેવું 543 અબજ ડોલર (આશરે 37,758 અબજ રૂપિયા) હતું. આ દેવાને આર્થિક પેકેજના સામાન્ય ભાગથી પણ દૂર કરી શકાય છે.

જમ્મુ કાશ્મીર અને લદાખ

સરકારે નવા કેન્દ્ર શાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના વિકાસ માટે લગભગ 36 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી. સરકારનું આર્થિક પેકેજ આના કરતા 55 ગણું વધારે છે. આનો અર્થ એ છે કે જો સરકારના આર્થિક પેકેજને આ રાજ્યો ઉપર ખર્ચ કરવામાં આવે તો સંપૂર્ણ ચિત્ર બદલાઈ જશે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.