હથેળીમાં આવું એક પણ નિશાન દેખાય તો તમે નસીબદાર છો, જાણો વધુ વિગત

હથેળીની રેખાઓ આપણા જીવન વિષે ઘણું બધી નિર્ધારિત કરે છે. હસ્તશાસ્ત્રના જણાવ્યા મુજબ બનતી-બગડતી રેખાઓની જેમ જ આપણી હથેળીમાં અમુક નિશાન જોવા મળે છે. તે જણાવે છે કે, વ્યક્તિ કયા ક્ષેત્રમાં આગળ જશે? કે પછી તે કેવું જીવન જીવશે? આ નિશાન(ચિન્હ) જોઈને તમને પણ સરળતાથી ખબર પડી શકે છે કે તમારા નસીબમાં શું લખ્યું છે? આવી જાણી લઈએ.

હથેળી પર ગુરુ વલય હોય તો :

ગુરુ પર્વત પર બનવા વાળા અર્ધ વર્તુળને ગુરુ વલય કહેવાય છે. જો કોઈ વ્યક્તિની હથેળીમાં આ ચિન્હ હોય તો હસ્તશાસ્ત્ર મુજબ આવા વ્યક્તિ ખુબ સારા ગુરુ હોય છે. સાથે જ તે ખુબ સારા હિલર હોય છે. બીજા પર તેમનો ઊંડો પ્રભાવ હોય છે. એટલું જ નહિ ગુરુ વલય જે વ્યક્તિના હાથમાં હોય તેમનું અંતઃપ્રેરણા પાવર ઘણો સારો હોય છે. આ જ કારણ છે કે, જો તે જ્યોતિષ ક્ષેત્રમાં આગળ જવા માંગે છે તો તે ખુબ આગળ જઈ શકે છે. એના સિવાય તે ઉચ્ચ પદ મેળવશે. સમાજમાં આમને વિશેષ સમ્માન પ્રાપ્ત થશે. રાજનીતિમાં પણ સારી પકડ હશે.

જો હથેળીમાં બનેલી હોય ફૂલોની માળા :

હસ્તરેખા શાસ્ત્રમાં ફૂલોની માળાના ચિન્હને વિશેષ સ્થાન આપવામાં આવ્યુ છે. જો આવું ચિન્હ કોઈ વ્યક્તિની હથેળી પર હોય તો તેમના જીવનમાં ક્યારેય પણ ધન-ધાન્યની કમી થતી નથી. સાથે જ સમાજમાં દરેક તરફ તેમને પ્રસિદ્ધિ મળે છે. એટલું જ નહિ ધાર્મિક કાર્યોમાં પણ તેમની રુચિ ઊંડી હોય છે. પૂજા-પાઠ કરવા સિવાય તે ધર્મ-કર્મના મામલામાં પણ આગળ હોય છે.

જો હથેળીમાં બન્યુ છે પતંગનું નિશાન :

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિના હાથમાં પતંગનું નિશાન બનેલું હોય તો તેમનો સ્વભાવ, કે એમ કહીએ તો નસીબ પણ તેની જેમ જ બની જાય છે. એટલે કે આ ચિન્હ હોવા પર વ્યક્તિ એશ્વર્યનો ભાગી હોય છે. આના સિવાય તે પ્રતિભાના ધની હોય છે, અને તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાય છે.

હથેળીમાં બન્યું હોય ઘોડાનું નિશાન :

હસ્તરેખા શાસ્ત્ર જણાવે છે કે, જો કોઈ વ્યક્તિની હથેળીમાં ઘોડાનું ચિન્હ બનેલ હોય, તો આવા વ્યક્તિને ઘણી સફળતા મળશે. દરેક ક્ષેત્રમાં તેમનું સમ્માન થાય છે. રાજનીતિ કે સેનામાં જવાની ઈચ્છા હોય, તો આ ક્ષેત્રમાં ઉચ્ચ પદ અને ઘણું સમ્માન મળે છે.

જો બનેલી હોય હથેળીમાં પાલખી તો :

જો કોઈ વ્યક્તિની હથેળીમાં પાલખીનું ચિન્હ બનેલું હોય તો આવા વ્યક્તિઓને ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. હસ્તરેખા શાસ્ત્ર કહે છે કે, આ નિશાન હાથમાં રહેવાથી વ્યક્તિની પાસે અપાર ધન-સંપત્તિ હોય છે.

કળશ અને કમંડળનું ચિન્હ હોય તો :

હસ્તરેખા શાસ્ત્ર જણાવે છે કે, જો કોઈ વ્યક્તિની હથેળીમાં કળશ અને કમંડળનું ચિન્હ બનેલું હોય, તો એ ખુબ જ શુભ હોય છે. આ નિશાન હોવાથી વ્યક્તિ પાસે ધન-વૈભવ તો હોય જ છે, સાથે જ તે ધર્મના ક્ષેત્રમાં પણ અત્યંત પ્રભાવશાળી હોય છે. ધાર્મિક યાત્રાઓ કરે છે, ધર્મનો પ્રચાર પ્રસાર કરે છે. એટલું જ નહિ મંદિરો, ધર્મશાળા વેગેરેનું નિર્માણ કરવાવાળા પણ હોય છે. કથા વાચકના રૂપમાં પણ તેમને દેશ-વિદેશમાં ખ્યાતિ મળે છે. વિદેશ યાત્રાઓના પણ યોગ બની રહે છે. આવા વ્યક્તિ જે પણ કામ કરે છે તેમાં તેને સફળતા જ મળે છે.

હથેળીમાં સિંહાસન હોવું :

હસ્તરેખા શાસ્ત્ર મુજબ જેની હથેળીમાં સિંહાસન ચિન્હ બનેલું હોય તેવા વ્યક્તિનું પ્રભુત્વ જોતા જ બની જાય છે. રાજનીતિના ક્ષેત્રમાં આવા વ્યક્તિ ઉચ્ચ પદ પર બેસેલા હોય છે. આના સિવાય સરકારી નોકરીમાં પણ ઉચ્ચ અધિકારીની નોકરી મળે છે. એટલે કે આ જે ક્ષેત્રમાં આગળ જવા પ્રયત્ન કરે છે, ત્યાં તે ઉચ્ચ પદ પર જ હોય છે.

તલવાર અને ત્રિશુલનું ચિન્હ હોય તો :

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર કોઈ વ્યક્તિના હાથમાં જો તલવારનું ચિન્હ બનેલું હોય છે, તો તે અત્યંત ભાગ્યશાળી હોય છે. તે જે પણ કાર્યની શરૂઆત કરે તેમાં સફળતા નિશ્ચિત મેળવે છે. સમાજના દરેક ક્ષેત્રમાં તેમને સમ્માન મળે છે. જો હથેળીમાં આ ત્રિશુલનું ચિન્હ હોય તો આવા વ્યક્તિ કટ્ટરપંથી અને પોતાના લક્ષ્યને લઈને નક્કી હોય છે. એટલે કે જે પણ કામ કરે છે, તેને પૂરું કરીને જ માને છે. આ ક્યારેય પણ કોઈ પણ કામ અધૂરું છોડતા નથી.

આ માહિતી નવ ભારત ટાઈમ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.