30 દિવસમાં થશે 3 ગ્રહણ, ભારતમાં એક દેખાશે, દેશ-દુનિયા સહીત બધી રાશિઓ પર પડશે આ પ્રભાવ.

30 દિવસમાં 3 ગ્રહણ થવાના છે, જાણો તેના લીધે કઈ રાશિઓ પર પડશે કેવો પ્રભાવ, ભારતમાં દેખાશે આ એક ગ્રહણ.

હવે એક મહિનામાં એટલે કે ૩૦ દિવસની અવધિમાં ત્રણ ગ્રહણ લાગવાના છે. જેમાં એક સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ. આ એક દુર્લભ ઘટના છે. ખગોળીય આ ઘટનાના ઊંડા મર્મ છે. જ્યોતિષના મુજબ આ ઘટના સૃષ્ટિમાં બદલાવ લાવી શકે છે. આ બદલાવ સારા અને માઠા પણ હોઈ શકે છે. આ ત્રણે ગ્રહણથી સારા સમાચાર પણ હોઈ શકે છે અને ખરાબ સમાચાર પણ હોઈ શકે છે. તો આવો જાણીએ આ ગ્રહણથી દેશ અને દુનિયા સહિત 12 રાશિ પર તેનો શું પ્રભાવ પડે છે?

ક્યારે કયું ગ્રહણ લાગશે?

પહેલું ગ્રહણ 5 જૂને છે. જે ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ છે. આ પહેલા 10 જાન્યુઆરીએ ગ્રહણ લાગ્યું હતું. આ પછી 21 જૂને સૂર્ય ગ્રહણ જે કંકણાકૃતિમાં દેખાવાનું છે. જે ભારતમાં નહીં દેખાય. ત્રીજુ ગ્રહણ ચંદ્રગ્રહણ છે. જે 5 જુલાઈએ લાગશે. એક મહિનામાં ત્રણ ગ્રહણ છે પણ એક જ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે. એક જ મહિનામાં ત્રણ ગ્રહણ હોવા એક દેશ માટે યોગ્ય નથી. પાંચ જૂનથી 5 જુલાઈ સુધી ત્રણ ગ્રહણ છે.

એક મહિનામાં ત્રણ ગ્રહણ

1. ચંદ્રગ્રહણ- 5 જૂન 2020

આરંભ- રાત્રી 11:15

અંત- રાત્રી 2:34 (6 જૂન)

કુલ અવધિ- 3 કલાક 19 મિનિટ

2. સૂર્યગ્રહણ- 21 જૂન 2020

આરંભ- સવારે 9:15

અંત- સાંજે 15:03

કુલ અવધિ- 5 કલાક 48 મિનિટ

3. ચંદ્રગ્રહણ- 5 જુલાઈ 2020

આરંભ- સવારે 8:37 મિનિટ

અંત- સવારે 11:22 મિનિટ

કુલ અવધિ- 2 કલાક 45 મિનિટ

(ભારતમાં દેખાવાનું ન હોવાને કારણે સુતક માન્ય નથી, પણ સાધના માન્ય છે.)

ત્રણથી વધારે ગ્રહણ થવાના હોય તો તે ચિંતાનો વિષય છે.

5 જૂન 2020 ચંદ્રગ્રહણ

પ્રારંભ રાત્રે 11:15 મિનિટ અને સમાપ્તિ 6 જુન સવારે ચંદ્રગ્રહણ, જેમાં શુક્ર વક્રી અને અસ્ત રહેશે, ગુરુ શનિ વક્રી રહેશે આ ત્રણેય ગ્રહો વક્રી રહેશે. જેને કારણે દેશના અર્થતંત્ર પર તેનો પ્રભાવ પડી શકે છે. શેરબજારથી જોડાયેલા લોકો સાવધાન રહે. આ ગ્રહણ વૃષિક રાશિ પર ખરાબ પ્રભાવ પાડશે. કોઈ પ્રખ્યાત વ્યક્તિની રહસ્યમય મૃત્યુ થઇ શકે છે. પરિવાર સાથે વાદ-વિવાદ થઈ શકે છે. વૃષીક રાશિ વાળા સાવધાન રહે.

21 જૂન 2020 સૂર્યગ્રહણ

એક સાથે છ ગ્રહો વક્રી રહેશે. બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ આ છ ગ્રહો 21 જૂને વક્રી રહેશે. આ છ ગ્રહો વક્રી રહેશે જેનો ખરાબ પ્રભાવ પડી શકે છે.

5 જુલાઈ 2020 ચંદ્રગ્રહણ એક મોટું પરિવર્તન

મંગળનું રાશિ પરિવર્તન

સૂર્યનું રાશિ પરિવર્તન

ગુરુ ધન રાશિમાં પાછો, પણ વક્રી રહેશે

આ થશે વિશ્વ પર તેની અસર

કુદરતી આપત્તિઓ આવશે. વિશ્વમાં કોઈ જગ્યાએ યુદ્ધ થશે વૈશ્વિક શક્તિઓ એકબીજા સાથે લડશે. કોઈ પ્રખ્યાત વ્યક્તિ, જે યશસ્વી અને કીર્તિમાન રાજનીતિના નેતાની હત્યા કરવામાં આવશે. કોઈક જગ્યાએ અંદરો અંદર લડાવી રહેશે. જળ પ્રલયની આપત્તિ પણ આવી શકે છે.

રાશિઓ પર તેનો પ્રભાવ

મેષ, વૃશ્ચિક, ધન, કુંભ – અશુભ

મકર, મીન, તૃલા, મિથુન – શુભ

કર્ક, સિંહ, કન્યા, વૃષભ – સમ

દેશ અને દુનિયા પર પ્રભાવ

સૂર્યગ્રહણ મૃગશિરા નક્ષત્ર મિથુન રાશિ પર થશે જ્યોતિષ અનુસાર તેનો પ્રભાવ હળી મળીને રહેવાનો હશે. આના અનુસાર થોડી સાવધાની રાખવી જરૂરી રહેશે. જ્યોતિષ પંડીત ગણેશ શર્માનું કહેવું છે કે આ ગ્રહનો પ્રભાવ અનુસાર દેશ અને દુનિયાના પડોશી રાષ્ટ્રમાં અંદરો અંદર તણાવ, અપ્રત્યક્ષ યુદ્ધ, મારામારી, કોઈ પ્રતિષ્ઠિત નેતાને હાનિ, રાજનૈતિક પરિવર્તન, હિંસક ઘટના, આર્થિક મંદી વગેરે તેના સંકેતો છે. જ્યાં સુધી ભારતની વાત છે, તો વિશ્વમાં ભારતનો પ્રભાવ પડશે. મહામારીને કારણે ઘણા દેશોને નુકસાન થશે.

12 રાશિ ઉપર પડશે સૂર્યગ્રહણનો પ્રભાવ

મેષ – સફળતાનો સંકેત

વૃષભ – ધન અને યશની હાની

મિથુન – દુર્ઘટનાની સંભાવના

કર્ક – સંપત્તિની બાબતોમાં હાનિ

સિંહ – કસેક્થી લાભ પ્રાપ્ત થવાની શક્યતા

કન્યા – ગ્રહણ લાભકારી છે, સુખદ પરિણામ મળશે.

તુલા – વાણી પર નિયંત્રણ રાખો ઝઘડો થઇ શકે છે.

વૃશ્ચિક – ગ્રહણ સારું નથી દુઃખ આવી શકે છે.

ધનુ – સ્ત્રી રોગ પીડા થઈ શકે છે.

મકર – આ રાશી માટે શુભ છે.

કુંભ – જીવનમાં ચિંતા વધી શકે છે.

મીન – ચિંતા અને બીમારીનો સામનો કરવો પડે

વર્ષ 2020 માં આ તારીખો પરના ગ્રહણ

પહેલું ગ્રહણ – 10, 11 જાન્યુઆરી, ચંદ્રગ્રહણ

બીજું ગ્રહણ – 5 જૂને થશે, જે ચંદ્રગ્રહણ હશે.

ત્રીજુ ગ્રહણ – 21 જૂન સૂર્યગ્રહણ

ચોથું ગ્રહણ – 5 જુલાઈ ચંદ્રગ્રહણ

પાંચમું ગ્રહણ – 30 નવેમ્બર ચંદ્રગ્રહણ

છઠ્ઠું ગ્રહણ – 14 ડિસેમ્બર સૂર્યગ્રહણ

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.