આ 10 રાશિઓ માટે મિશ્રિત ફળદાયી રહેશે દિવસ, અમુક ગુપ્ત શત્રુ પહોંચાડી શકે છે નુકશાન.

મેષ રાશિ :

આજે તમે તમારા મૂડમાં પરિવર્તન અનુભવશો અને કોઈ કારણે કામમાં મન નહિ લાગી શકે. શિક્ષા-પ્રતિયોગિતા માટે સમય અનુકૂળ નથી. લોકો વિષે તમને અમુક રોચક વાતો પણ ખબર પડી શકે છે. નોકરીમાં સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે.

માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. સુખના સાધન ભેગા થશે. સંતાન તરફથી સુખ પ્રાપ્ત થશે. ગાયને રોટલી ખવડાવો, તમારી સ્થિતિ સારી રહેશે. બિઝનેસમાં તમને મોટો નફો થશે.

વૃષભ રાશિ :

દિવસની શરૂઆતમાં તમારે થોડી ઘણી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડશે. પારિવારિક જીવનમાં સમય અનુકૂળ રહેશે. પણ કોઈ પણ નિર્ણય આવેશમાં આવીને ન લો. સાવધાનીથી પગલું ભરવું પડશે. ઉત્તમ દાંપત્ય જીવન મળશે. સમસ્યાઓ પુરી થવામાં થોડો સમય લાગી શકે છે.

પરિવારમાં નાના સભ્યો વિષે ચિંતા રહેશે. આજે તમારા સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ થઈ શકે છે. તમારે પોતાના ખાનપાન પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

મિથુન રાશિ :

પરિવારમાં કોઈ સાથે મતભેદ થઈ શકે છે. તમારું મન વિચલિત થઈ શકે છે. આજે તમે ઉચ્ચ અધિકારીઓ અથવા સમાજમાં ઉચ્ચ વ્યક્તિઓના સંપર્કમાં આવી શકો છો. આવનારા ત્રણ દિવસોમાં તમને કોઈ શુભ પરિણામ પ્રાપ્ત થશે. કારોબારી ક્ષેત્રમાં પ્રગતિ થશે.

ઘરે અને બહાર પ્રસન્નતા રહેશે. જોખમ ન લેવું. કોઈ કામને પૂરું કરવા માટે જરૂર કરતા વધારે મહેનત કરી શકો છો. તમે તમારા ખર્ચને લઈને વિચારમાં ડૂબેલા રહી શકો છો.

કર્ક રાશિ :

ગોપનીય વાતો પોતાના પ્રિય વ્યક્તિ સાથે શેયર કરવાનો યોગ્ય સમય છે. પ્રેમ સંબંધ માટે સારો સમય છે. ભાગ-દોડ થઈ શકે છે. પરિણીત લોકો પોતાના જીવનસાથી સાથે ઉચિત વ્યવહાર રાખે અને સંવાદહીનતાને વિકસવા ન દો, નહિ તો મતભેદ થઈ શકે છે. આજે તમે યોગ્ય તક જોઈને પોતાના પ્રેમને પ્રપોઝ કરી શકો છો. તમારા અમુક જરૂરી કામ અધૂરા રહી શકે છે. પોતાના ગુરુને અમુક ઉપહાર આપો, તમારી દરેક મુશ્કેલી દૂર થશે.

સિંહ રાશિ :

આને નવા મિત્ર બનશે પણ થોડા સાવધાન રહો, કારણ કે તેમાંથી મોટાભાગના સ્વાર્થી હોઈ શકે છે. જો તમે કોઈ વસ્તુને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરો છો, તો તમે તેમને પ્રાપ્ત કરી શકશો. યાત્રામાં થોડી સાવધાની વર્તવી. પ્રેમ સંબંધમાં સફળતા મળવાની સંભાવના છે. કામમાં મન નહિ લાગે. આજે તમે કોઈ મામલામાં વધારે ઉતાવળા થઈ શકો છો. પારિવારિક સંબંધ અને મિત્ર વગેરે ઘરમાં મહેમાનોના રૂપમાં આવી શકે છે.

કન્યા રાશિ :

આજે કોઈને પણ ધન ઉધાર આપવું નહિ, નહિ તો તમને નુકશાન થઈ શકે છે. બીજા પર તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. પ્રેમ-સંબંધો માટે દિવસ મિશ્રિત રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં તમે સારી પ્રતિભાનો પરિચય આપવામાં સફળ થશો. તમારું આકર્ષણ વધી શકે છે. કોઈ નવા કામની શરૂઆત કરી શકશો. આવકમાં વધારો થશે. પડકાર જેવી દરેક સ્થિતિમાં વ્યવહારિક રહો. તમે કોઈ મિત્રની બર્થ ડે પાર્ટીમાં જઈ શકો છો.

તુલા રાશિ :

કારોબારમાં પ્રગતિ અને આવકમાં વૃદ્ધિ થશે. ખર્ચમાં વધારો થશે પણ તમે નકામા ખર્ચથી બચીને રહેશો. પ્રેમ-સંબંધોમાં વાતને વધુ ન બગાડો અને અહંકારથી બચો. ભાગ્ય વૃદ્ધિ થવાના સંકેત છે. બાકી નાણાંની ચુકવણી થશે. કોઈ ખરાબ સમાચારના મળવાથી ખિન્નતા રહેશે. વ્યર્થ મહેનત થશે. કોર્ટ કચેરી અથવા કોઈ વાદ-વિવાદમાં તમને જીત મળી શકે છે. ઓફિસમાં કામમાં તમને કોઈ પડકાર મળી શકે છે.

વૃશ્ચિક રાશિ :

પરિવારમાં ખુશીઓ અને સૌભાગ્ય પ્રવેશ કરશે. તમારા ઘરમાં ઘન સાથે જોડાયેલી દરેક પ્રકારની સમસ્યાઓથી છુટકારો મળશે. પ્રેમ-સંબંધોમાં માર્યાદિત રહો કારણ કે એવું ન કરવા પર સંબંધોમાં તણાવ થઈ શકે છે. જીવનસાથીની સલાહ તમારા માટે સારી રહેશે. ભણવા-ગણવા અને લેખન વગેરે કામોમાં ઉત્સાહ અને લગનથી કામ કરી શકશો. કોઈ મહત્વપૂર્ણ માણસ તમારી ખાસિયતને ઓળખી લેશે. દૈનિક કામોમાં તમને પૂર્ણ રૂપથી સફળતા મળશે.

ધનુ રાશિ :

વ્યવસાયિક સંદર્ભમાં કોઈ દૂરની યાત્રા સંભવ છે. ગુસ્સા અને આવેશને પ્રેમની વચ્ચે ન આવવા દો તો સારું રહેશે. ગેરસમજણ વધવાની આશા છે. એટલા માટે પોતાની સમસ્યાઓને જાતે જ ઉકેલવા પ્રયત્ન કરો તો સારું રહેશે. કોઈના પર પણ ઘણો વધારે વિશ્વાસ ન કરો. સરકારી કચેરીમાં રોકાયેલા કામ કોઈ બહારની વ્યક્તિની મદદથી પુરા થશે. જેટલું વધારે બોલશો, એટલા વધારે મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

મકર રાશિ :

આજે તમને તમારા બાળકો તરફથી શુભ સમાચાર મળી શકે છે. પારિવારિક જીવનમાં મુશ્કેલી આવી શકે છે. પરંતુ અંતમાં દરેક જુના ઝગડા ઉકેલાય જશે. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે, તમે પોતાની મનગમતી કોઈ વસ્તુ ખરીદી શકો છો. શેર માર્કેટથી લાભ થશે. બીજાના કામમાં હસ્તક્ષેપ ન કરો. રોજિંદા કામ સમય પર પુરા થવામાં મુશ્કેલી આવી શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં તમે ચુસ્ત એન સ્વસ્થ બની રહેશો.

કુંભ રાશિ :

આજે પારિવારિક જીવન સુખમય રહેશે. વસ્ત્રો વગેરે પ્રત્યે મન આકર્ષિત રહેશે. શેર માર્કેટમાં રોકાણ કરતા પહેલા શાંતિથી વિચારો. તમારામાં ઉર્જાનો સંચાર રહેશે, તેનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો. જીવનસાથી સાથે ભાવનાત્મક સંવેદનશીલતાની સાથે સાથે પ્રેમની મધુરતા વધશે. અમુક મામલામાં આજે તમે લોકો સાથે ઝગડી શકો છો. પોતાને શાંત નહિ રાખી શકો. ગૃહિણીઓ બેદરકારી ન કરે. આવશ્યક વસ્તુ ગુમ થઈ શકે છે.

મીન રાશિ :

આજે કોઈ પણ પ્રકારનું રોકાણ કરી શકો છો, ફાયદો જરૂર થશે. જો કોઈ પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો વધારે મહેનતની જરૂર છે. નહિ તો પરિણામ તમારા પક્ષમાં નહિ આવે. પ્રેમની જાહેરાત કરવા માટે સારો દિવસ છે. આજે તમે કોઈના પર કારણ વગર ભડકી પણ શકો છો. એનાથી તમારી છબી પર જ ખરાબ અસર પડશે. ઈર્ષ્યાળુ વ્યક્તિ નુકશાન પહોંચાડી શકે છે. નોકરીમાં ઉપરી અધિકારી પ્રસન્ન રહેશે.