Bigg Boss માં પૈસા માટે નહોતા આવ્યા આ 10 સ્ટાર્સ, આમને હતી પબ્લિસિટી અથવા ઇમેજ સુધારવાની લાલચ.

બીગ બોસની ૧૩મી સીઝન પૂરી થઇ ચુકી છે. સિદ્ધાર્થ શુક્લ તેના વિજેતા બનીને સામે આવ્યા છે. તેવામાં આજે અમે તમને આ શો માં અત્યાર સુધી આવેલા સૌથી શ્રીમંત કંટેસ્ટેન્ટ વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તમને જાણીને નવાઈ થશે કે આ કલાકારો બીગ બોસ હાઉસમાં પૈસા માટે નહિ પરંતુ ફ્રી પબ્લીસીટી મેળવવા કે પોતાની કારકિર્દીને ઊંચાઈઓ ઉપર લઇ જવા માટે આવ્યા હતા.

શ્રીશાંત :-

શ્રીશાંત એક સમયમાં ક્રિકેટ ટીમનો ભાગ હતા. તેવામાં તમે વિચારી જ શકો છો કે તેની પાસે પૈસાની ખામી ક્યારે પણ ન હતી, તે આ શો માં ફેમ મેળવવા આવ્યા હતા, જેથી પાછળથી તેને કોઈ કામ મળી જાય. આમ તો પોતાના ગુસ્સાને કારણે જ તેણે શો માં નેગેટીવ ઈમેજ ઉભી કરી લીધી હતી. સુત્રોના જણાવ્યા મુજબ તેણે આ શો થી ૪૦થી ૫૦ લાખ રૂપિયા કમાઈ લીધા હતા.

મનોજ તિવારી :-

મનોજ તોવારીએ ભોજપુરી ફિલ્મો કરી ઘણા પૈસા કમાયા હતા. તેનું બીગ બોસમાં આવવું ફેમની લાલચ હતી. ભોજપુરી ઉપરાંત ટીવી કે બોલીવુડ ફિલ્મમાં પણ વધુ કામ કરવા માંગતા હતા. બસ તેના કારણે જ તે બીગ બોસના ઘર સુધી ખેંચાઈ આવ્યા હતા.

હીના ખાન :-

હીના ખાન ટીવીની સૌથી વધુ ફી લેવા વાળી અભિનેત્રી ગણવામાં આવતી હતી. તેવા માં ખરેખર તે શો માં પૈસા માટે નહિ પરંતુ પોતાની ફેમ વધારવા આવી હતી. તેને તેનો ફાયદો પણ મળ્યો અને તે હવે બોલીવુડમાં ફિલ્મ પણ કરી રહી છે. બીગ બોસમાં આવ્યા વગર એ શક્ય ન હતું.

દ ગ્રેટ ખલી :-

WWEની અંદર કેટલા પણ પૈસા છે તે જણાવવાની જરૂર નથી. ખલી પૈસાની લાલચમાં તો આ શો માં આવ્યા ન હતા. ખાસ કરીને તે દુનિયાને બતાવવા માંગતા હતા કે ઓનસ્ક્રીન તે કેવા માણસ છે. તે ઉપરાંત તેની WWEમાં કારકિર્દી કાંઈ ખાસ ચાલી રહી નથી. પગમાં થયેલી ઈજાને કારણે જ તે વધુ ફાઈટ નથી કરી શકતા તેવામાં શો માં આવીને તેને ફેમ મળી અને પાછળથી તે થોડી બોલીવુડ ફિલ્મોમાં પણ જોવા મળ્યા.

અરમાન કોહલી :-

અરમાન રીયલ લાઈફમાં એક મોટી ફિલ્મ પ્રોડક્શન કંપનીના CEO છે. તેવામાં તેને પૈસાની કોઈ ખામી ન હતી, તે ફિલ્મમાં હીરો બનવા માગતા હતા એટલા માટે બીગ બોસમાં આવીને ઘણી પબ્લીસીટી મેળવી. તે શો માં પોતાના ગુસ્સા અને તનીષા મુખર્જી સાથે લવ અફેયરને કારણે જ ચર્ચામાં રહ્યા હતા.

રસ્મિ દેસાઈ :-

રસ્મિ દેસાઈ હાલમાં જ બીગ બોસ ૧૩નો ભાગ હતી. તે શો ભલે ન જીતી શકી હોય પરંતુ તેનાથી તેને ફેમ ઘણી મળી છે. રસ્મિ દેસાઈની કારકિર્દી એક પ્રકારે અટકી જ ગઈ હતી. પરંતુ બીગ બોસમાં જોવા મળ્યા પછી તેને ઘણી ઓફર્સ મળવાની પૂરી શક્યતા છે.

નવજ્યોત સિંહ સિદ્ધુ :-

ક્રિકેટ, રાજકારણ અને મનોરંજન જગતનો ભાગ રહી ચુકેલા નવજ્યોત પાસે પૈસાની કોઈ ખામી ન હતી, તેમણે આ શો માત્ર એંટરટેનમેંટને કારણે જ જોઈન્ટ કર્યો હતો.

સની લિયોન :-

સની પહેલા એડલ્ટ ફિલ્મોમાં કામ કરતી હતી. બીગ બોસના માધ્યમથી તે દુનિયાને દેખાડવા માગતી હતી કે આ પ્રકારની ફિલ્મોમાં કામ કરવા વાળી મહિલા હકીકતમાં જીવનમાં કેવી હોય છે. બીગ બોસને કારણે જ તેને બોલીવુડમાં કામ કરવાની તક મળી અને તે પહેલાનું કામ છોડી શકી.

પામેલા એંડરસન :-

હોલીવુડ સ્ટાર પામેલા એંડરસન પોતાની નહિ પરંતુ બીગ બોસની પબ્લીસીટી માટે આવી હતી. તે ઘરમાં ત્રણ દિવસ માટે હતી પરંતુ તે દરમિયાન શો ના ટીઆરપી ઘણા ઉપર આવવા લાગ્યા હતા.

તહસીલ પુનાવાલા :-

સુત્રોના જણાવ્યા મુજબ તહસીનને બીગ બોસમાં આવવા માટે અત્યાર સુધીની સૌથી મોટી રકમ મળી હતી. આમ તો તે શો માં પૈસા માટે નહિ પરંતુ ફેમ માટે આવ્યા હતા. તેને પોતાની રાજકીય કારકિર્દી ઊંચાઈઓ ઉપર લઇ જવાની હતી.