બાળકોને જવાબદાર બનાવવા માટે દરેક માં-બાપે આ 10 વાતોને ગંભીરતાથી લેવાની જરૂર છે

પોતાના બાળકોને જવાબદાર બનાવવા છે, તો દરેક માતા-પિતા આ 10 વાતોને ગંભીરતાથી લે.

બાળક જયારે નાનું હોય છે તો તેના માટે પેરેન્ટ્સ ઘણા જ વધુ પ્રોટેક્ટીવ હોય છે. તે તેને કોઈ પ્રકારની પણ તકલીફ નથી આપવા માંગતા. આખી દુનિયાની ખુશીઓ પોતાના બાળકને લેઈને આપવા માંગે છે. પરંતુ તમારો આ પ્રેમ ક્યારેક ક્યારેક બાળકો માટે નુકશાનકારક બની જાય છે. તેને મૈચ્ચોર નથી બનવા દેતા.

એટલા માટે તમારે તમારા બાળકને પ્રેમ આપવા સાથે સાથે તેની જવાબદારીઓ વિષે પણ જણાવતા રહેવું જરૂરી હોય છે. તેને જીવન સાથે જોડાયેલી નાની નાની વાતો વિષે પણ શીખવવું જોઈએ, જેથી તે ક્યારે પણ એકલા પડી જાય તો તેને આ તકલીફો સહન ન કરવી પડે.

આમ તો પેરેન્ટ્સ પોતાના બાળકો માટે બધું જ સારી રીતે જ કરે છે. પરંતુ ક્યારે ક્યારે નાની નાની વાતોનું ધ્યાન પોતાના અપાર પ્રેમને કારણે જ નથી આપી શકતા, આ છે તે વાતો:

૧. પોતાના બાળકને દરેક સમયે તે અહેસાસ ન કરાવો કે તે નાના છે. તેને ઘરના કામોમાં જેવા કે સફાઈ, કપડા ધોવા અને રસોડાના નાના નાના કામો શીખવવાનો પ્રયાસ કરો.

૨. જો તમારૂ બાળક કોઈ કામ કરવાથી ડરી રહ્યા છે, તો તેની હિંમત વધારો અને તેને વિશ્વાસ અપાવો કે તમે તેની ઉપર વિશ્વાસ કરો છો. નહિ કે તેને પાછા પાડવાની સલાહ આપો.

૩. ભૂલો કરવાથી તેને વઢવાને બદલે સમજાવો. તેને ભૂલો કરવાની છૂટ આપો, પરંતુ તે વાતનું પણ ધ્યાન રાખો કે તે ભૂલ તેને કોઈ નુકશાની ન પહોચાડે.

૪. ઇનડોર રમત રમતી વખતે જો કોઈ વસ્તુ તૂટી જાય છે, તો તેને તેના માટે જવાબદાર ગણાવવાને બદલે સમજાવો કે આમ કરવાથી વસ્તુ તો તૂટશે જ તેને ઈજા પણ થઇ શકે છે.

૫. તમારા બાળકનો જવાબ તમે ન બનશો. જો તેને કોઈ કાંઈ પૂછે છે, તો તેને જ જવાબ આપવા દો. તેનાથી તમારા બાળકમાં આત્મવિશ્વાસ વધશે.

૬. તમારા બાળકને જરૂરી શિસ્ત શીખવો, જેથી તે એક તંદુરસ્ત જીવન જીવી શકે. તેને રોજીંદી આ વસ્તુની જેવી કે વહેલા ઉઠવું, ખાતા પહેલા અને પછી હાથ ધોવા, દાંતને રોજ બ્રશ કરવું અને પોતાની વસ્તુને સ્થાન ઉપર રાખતા શીખવો.

૭. જો તમારા બાળકને વાત વાત ઉપર ગુસ્સો આવે છે, તો તેને કંટ્રોલ કરવાનો રસ્તો શોધો. જે વાતોથી તે ગુસ્સે થાય છે, તેને આવોઇડ કરો.

૮. બાળક સાથે રહેવું સારું રહે છે, પરંતુ દરેક સમયે તેની સાથે રહેવું સારું નથી હોતું, પ્રયાસ કરો કે તે સ્કુલ અને કોચિંગ એકલા જાય. તમે તેને કહ્યા વગર ફોલો કરો, જેથી તેને એકલા ચાલવાની ટેવ પડે.

૯. તમારી પસંદને તેની ઉપર ઠોકી ન બેસાડો, તેને જાતે પસંદ કરવાની તક આપો.

૧૦ તેના દરેક કામને તમે ન કરો. થોડા તેને જાતે પણ કરવા દો, જેથી તે આત્મનિર્ભર બને.

આ માહિતી સ્કોપ વોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.