1 ડિસેમ્બરથી થવા જઈ રહ્યા છે આ 5 મુખ્ય ફેરફાર, તમારા પર પણ થશે તેની સીધી અસર.

પહેલી ડિસેમ્બરે રેલવેથી લઈને LPG માં થઇ રહ્યા છે આ ફેરફાર, જે તમારે જાણવા જરૂરી છે. 1 ડીસેમ્બરથી દેશ આખામાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. તેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે. એટલા માટે જરૂરી છે કે તેની જાણકારી તમને પહેલાથી જ હોય. 1 ડીસેમ્બરથી રસોઈ ગેસના સીલીન્ડરથી લઈને RTGS ના નિયમોમાં ફેરફાર થવાના છે. તો આવો જાણીએ તે ફેરફાર વિષે.

સાતે દિવસ 24 કલાક લઇ શકશો RTGS નો ફાયદો : ડીસેમ્બરમાં રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેંટ (RTGS)ના નિયમ બદલાવાના છે. રીઝર્વ બેંક ઓફ ઇંડિયા (RBI) એ RTGS ને 24 કલાક અને સાતે દિવસ પૂરી પાડવાનો નિર્ણય હાથ ઉપર લીધો હતો. જે આ ડીસેમ્બર 2020થી લાગુ થવાનો છે. તેથી હવે તમે 24*7 દિવસ આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. RTGS વર્તમાનમાં બેંકોના તમામ કામના દિવસો ઉપર (બીજા અને ચોથા શનિવાર સિવાય) સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી ખુલી રહે છે. NEFT ડીસેમ્બર 2019થી 24 કલાક કામ કરી રહી છે.

1 ડીસેમ્બરથી ચાલશે નવી ટ્રેનો : રેલ્વે હવે ફરીથી ધીમે ધીમે ટ્રેન શરુ કરી રહ્યું છે. હવે 1 ડીસેમ્બરથી પણ થોડી ટ્રેનો ફરી શરુ થવા જઈ રહી છે. તમાં ઝેલમ એક્સપ્રેસ અને પંજાબ મેલ સામેલ છે. બંને ટ્રેનોને સામાન્ય શ્રેણી હેઠળ ચલાવવામાં આવી રહી છે. 01077/78 પુણે-જમ્મુતાવી પુણે ઝેલમ સ્પેશ્યલ અને 02137/38 મુંબઈ ફિરોઝપુર પંજાબ મેલ સ્પેશ્યલ રોજ ચાલશે.

વચ્ચે હપ્તો ન ભરી શકવાથી બંધ નહિ થાય વીમા પોલીસી : ઘણા લોકો તેની વીમા પોલીસીનો હપ્તો ન ભરી શકતા હતા અને તેની પોલીસી બંધ થાય છે. તેમાં તેના જમા કરવામાં આવેલા પૈસા ડૂબી જાય છે. પરંતુ હવે નવી વ્યવસ્થા મુજબ, હવે 5 વર્ષો પછી વીમાધારક પ્રીમીયમની રકમને 50% સુધી ઘટાડી શકે છે. એટલે તે અડધી રકમ સાથે જ પોલીસી ચાલુ રાખી શકે છે.

PNB એ ATM માંથી પૈસા ઉપાડવા માટે નિયમોમાં કર્યો ફેરફાર : પંજાબ નેશનલ બેંક (PNB) 1 ડીસેમ્બરથી PNB 2.0 વન ટાઈમ પાસવર્ડ (OTP) બેસ્ડ કેશ વીડ્રોલ સુવિધા લાગુ કરવા જઈ રહી છે. PNB 1 ડીસેમ્બરથી રાતના 8 વાગ્યાથી લઈને સવારે 8 વાગ્યા વચ્ચે PNB 2.0 ATM થી એક વખતમાં 10000 રૂપિયાથી વધુનો કેશ ઉપાડ હવે OTP બેસ્ડ થશે. એટલે કે આ નાઈટ ઓવર્સમાં 10 હજાર રૂપિયાથી વધુ રકમ ઉપાડવા માટે PNB ગ્રાહકોને OTPની જરૂર પડશે. આ OTP તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર ઉપર આવશે.

બદલાઈ જશે ગેસ સીલીન્ડરના ભાવ : દેશની સરકારી તેલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સીલીન્ડરની કિંમત નક્કી કરે છે. કિંમતોમાં વધારો પણ થઇ શકે છે અને રાહત પણ મળી શકે છે. તેથી 1 ડીસેમ્બરના રોજ સીલીન્ડરની કિંમતોમાં ફેરફાર થઇ શકે છે. નવેમ્બરમાં તેલ કંપનીઓએ કમર્શીયલ સીલીન્ડરની કિંમતોમાં વધારો કર્યો હતો.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.