ફેબ્રુઆરી મહિનામાં આ 5 ગ્રહ કરવા જઈ રહ્યા છે રાશિ પરિવર્તન, 12 રાશિ પર પડશે આનો પ્રભાવ.

ફેબ્રુઆરી મહિનો શરુ થઇ ગયો છે અને આ મહિનો શરુ થતા જ ઘણા બધા ગ્રહો પોતાની રાશી બદલવા જઈ રહ્યા છે. ગ્રહોના આ રાશી પરિવર્તનથી લોકોના જીવનમાં ઘણા પ્રકારના ફેરફાર જોવા મળશે. આ મહિને ૯ માંથી ૫ ગ્રહ એટલે સૂર્ય, ચંદ્ર, મંગલ, બુધ અને શુક્ર પોતાની રાશી બદલી રહ્યા છે. ગ્રહોના આ રાશી પરિવર્તનની અસર તમામ ૧૨ રાશીઓ ઉપર જોવા મળશે. આ ગ્રહોનું આ રાશી પરિવર્તન ૨ ફેબ્રુઆરીથી શરુ થઇ જશે.

ફેબ્રુઆરી મહિનામાં થવાનું છે આ ગ્રહોનું રાશી પરિવર્તન

શુક્ર ગ્રહ :-

૨ ફેબ્રુઆરીની રાત્રે શુક્ર ગ્રહ પોતાની રાશી બદલવા જઈ રહ્યો છે અને આ ગ્રહ કુંભ રાશી માંથી નીકળીને મીન રાશીમાં પ્રવેશ કરશે. થોડા દિવસો સુધી મીન રાશિમાં રહ્યા પછી શુક્ર ગ્રહ ફેબ્રુઆરી મહિનાની ૨૮ તારીખે ફરીથી રાશી પરિવર્તન કરશે અને મેષ રાશીમાં પ્રવેશ કરશે.

ચંદ્ર ગ્રહ :-

આ મહીને ચંદ્ર ગ્રહ પણ પોતાની રાશી બદલી રહ્યો છે અને આ ગ્રહ ૨ ફેબ્રુઆરીની રાત્રે મેષ રાશી માંથી નીકળીને વૃષભ રાશીમાં પ્રવેશ કરશે. અને પાંચ ફેબ્રુઆરીની સવારે ચંદ્ર ગ્રહ વૃષભ રાશી માંથી નીકળીને મિથુન રાશિમાં પ્રવેશ કરી લેશે. જ્યોતિષીઓ મુજબ ચંદ્ર ગ્રહ ત્યાર પછી દર અઢી દિવસમાં રાશી બદલતો રહેશે.

મંગલ ગ્રહ :-

૭ ફેબ્રુઆરીના રોજ મંગલ ગ્રહ ધન રાશીમાં પ્રવેશ કરશે. આ સમયે તે ગ્રહ વૃશ્ચિક રાશીમાં છે. મંગલ ગ્રહના આ પરિવર્તનથી દરેક રાશી ઉપર અસર જોવા મળશે.

સૂર્ય ગ્રહ :-

સૂર્ય ગ્રહ ૧૩ ફેબ્રુઆરીના રોજ કુંભ રાશીમાં પ્રવેશ કરશે. આ સમયે ગ્રહ મકર રાશીમાં છે. કુંભ રાશીમાં સૂર્યના પ્રવેશ કરવાથી કુંભ સંક્રાંતિ મનાવવામાં આવશે, જે ૧૩ ફેબ્રુઆરીના રોજ આવશે.

બુધ ગ્રહ :-

હાલના સમયમાં આ ગ્રહ કુંભ રાશીમાં છે અને જ્યોતિષ મુજબ ૧૭ ફેબ્રુઆરીના રોજ આ ગ્રહ વક્રી થઇ જશે.

બીજા બાકી રહેલા ગ્રહ પોતાની રાશીમાં રહેશે અને આ ગ્રહોનું રાશી પરિવર્તન નથી થવાનું. ગુરુ ગ્રહ ધન રાશીમાં જ રહેશે અને રાશી પરિવર્તન નહિ કરે. શની ગ્રહ હાલના સમયમાં મકર રાશીમાં છે અને ઘણા વર્ષો સુધી આ રાશીમાં જ રહેવાનો છે. રાહુ ગ્રહ મિથુન રાશી અને કેતુ ગ્રહ ધન રાશીમાં છે.

ગ્રહોને આવી રીતે રાખો તમારી અનુકુળ

ગ્રહોના આ રાશી પરિવર્તનથી તમારા જીવન ઉપર કોઈ ખરાબ અસર ન પડે તેના માટે તમે આ ઉપાયો કરો.

ચંદ્ર ગ્રહની પૂજા કરો અને સફેદ વસ્તુનું દાન શુક્રવારના દિવસે કરો.

શુક્ર ગ્રહ માટે શિવલિંગ ઉપર સોમવારના દિવસે દૂધ ચડાવો.

સૂર્ય ગ્રહ માટે સવારે વહેલા ઉઠીને સ્નાન કરો અને સૂર્યને અર્ધ્ય આપો. એમ કરવાથી તે ગ્રહ તમારી અનુકુળ રહેશે.

મંગલ ગ્રહને શાંત રાખવા માટે શિવલિંગ ઉપર લાલ ગુલાલ અને મસુરની દાળ ચડાવો.

બુધ ગ્રહ માટે ગણેશજીની પૂજા કરો અને દર બુધવારના દિવસે ગણેશજીને દુર્વા ચડાવો.

ગુરુ ગ્રહ તમને અનુકુળ બની રહે તેના માટે શિવલિંગ ઉપર ચણાની દાળ અને બેસનના લાડુ ચડાવો.

શની, રાહુ-કેતુ માટે હનુમાનજીની પૂજા કરો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.