કાચા દૂધમાં રહ્યો છે, કોમળ અને સુંદર ત્વચાનું આ 5 રહસ્ય.

કોમળ અને ડાઘા વગરની ત્વચા મેળવવા માટે કાચું દૂધ છે લાભદાયક, જાણો કઈ રીતે કરવો તેનો ઉપયોગ.

દરેક વ્યક્તિનો ચહેરો તેના વ્યક્તિત્વનો અરીસો હોય છે. જેને નિખારવા માટે લોકો ઘણા ઉપાય પણ કરે છે. ફક્ત મહિલાઓ જ નહિ પણ પુરુષો પણ પોતાની ત્વચાને નિખારવા માટે મોંઘી મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સથી લઈને ઘણા પ્રકારના દર્દનાક ઈલાજનો સહારો લે છે. આ બધી તકલીફ ફક્ત પોતાના ચહેરાને સુંદર બનાવવા માટે કરવામાં આવે છે, પણ આ સુંદરતા થોડા જ સમય માટે હોય છે, પછી તે નિર્જીવ જેવી કરમાઈ ગયેલી દેખાય છે.

ત્વચાને વધારે સુંદર બનાવવા માટે જો તમે ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરો છો, તો તે કોઈ પણ જાતની આડઅસર વગર લાંબા સમય સુધી ચહેરામાં પ્રાકૃતિક ચમક બનાવી રાખશે. આજે અમે તમને ત્વચા પર કાચું દૂધ લગાવવાના ફાયદા જણાવવાના છીએ. તેને ચહેરા પર લગાવવાથી ન ફક્ત તમને ચહેરા પર ગજબનો નિખાર દેખાશે, પણ તમારી ત્વચા ચમકશે પણ. તો આવો જાણીએ તેના ઊંડા રહસ્ય.

raw milk
milk

1. દૂધમાં લેક્ટિક એસિડ હોય છે, જે ચહેરાના સ્વાસ્થ્યને સુધારે છે. તે ત્વચામાં કોલોઝનની માત્રા પણ વધારે છે, જેથી ત્વચા મુલાયમ થઈ જાય છે. તમે કાચા દૂધનો ફેસ પેકમાં પણ ઉપયોગ કરી શકો છો.

2. દૂધમાં રહેલા કેલ્શિયમ અને પ્રોટીન તમારી ડાયટ માટે ઘણા ફાયદાકારક માનવામાં આવે છે. રોજ એક ગ્લાસ દૂધ પીવાની સાથે તમે તેને ચહેરા પર પણ લગાવો. તે ન ફક્ત તમારા ચહેરાને ચમક આપે છે પણ કરચલીથી પણ દૂર રાખે છે.

3. તમે દૂધનો ફેસ ક્લીનર તરીકે એટલે કે ચહેરાને સાફ કરવા માટે પણ ઉપયોગ કરી શકો છો. તે તમારી ત્વચા પર રહેલ ડેડ સ્કિન સેલ્સ (મૃત કોષો) ને હટાવે છે. પોતાની ત્વચા પર એક ચમચી દૂધથી મસાજ કરો અને પછી ભીના ટુવાલ અથવા ટીશ્યુ પેપરથી સાફ કરી દો.

4. જો તમારી ત્વચા પર સનબર્ન (તડકાથી ચામડી ભૂરી કે શામળી થવી) થયા છે, તો તેના પર દૂધ લગાવવાથી તમને ઘણી હદ સુધી રાહત મળી શકે છે. એંટીઓક્સીડેન્ટથી ભરેલૂ દૂધ બળતરા ખતમ કરે છે અને સાથે જ ત્વચાને કોમળ પણ બનાવે છે.

5. કાચા દૂધને તમે મોઈશ્ચરાઇઝરની જેમ પણ ઉપયોગમાં લઈ શકો છો. દૂધમાં રહેલા લેક્ટિક એસિડ તમારી ત્વચાને કોમળતા આપે છે. ઠંડા દૂધમાં રૂ બોળીને તેને ત્વચા પર લગાવો અને 10 મિનિટ સુધી એમ જ રહેવા દો પછી તેને ધોઈ નાખો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.