અશુભ સંકેત આપે છે સપનામાં દેખાતી આ 5 વસ્તુ, જો તમને કાંઈક આવું દેખાય તો થઇ જાવ સાવચેત.

જો તમને સપનામાં દેખાય છે આ વસ્તુ, તો તમારે ચેતી જવાની છે જરૂર, થઈ શકે છે કંઈક અનર્થ.

આપણે બધા સુતા સમયે સપના જોઈએ છીએ. ઘણા લોકોનું એવું માનવું છે કે, સપના આપણા જીવન સાથે જોડાયેલા હોય છે અને તેનો કોઈને કોઈ અર્થ હોય છે. ઘણી વખત આપણે લોકો સપનામાં એવી વસ્તુ જોઈ લઈએ છીએ, જેનાથી ડરી જવાથી આપણી આંખો ખુલી જાય છે અને ઊંઘ ઉડી જાય છે. તો ઘણી વખત આપણે સપના જોતા જોતા હસવા લાગીએ છીએ. આ બંનેથી વિરુદ્ધ કેટલાક સપના એવા હોય છે, જે તેની સાથે ઘણા પ્રશ્નો છોડી જાય છે.

સામુદ્રિક શાસ્ત્ર મુજબ સપના આપણા ભવિષ્ય વિષે જણાવે છે. તેનાથી આપણને એ ખબર પડે છે કે ભવિષ્યમાં શું થવાનું છે? આજે અમે તમને જણાવીશું સપનામાં દેખાતી કેટલીક એવી વસ્તુ વિષે જે જોવી અશુભ માનવામાં આવે છે.

ખરાબ સંકેત આપે છે આ સપના, કાંઈક આવું દેખાય તો થઇ જાવ સાવચેત :

કાગડા, ઘુવડ કે સાંપ દેખાવા : જો કોઈ રાત્રે તમને સપનામાં કાગડા જોવા મળે તો તે કોઈ અશુભ ઘટના તરફ ઈશારો કરે છે. તેમજ જો સપનામાં ઘુવડ જોવા મળે તો કોઈ અપશુકન, બીમારી કે દુઃખદ સમાચાર મળવા તરફ ઈશારો કરે છે. તે ઉપરાંત સપનામાં સાંપ દેખાવો પણ અશુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેનાથી વ્યક્તિનેમૃ ત યુસમાન કષ્ટ મળી શકે છે.

ઝાડ કપાતા દેખાવું : જો કોઈને સપનામાં ઝાડ કપાતું જોવા મળે તો તેનો અર્થ છે કે તે વ્યક્તિને આર્થિક રીતે નુકશાન થવાનું છે. સાથે જ આ પ્રકારના સપનાને આરોગ્યને થનારા નુકશાનના પણ સંકેત માનવામાં આવે છે.

ઝાડું દેખાવું : ઝાડું કે સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને ધનતેરસના દિવસે મોટાભાગના લોકો નવી સાવરણી ખરીદે છે. પણ સપનામાં સાવરણી દેખાવી અશુભ માનવામાં આવે છે. સ્વપ્ન શાસ્ત્રના માનવા મુજબ સપનામાં સાવરણી દેખાવી એવો ઈશારો કરે છે કે, તમને નજીકના ભવિષ્યમાં આર્થિક નુકશાન થવાનું છે.

પોતાને પડતા જોવા : સપનામાં પોતાને પહાડ ઉપરથી, કોઈ ઉંચી બિલ્ડીંગ ઉપરથી કે કોઈ પણ ઊંચા સ્થળ ઉપરથી પડતા જોવા પણ અશુભ માનવામાં આવે છે. આ પ્રકારના સપના આવવાનો અર્થ છે કે ભવિષ્યમાં તમારું આરોગ્ય ખરાબ થઇ શકે છે અને તમારા માન સન્માનમાં ઘટાડો થઈ શકે છે.

રણમાં ચાલવું : જો કોઈ રાત્રે સપનામાં પોતાને રણમાં ચાલતા જુવો, તો તેનો અર્થ એ છે કે તમારે ભવિષ્યમાં કોઈ દુશ્મનને કારણે તકલીફનો સામનો કરવો પડશે.

આ માહિતી ઇન્ડિયા ટીવી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.