ઘરમાં આ 5 પ્રકારની તુલસી રાખવી હોય છે હાનિકારક, લક્ષ્મી દૂર જાય છે અને ગરીબી આવે છે નજીક

તુલસીનો છોડ તમને લગભગ તમામ હિંદુ ઘરોમાં મળી જશે, તેનું કારણ એ છે કે આપણા ધર્મમાં તુલસીને દેવીનું સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરની અંદર રાખવાથી ચારે તરફ પોઝેટીવ એનર્જી ફેલાય છે. આમ તો ઘણા ઓછા લોકોને આ વાતની જાણકારી છે કે ઘરમાં રાખવામાં આવેલો તુલસીનો છોડ તમને કોઈ અઘટિત હોવાના સંકેત પણ આપી શકે છે.

એટલે કે તુલસીનો છોડ કરમાઈ જાય છે, તો વાસ્તુ મુજબ તે ઘણું અપશુકન માનવામાં આવે છે. આવી રીતે જો તુલસીના પાંદડા સુકાઈ જાય કે પીળા પડવા લાગે તો તેનું પણ અલગ અલગ મહત્વ હોય છે. તેવામાં આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે તમારા ઘરમાં ક્યા પ્રકારના તુલસી ન રાખવા જોઈએ.

સુકા તુલસી :-

વાસ્તુશાસ્ત્ર મુજબ તો ઘરમાં જો તુલસીનો છોડ સુકાઈ જાય છે, તો તે ગરીબી આવવાના સંકેત હોય છે. સુકાઈ ગયેલા તુલસીને ઘરમાં રાખવા શુભ નથી માનવામાં આવતા. તેનાથી ઘરમાં લક્ષ્મીજી નથી આવતા. એટલા માટે તે તમારી જવાબદારી છે કે તમે તમારા ઘરની તુલસીને સુકાવા ન દો અને તેને સમય સમયે પાણી આપતા રહો. આમ તો જો કોઈ કારણવશ તુલસી સુકાઈ જાય છે, તો તેને ઘરમાં ન રાખો. તેને તમે કોઈ નદીમાં પધરાવી શકો છો કે ક્યાંક બીજે રાખી શકો છો.

પીળા તુલસી :-

ઘણી વખત તુલસી એકદમ સુકાઈ જતી નથી પરંતુ તેના પાંદડા પીળા કે કાળા પડી જાય છે. એવી સ્થિતિમાં તે અશુભ સંકેત માનવામાં આવે છે. તેનાથી ઘરમાં નેગેટીવ ઉર્જા વધવા લાગે છે. એટલા માટે જો તમે તમારા ઘરે રાખવામાં આવેલી તુલસીના પાંદડાને પીળા પડવા લાગે તો તેને યા તો દુર કરાવી દો અથવા તો પીળા પાંદડા વીણીને કઢાવી દો.

વધુ ઘાટા તુલસી :-

જો તમારા ઘરમાં ઉગેલા તુલસીમાં ડાળીઓ વધુ છે, તો તમારે તે દુર કરી બીજા તુલસી લગાવી દેવા જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ વધુ ડાળીઓ વાળા તુલસી તકલીફમાં હોય છે. હવે જો તમારા ઘરની તુલસી તકલીફમાં હશે તો સ્પષ્ટ વાત છે તમારું કુટુંબ પણ તકલીફનો ભોગ બનશે. બસ એ કારણ છે કે તમે તમારા ઘરમાં વધુ ડાળી વાળા તુલસી ન રાખો.

આવા તુલસી પણ ન રાખો

એક માન્યતા છે કે જો ઘરમાં કોઈનું અવસાન થાય છે, તો તેની આસપાસની તમામ વસ્તુઓ સાથે વિસર્જિત કરી કરી દેવામાં આવે છે. બસ એવી રીતે જો તુલસી પાસે કોઈ પણ જીવ ગયો હોય તો તે તુલસીને વિસર્જિત કરી ઘરમાં નવા તુલસી લગાવી દેવા જોઈએ.

તુલસીના પાંદડાનું ખરવું :-

તુલસીના પાંદડા જો પીળા પડીને કે કોઈ જીવાતને કારણે જ સતત ખરતા રહે છે, તો તેવા તુલસી પણ ઘરમાં ન રાખવા જોઈએ. જો તમે ખરતા પાંદડાનું નિવારણ ન કરી શકો તો આખી તુલસી જ બદલી દો. તુલસીના ખરતા પાંદડા ઘરમાં અડચણ અને અશાંતિનું કારણ બને છે, તેનાથી કુટુંબની પોઝેટીવ એનર્જી ઓછી થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.