ગુરુ-શિષ્ય પરંપરાની આ 5 અદભુત વાર્તા, જે આજે પણ ઉદાહરણ છે.

ગુરુ શિષ્યની આ 5 જોડી ખૂબ જ અદભુત છે, આજે પણ તમને સાંભળવા મળશે.

શિક્ષક દિવસ 2020 આજે 5 સપ્ટેમ્બર છે એટલે શિક્ષક દિવસ. કહેવામાં આવે છે કે ગુરુથી મોટા કોઈ નથી. તેમના વગર જ્ઞાન અધૂરું છે. આપણા દેશમાં ગુરુઓની પૂજા કરવામાં આવે છે.

શિક્ષક દિવસ 2020 : આજે 5 સપ્ટેમ્બર છે એટલે શિક્ષક દિવસ. કહેવામાં આવે છે કે ગુરુથી મોટું કોઈ નથી. તેના વગર જ્ઞાન અધૂરું છે. આપણા દેશમાં ગુરુની પૂજા કરવામાં આવે છે. શિક્ષક દિવસની વાત કરીએ તો તે દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ હોય છે. તેમના જન્મને જ શિક્ષક દિવસના રૂપમાં મનાવવામાં આવે છે.

કહેવામાં આવે છે કે ડો. રાધાકૃષ્ણને જ પોતાના વિદ્યાર્થીઓ પાસે તેમના જન્મ દિવસે શિક્ષક દિવસના રૂપમાં મનાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે અમે તમને પ્રાચીન સમયના તે ગુરુ અને શિષ્યો વિષે જણાવીશું જેમણે પોતાના જ્ઞાનથી પોતાના શિષ્યોને પારંગત બનાવ્યા.

વરિષ્ઠ-રામ :

રાજા દશરથના મોટા પુત્ર એટલે મર્યાદા પુરષોત્તમ રામને ગુરુ વશિષ્ઠ અને વિશ્વામિત્રના અનોખા ભક્ત કહેવામાં આવે છે. જ્યાં એક તરફ ગુરુ વશિષ્ઠએ રામજીને નાનપણમાં શિક્ષણ આપીને તેમને જ્ઞાનથી પારંગત કર્યા હતા. અને વિશ્વામિત્રએ રામજીને તરુણ અવસ્થામાં જ્ઞાનથી પારંગત કર્યા. આપણે બધા રામજીનો મહિમા જાણીએ છીએ. તેને મર્યાદા પુરુષોત્તમ પણ કહેવામાં આવે છે. તે શ્રીરામના ગુરુઓનો પ્રભાવ હતો કે રાજા તરીકે રામ-રાજ્યનું ઉદાહરણ આપવામાં આવે છે. તેને મહાન વ્યક્તિત્વના રૂપમાં ઓળખવામાં આવે છે.

પરશુરામ-કર્ણ

ગુરુ અને શિષ્યનું એક બીજું ઉદાહરણ છે પરશુરામ અને કર્ણ. કર્ણએ પરશુરામ પાસે શિક્ષણ લીધું હતું. પરંતુ પરશુરામને એ ખબર ન હતી કે તે બ્રાહ્મણ ન હતા. કેમ કે પરશુરામ માત્ર બ્રાહ્મણને જ શિક્ષણ આપતા હતા. તે કારણ હતું કે તેમની પાસે શિક્ષણ લેવા માટે કર્ણએ બનાવટી જનોઈ ધારણ કરી હતી. પરશુરામ કર્ણ ઉપર ખુબ પ્રસન્ન હતા. તે કારણ હતું કે કર્ણ મહાભારતના સર્વશ્રેષ્ઠ ધનુર્ધારીઓ માંથી એક હતા.

દ્રોણ-અર્જુન

દ્રોણાચાર્ય અને અર્જુનને કોણ નથી ઓળખતું. ગુરુ દ્રોણાચાર્યએ અર્જુનની મૂર્તિ જોઇને તેને વિશ્વના મહાન ધનુર્ધર તરીકે સ્થાપિત કર્યા હતા. અર્જુન દ્રોણાચાર્યના પ્રિય શિષ્ય હતા. તે અર્જુનને વિશ્વના સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવવા માંગતા હતા. એક કથા મુજબ, એક દિવસ દ્રોણાચાર્ય ગંગામાં સ્નાન કરી રહ્યા હતા. સ્નાન કરતી વખતે તેમનો પગ એક મગરમચ્છે તેના મોઢામાં પકડી લીધો.

જો દ્રોણાચાર્ય ધારે તો તે પોતે તેને છોડાવી શકતા હતા. પરંતુ તેમણે પોતાના શિષ્યોની પરીક્ષા લેવા માગી. પરંતુ સ્થિતિ જોઇને તમામ શિષ્ય ગભરાઈ ગયા. પરંતુ અર્જુન ગભરાયો નહિ અને પોતાના બાણથી મગરને મારી નાખ્યો, તે જોઈ દ્રોણાચાર્ય ઘણા ખુશ થયા. તેમણે અર્જુનને બ્રહ્મશિર નામનું દિવ્ય અસ્ત્ર આપ્યું. સાથે જ જણાવ્યું કે તેને ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવાનું છે. દ્રોણાચાર્યએ જ અર્જુનને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ધનુર્ધરનું વરદાન આપ્યું હતું.

કૃષ્ણ-સાંદીપની

શ્રીકૃષ્ણના ગુરુ સાંદીપની હતા. ભગવાનના ગુરુ હોવાનું સૌભાગ્ય કોઈ સામાન્ય વાત ન હતી. પરંતુ તેમ છતાં કૃષ્ણએ સાંદીપની ઋષિને પોતાના ગુરુ બનાવ્યા હતા. શ્રીકૃષ્ણએ ઋષિના આશ્રમમાં રહીને જ શિક્ષણ ગ્રહણ કર્યું. આશ્રમમાં જ તેમના ગુરુ પાસેથી શ્રીકૃષ્ણએ 64 કળાઓનું શિક્ષણ લીધું હતું.

સાંદીપનીના આશ્રમને વિશ્વનું પ્રથમ ગુરુકુળ કહેવામાં આવે છે. તે ભગવાન કૃષ્ણ, બલરામ અને સુદામાના ગુરુ હતા. સાંદીપની ઋષિએ શ્રીકૃષ્ણ પાસે દક્ષિણાના રૂપમાં તેમનો પુત્ર માંગ્યો હતો. તેમનો પુત્ર શંખાસુર રાક્ષસના કબ્જામાં હતો. ગુરુ દક્ષિણા આપવા માટે શ્રીકૃષ્ણએ તેમના દીકરાને મુક્ત કરાવ્યો હતો.

દ્રોણ-એકલવ્ય

દ્રોણાચાર્ય માત્ર અર્જુનના જ નહિ પરંતુ એકલવ્યના પણ ગુરુ હતા. એકલવ્ય ઘણો હોંશિયાર બાળક હતો. તે ગુરુ દ્રોણાચાર્ય પાસે ધનુર્વીદ્યા શીખવા માંગતો હતો. એટલા માટે તે તેમના આશ્રમમાં આવ્યો. એકલવ્યએ દ્રોણાચાર્યને કહ્યું કે તે તેમની પાસે ધનુર્વીદ્યા શીખવા માંગે છે. પરંતુ તેમણે ના કહી દીધી કેમ કે તે માત્ર રાજકુમારોને શિક્ષણ આપવા માટે તૈયાર હતા અને એકલવ્ય રાજકુમાર ન હતા. પરંતુ એકલવ્યએ ગુરુ દ્રોણાચાર્યની માટીની મૂર્તિ બનાવી.

આ મૂર્તિ તરફ એકચિત્તે જોઇને તેણે ધ્યાન કર્યું. તેમની પાસેથી પ્રેરણા લઈને એકલવ્યએ ધનુર્વીદ્યા શીખી. એકલવ્યના મનની એકાગ્રતા અને ગુરુભક્તિને કારણે તેણે મૂર્તિ માંથી પ્રેરણા લીધી અને ધનુર્વીદ્યા શીખવા લાગ્યો. એક વખત ગુરુ દ્રોણાચાર્યએ પૂછ્યું કે તેણે આ વિદ્યા ક્યાંથી શીખી. ત્યારે એકલવ્યએ કહ્યું કે તે તેમની પાસેથી જ શીખી રહ્યો છે. પરંતુ તે વચન આપી ચુક્યા હતા કે અર્જુન જેવો ધનુર્ધર બીજો કોઈ ન હોઈ શકે.

તેવામાં તેમણે એકલવ્યને કહ્યું કે તેણે તેમની મૂર્તિ પાસેથી ધનુર્વીદ્યા તો શીખી લીધી પરંતુ તેમની ગુરુદક્ષિણા કોણ આપશે. તે ગુરુદક્ષિણામાં તેમણે એકલવ્ય પાસે તેનો જમણા હાથનો અંગુઠો માંગ્યો. કાંઈ પણ વિચાર્યા વગર જ એકલવ્યએ તેનો અંગુઠો કાપીને ગુરુના ચરણોમાં રાખી દીધો.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.