ખોટા સમયે લગ્ન કરવા આ 6 બોલીવુડ એક્ટ્રેસને પડ્યા મોંઘા, હિટથી ફ્લોપ થવામાં સમય ન લાગ્યો.

લગ્ન પછી હિતથી ફ્લોપ એક્ટ્રેસની લિસ્ટમાં આવી ગઈ આ અભિનેત્રીઓ, આજે પણ છે પછતાવો

લગ્ન પછી કારકિર્દી ખરાબ થઇ જાય છે, તે વાત ઘણી વખત સાંભળી હશે, તે વાત ઘણે અંશે સાચી પણ છે. ખાસ કરીને ત્યારે જયારે તમારા લગ્ન પછી કારકિર્દીને લઈને કુટુંબનો સપોર્ટ ન હોય. એ વાત બોલીવુડ હિરોઈન ઉપર લાગુ પડે છે. અભિનેતાઓની કારકિર્દી અને લગ્નનું એક બીજા સાથે કોઈ લેવા દેવા નથી હોતું. પણ અભિનેત્રીઓની કારકિર્દી ઉપર ઘણી ઊંડી અસર પડે છે. આવો તેની ઉપર થોડા ઉદાહરણ જોઈ લઈએ.

માધુરી દીક્ષિત :-

માધુરીનો લવ અફેયર સંજય દત્ત સાથે ચાલતો હતો પરંતુ છતાં પણ વચ્ચે સંજય દત્તને ગેરકાયદેસર હથીયાર રાખવાને કારણે જેલ જવું પડ્યું હતું. તેવામાં માધુરીએ એરેન્જ મેરેજ દ્વારા અમેરિકાના ડોક્ટર શ્રીરામ નેન સાથે લગ્ન કરી લીધા હતા. માધુરીએ જયારે લગ્ન કર્યા હતા ત્યારે તેની ફિલ્મી કારકિર્દી ઘણી ઉપર હતી. ત્યાં ડોક્ટર નેનેએ ત્યારે માધુરીના સ્ટારડમ અને સ્ટાર વેલ્યુ વિષે જાણકારી ન હતી.

તે લગ્નને કારણે માધુરી બોલીવુડથી દુર થતી ગઈ. પાછળથી લાંબો બ્રેક લઈને માધુરીએ ફિલ્મોમાં પાછા ફરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે કાંઈ ખાસ કમાલ ન કરી શકી. વચ્ચે તે ડાંસ રીયાલીટી શો પણ જજ કરતી જોવા મળી હતી. વર્તમાનમાં માધુરી પોતાના બંને બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે.

સોનાલી બેન્દ્રે :-

સોનાલીએ બોલીવુડમાં ‘મેજર સાબ’ અને ‘હમ સાથ સાથ હે’ જેવી હીટ ફિલ્મો આપી છે. જયારે તેણે ગોલ્ડી બેહલ સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તે પોતાની કારકિર્દીની ટોપ ઉપર હતી. આમ તો લગ્નની ગડમથલમાં તેણે પોતાની ફિલ્મી કારકિર્દી સાથે સમાધાન કરવું પડ્યું હતું. પાછળથી તે ઇન્ડિયા ગોટ ટેલેન્ટ નામની રીયાલીટી શો માં જજ પણ બની હતી. થોડા મહિના પહેલા તેને કેન્સર પણ થઇ ગયું હતું. જેની સારવાર તે અમેરિકા કરાવીને પાછી ફરી છે.

ટ્વિંકલ ખન્ના :-

ટ્વિંકલ ખન્નાએ જયારે બોલીવુડ ખેલાડી અક્ષય કુમાર સાથે લગ્ન કર્યા હતા ત્યારે તેની હિરોઈન વાળી કારકિર્દી ઊંચાઈઓ ઉપર હતી. આમ તો તેના લગ્નની અસર તેની કારકિર્દી ઉપર પણ પડી અને તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી દુર થઇ ગઈ. આમ તો તે ભલે હિરોઈન તરીકે એક્ટીવ ન હોય પરંતુ એક ફિલ્મ પ્રોડ્યુસર તરીકે ઘણી સફળ છે. ટ્વિંકલ એક રાઈટર પણ છે અને પોતાની બુક પણ લખી ચુકી છે.

કાજોલ :-

કાજોલ ૯૦ના દશકમાં ટોપની અભિનેત્રી હતી. આમ તો અજય દેવગન સાથે લગ્ન કર્યા પછી પાછી ફરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પહેલા જેવી ટોપ હિરોઈન ન બની શકી. આમ તો હાલમાં જ તેની તાન્હાજી – દ અનસંગ વોરિયર ફિલ્મમાં અભિનય જોરદાર હતો.

ભાગ્યશ્રી :-

ભાગ્યશ્રીનું બોલીવુડ ડેબ્યુ ‘મૈને પ્યાર કિયા’ બોક્સ ઓફીસ ઉપર હીટ હતી. આમ તો આ એક હીટ ફિલ્મ પછી જ તેણે ૧૯ વર્ષની ઉંમરમાં હિમાલય દસાની સાથે લગ્ન કરી લીધા. હવે ભાગ્યશ્રીના સાસરીયા વાળાએ તેને ફિલ્મોમાં કામ કરવાની મંજુરી ન આપવામાં આવી અને તેની કારકિર્દી પૂર્ણ થઇ ગઈ.

એશ્વર્યા રાય :-

મિસ વર્લ્ડનો એવોર્ડ પોતાના નામે કરી ચુકેલી એશ્વર્યા રાયે જયારે અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તે તેની કારકિર્દીની ઊંચાઈ ઉપર હતી. લગ્ન પહેલા જ તેની ‘ધૂમ ૨’ ફિલ્મ આવી હતી. તે ફિલ્મ બોક્સ ઓફીસ ઉપર હીટ થઇ હતી. લગ્ન પછી એશ્વર્યાએ પાછા આવવાનો પ્રયાસ જરૂર કર્યો પરંતુ કોઈ ખાસ કમાલ ન કરી શકી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.